ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» બ્લડ ગ્રુપ મેચ ના થયું છતા પણ પતિને ડોનેટ કરી કિડની, બચાવ્યો જીવ | husband and wife blood group did not match than also wife donate Kidney

  બ્લડ ગ્રુપ મેચ ના થયું છતા પણ પતિને ડોનેટ કરી કિડની, બચાવ્યો જીવ

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 06:56 PM IST

  કિડની ડોનર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ તેની પહેલા લાઈનમાં 1000 લોકો હતા
  • બ્લડ ગ્રુપ મેચ ના થયું છતા પણ પતિને ડોનેટ કરી કિડની, બચાવ્યો જીવ
   બ્લડ ગ્રુપ મેચ ના થયું છતા પણ પતિને ડોનેટ કરી કિડની, બચાવ્યો જીવ

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકના આ કપલ માટે ગયું વર્ષ ઘણુ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. તેમણે ગત વર્ષે મે મહિનામાં ખબર પડી કે વ્યવસાયે જ્યોતિષી પ્રીતમની એક કિડની ફેલ થઈ ગઈ છે. તેને ડોક્ટર્સે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. સર્જરી ના થાય ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવાનું કહેવાયું, જે બહુ પીડાદાયક હતું. પ્રીતમને કિડની મળવી સરળ નહોતી કારણ કે લાઈન બહુ લાંબી હતી. એવામાં તેની પત્ની સંકટમોચક બનીને સામે આવી.

   - ટીઓઆઈના રિપોર્ટ પ્રમાણે, બેંગ્લોરમાં રહેતા પ્રીતમ માટે પહેલા પરિવારના લોકો વચ્ચે જ કિડની શોધાઈ રહી હતી, પરંતુ તેમાં સફળતા ના મળી. પ્રીતમ અને તેની પત્ની હેમાનું બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું.
   - હેમાનુ બ્લડ ગ્રુપ બી પોઝિટિવ હતું, જ્યારે પ્રીતમનું ઓ પોઝિટિવ હતું. અલગ-અલગ બ્લડ ગ્રુપ હોવા છતા હેમા હિમ્મત ના હારી.
   - તેણે આ વિશે ઘણા ડોક્ટર્સની સલાહ લીધી અને ઘણા રિસર્ચ વિશે વાંચ્યું અને પોતાની કિડની ડોનેટ કરી દીધી.
   - હેમાએ ઈન્ટરનેટ પર ઘણા રિસર્ચ વિશે વાંચ્યું હતું કે, એબીઓ ઈનકમપેટિબલ ટ્રાન્સપ્લાન્ટથી બ્લડ ગ્રુપ મેચ ના થતા પણ કિડની ડોનેટ કરી શકાય છે.
   - જોકે, 100માંથી એક કેસમાં જ આવું શક્ય બની શકે છે. તેમાં સર્જરી અસફળ થવાના કિસ્સા વધારે હોય છે. જોકે, તેના કેસમાં સારી વાત એ રહી કે સર્જરી સફળ રહી.
   - ગત 14મેના રોજ પ્રીતમની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. હવે તે સ્વસ્થ છે અને ધીમે-ધીમે રિકવર કરી રહ્યો છે. સર્જરી યશવંતપુરના કોલંબિયા એશિયા હોસ્પિટલમાં કરાઈ, જેમાં અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચો થયો.

   શું કહ્યું ડોક્ટરે?


   - સર્જરી કરનાર ડોક્ટર દીપક કુમારે કહ્યું, '100માંથી એક કેસમાં ABOi(એબીઓ ઈનકમપેટિબલ) ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જો દર્દી ઓ-પોઝિટિવ ગ્રુપનો હોય તો તેના માટે કિડની મળવી વધારે મુશ્કેલ બની જાય છે.' નોંધનીય છે કે, અત્યાર સુધી આવી 20 સર્જરી થઈ ચૂકી છે.

   કિડની માટે પ્રીતમ પહેલા હતા 1000 દાવેદાર


   પ્રીતમે કિડની ડોનર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેની પહેલા કિડની માટે લાઈનમાં 1000 લોકો હતા. ઓ પોઝિટિવ હોવાના કારણે કિડની મળવાની સંભાવના વધારે ઓછી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બ્લડ ગ્રુપ મેચ ના થયું છતા પણ પતિને ડોનેટ કરી કિડની, બચાવ્યો જીવ | husband and wife blood group did not match than also wife donate Kidney
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `