Home » National News » In Depth » સરકાર વેપારીઓ માટે લાવી સારા સમાચાર, કેવી રીતે થશે બિઝનેસમેનને ફાયદો | government came good news for business man regarding GST

સરકાર વેપારીઓ માટે લાવી સારા સમાચાર, કેવી રીતે થશે બિઝનેસમેનને ફાયદો

Divyabhaskar.com | Updated - May 05, 2018, 11:15 AM

વર્તમાન નિયમો હેઠલ મહિનામાં બિઝનેસ કરનારાને ત્રણ રિટર્ન ભરવાની જરૂર નથી

 • સરકાર વેપારીઓ માટે લાવી સારા સમાચાર, કેવી રીતે થશે બિઝનેસમેનને ફાયદો | government came good news for business man regarding GST
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ બિઝનેસ કરનારા માટે એક સાચા સમાચાર છે. જીએસટી કાઉન્સિલે તેમને રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસ સરળ બનાવી દીધી છે. વર્તમાન નિયમો હેઠળ મહિનામાં બિઝનેસ કરનારાને ત્રણ રિટર્ન ભરવાની જરૂર નથી, પરંતુ હવે તેમને મહિનામાં એક જ રિટર્ન ભરવું પડશે. સરકારને આશા છે કે, તેનાથી વધારે સંખ્યામાં બિઝનેસમેન રિટર્ન ફાઈલ કરશે અને સરકારના રેવન્યૂ કલેક્શનમાં પણ ઘણો વધારો થશે.

  શુક્રવારે નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયની લાંબા સમયથી પ્રતીક્ષા હતી. જો કે, સિંગલ મંથલી રિટર્ન સિસ્ટમ અસ્તિત્વમાં આવતા હજુ 6 મહિના લાગી જશે અને આ દરમિયાન વર્તમાન સ્થિતિ બની રહેશે. આ માહિતી નાણા સચિવ હસમુખ અધિયાએ આપી.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

 • સરકાર વેપારીઓ માટે લાવી સારા સમાચાર, કેવી રીતે થશે બિઝનેસમેનને ફાયદો | government came good news for business man regarding GST
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  GSTમાં કેશબેક યોજના પર રાજ્યોની આપત્તિ બાદ સંમતિ ના બની. આ મુદ્દે જીઓએમ(ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ)ને મોકલવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, જીએસટી રિફન્ડમાં કે પછી ઈનકમ ટેક્સ રિટર્નમાં છૂટ આપવાના પ્રસ્તાવ પર જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ રહી છે.

   

 • સરકાર વેપારીઓ માટે લાવી સારા સમાચાર, કેવી રીતે થશે બિઝનેસમેનને ફાયદો | government came good news for business man regarding GST

  GSTNને સરકારી કંપની બનાવવાની દિશામાં પગલું લેતા જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો છે. એક વેબપોર્ટલને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી પ્રમાણે,  GSTNને સરકારની 100 ટકા ભાગીદારી ધરાવતી કંપની બનાવવાનો નિર્ણય લેવાયો છે. GSTN જીએસટીનું આખું આઈટી નેટવર્ક જોઈ રહી છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ