પરોપકાર / આ ગુજરાતી એક સમયે વેચતા'તા સાબુ, આજે એક ઝાટકે કર્યું 57 હજાર કરોડનું દાન

gujarati Azim Premji become biggest donner who donates Rs 52750 Cr Of Wipro Shares
gujarati Azim Premji become biggest donner who donates Rs 52750 Cr Of Wipro Shares

divyabhaskar.com

Mar 14, 2019, 02:37 PM IST

નેશનલ ડેસ્ક: દેશની ત્રીજી મોટી આઈટી કંપની વિપ્રો(wipro)ના ચેરમેન અઝીમ પ્રેમજીએ 52,750 કરોડ રૂપિયાના તેમના શેર અજીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાન કરી દીધા છે. તેનો અર્થ છે કે, આ શેર્સની અવેજીમાં થતાં લાભને ફાઉન્ડેશન સાથે જોડાયેલી ગતિવિધિઓ માટે ઉપયોગ કરાશે. બ્લૂમબર્ગ પ્રમાણે અઝીમ પ્રેમજી 18.6 અબજ ડોલરની સાથે ભારતના બીજા સૌથી મોટા ધનાઢ્ય છે. એક સમયે સાબુ વેચતા અઝીમ પ્રેમજી આજે કરોડો રૂપિયાના માલિક છે. આ છતાં તેઓ ડાઉન ટુ અર્થ રહેવાનું પસંદ કરે છે.

અત્યાર સુધી આપ્યું 1.45 લાખ કરોડ રૂપિયાનું દાન
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને બુધવારે એક નિવેદન આપીને કહ્યું કે, આ દાન બાદ અઝીમ પ્રેમજી દ્વારા પરોપકાર અને ધર્માર્થ ગતિવિધિઓ માટે દાન કરાયેલી રકમ 1.45 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગી છે. આ પ્રકારે અઝીમ પ્રેમજી વિપ્રોના કુલ 67 ટકા શેર દાન કરી ચૂક્યા છે.

અઝીમ પ્રેમજીની બન્યા ઈન્ડિયન હિસ્ટ્રીના સૌથી મોટા દાનવીર
નિવેદન પ્રમાણે, શેરથી થતા કોઈ પણ ઈકોનોમિક લાભને ફાઉન્ડેશનના માધ્યમથી અને તેના હેતુ પર ખર્ચ કરાશે. આ ડોનેશન સાથે જ અઝીમ પ્રેમજી ભારતીય ઈતિહાસના સૌથી મોટા દાનવીર પણ બની ગયા છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છએ. આ અમુક ખાસ ક્ષેત્રોમાં કામ કરતી એનજીઓને પણ સપોર્ટ કરે છે.

શિક્ષણને મજબૂત બનાવવાની દિશમાં કામ કરે છે ફાઉન્ડેશન
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને કહ્યું કે, ફાઉન્ડેશન સ્કૂલ શિક્ષણ પ્રણાલીમાં સુધારો લાવવામાં યોગદાન માટે જિલ્લા અને રાજ્ય સ્તરે સંસ્થાઓનાં નેટવર્કને મજબૂત બનાવવા પર કામ કરે છે. ફાઉન્ડેશને બેંગ્લોરમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના પણ કરી છે, જેનો હેતુ શિક્ષણ અને તેની સાથે સંબંધિત ક્ષેત્રો માટે માણસો તૈયાર કરવાનો છે. ફાઉન્ડેશને કહ્યું કે, 'તેનાથી શિક્ષણથી પરોપકાર ક્ષેત્રોમાં વિસ્તાર કરવામાં મદદ મળશે.'

સાદગીભર્યું જીવન જીવે છે અઝીમ પ્રેમજી
કાર, કપડા, ઘડિયાળ જેવી તમામ વસ્તુઓ ભારતીય બનાવટની પસંદ કરતા અઝીમ પ્રેમજી વિમાનમાં મુસાફરી કરે તો પણ ઈકોનોમી ક્લાસની ટિકિટ લે છે. કરોડોના માલિક હોવા છતા તેઓ ફોર્ડની એસકોર્ટ કાર ચલાવતા હતા, નવ વર્ષ આ કાર ચલાવ્યા બાદ અઝીમ પ્રેમજીએ ટોયોટાની કોરોલા કાર ખરીદી હતી. ઓફિસે પહોંચવા માટે ઉપયોગમાં લેવાતી ટોયોટા કાર જૂની થતા તેઓએ પોતાના જ કર્મચારી પાસેથી જૂની મર્સિડીઝ ઈ-ક્લાસ ખરીદી હતી. અન્ય શહેરમાં પ્રવાસ દરમ્યાન પણ ફાઈવસ્ટાર હોટેલના બદલે કંપનીના ગેસ્ટહાઉસ પર પહેલી પસંદગી આપે છે. એટલું જ નહીં બસ, રીક્ષા જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો પણ ઉપયોગ કરે છે.

આ પણ વાંચો - 4 દિવસની દુલ્હને કરાવી પતિની હત્યા, બદલો લેવા માટે ભાઈએ જ બહેનના માથામાં ધરબી દીધી ગોળી અને પહોંચી ગયો પોલીસ સ્ટેશન

આ પ્રકારના વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ...

X
gujarati Azim Premji become biggest donner who donates Rs 52750 Cr Of Wipro Shares
gujarati Azim Premji become biggest donner who donates Rs 52750 Cr Of Wipro Shares
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી