તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ. બંગાળ: પાઠ્યપુસ્તકમાં Real એથલીટ મિલ્ખાસિંહની જગ્યાએ Reel એથલીટ ફરહાનનો ફોટો છપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: પશ્ચિમ બંગાળમાં પાઠ્યપુસ્તકમાં 'ફલાઇંગ સિખ' તરીકે પ્રખ્યાત એથલીટ મિલ્ખા સિંહની જગ્યાએ 2013માં આવેલી તેમની બાયોપિક 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મમાં મિલ્ખાનું પાત્ર ભજવનાર અભિનેતા ફરહાન અખ્તરનો ફોટો છાપી દેવાયો છે.

* ફરહાને સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો વાંધો


- તેની સામે ફરહાને વાંધો ઉઠાવ્યો છે, તેણે ટ્વિટ કરીને તૃણમૂલના સાંસદ ડેરેક ઓ બ્રાયનનું ધ્યાન દોર્યું છે અને કહ્યું - ' બુકમાં થયેલી ભૂલ સ્પષ્ટ છે. મિલ્ખાજીની જગ્યાએ ખોટી તસ્વીર લગાવી દેવાઈ છે. આ પુસ્તકની ભૂલ સુધારો અને તમામ બુક્સ પાછી મંગાવો.'

- અસલમાં ફરહાન અખ્તર રાકેશ ઓમપ્રકાર મહેરાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખા સિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રકાશનોએ ફરહાનની તે ભૂમિકાનો જ ફોટોને પુસ્તકમાં છાપી દીધો છો. તે પછ ફરહાન અખ્તે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને ટેગ કરતાં આ ચૂક તરફ ધ્યાન અપાવ્યું હતું.

- આ ભૂલ સૌથી પહેલા લાીફ ઘોષ નામના એક વ્યક્તિએ પકડી હતી, તેમણે ટ્વિટ કરીને પશ્ચિમ બંગાળની ટેક્સ્ટ બુકમાં મિલ્ખા સિંહની જગ્યાએ ફરહાન અખ્તરનો ફોટો છપાયો છે તેની જાણ કરી હતી અને પછી ફરહાન અખ્તરે વાંધો ઉઠાવ્યો હતો.

- સાંસદ ડેરેકે આ મામલે તરત જ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હું આ બાબત જોઈ રહ્યો છું અને ધ્યાન દોરવા બદલ આભાર.' 

 

આ પણ વાંચો - 13ની ઉંમરે થઈ પ્રેગ્નેન્ટ, પેટ છૂપાવવા ઢીલો ડ્રેસ પહેરી જતી સ્કૂલે, બાળકને મારવા પેટમાં મારતી મુક્કા

અન્ય સમાચારો પણ છે...