Home » National News » In Depth » former chief minister now living in two room flat with wife

25 વર્ષ CM રહેલા પાસે નથી ઘર, કાર કે મોબાઇલ, હવે પત્ની સાથે રહેશે 2 રૂમના ફ્લેટમાં

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 10:36 AM

પોતાની પૈતૃક સંપત્તિ બહેનને આપી છે, સીએમની સેલરી તરીકે મળતી રકમ કરી દેતા દાન

 • former chief minister now living in two room flat with wife
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ ત્રિપુરાના મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યા બાદ હવે પૂર્વ સીએમ માણિક સરકાર પોતાની પત્ની પાંચાલી ભટ્ટાચાર્જી(નિવૃત કેન્દ્રીય કર્મચારી) સાથે સીપીએમ ઓફિસ પર સ્થિત બે રૂમના ફ્લેટમાં રહેશે. 25 વર્ષ ત્રિપુરામાં મુખ્યમંત્રી રહેલા માણિક સરકાર પાસે પોતાનું ઘર પણ નથી. તેમણે ધારાસભ્યોના છાત્રાલયમાં પણ રહેવાનો ઈનકાર કરી દીધો છે. ત્રિપુરા સીપીએમના મહાસચિવે જણાવ્યું કે, 'પાર્ટી ઓફિસમાં મૂળભૂત લઘુતમ સુવિધાઓ છે. તેમાં કંઈ પણ અપવાદ નથી. સીપીએમના મોટાભાગના નેતા પણ સામાન્ય જીવન જીવે છે.'

  માણિક સરકાર, જેમણે પોતાની પૈતૃક સંપત્તિ બહેનને આપી, તે પણ પહેલા પાર્ટી ઓફિસમાં જ રહેતી હતી. સરકારની પત્ની જમીન જાયદાદની માલિક છે પરંતુ જમીન એક બિલ્ડરને સોંપી દેવાથી મામલો વિવાદોમાં ઘેરાયેલો છે. ત્યાં બની રહેલી ઈમારતનું કામ હજું પૂરું થયું નથી.

  ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવે કહ્યું કે, એક પૂર્વ મુખ્યમંત્રી તરીકે માણિક સરકાર સારી સરકારી આવાસ અને અન્ય પ્રોટોકોલ સુવિધાઓના હકદાર છે. તેમણે કહ્યું કે, 'રાજ્યમાં વિપક્ષના નેતાને પણ કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત થશે અને તે ભથ્થાના હકદાર હશે' તેમણે વધુમાં જણાવ્યું કે, અમે ત્રિપુરામાં સરકાર ચલાવવા માટે પસંદ થયા હોઈશું, પરંતુ મને લાગે છે કે, એક નવા ત્રિપુરાના નિર્માણ માટે તેમણે(માણિક સરકાર) બહુ મોટી ભૂમિકા નિભાવી છે. ભાજપા ક્યારેય પણ સરકાર સાથે પાર્ટીને સમાનતા આપતી નથી.

  નોંધનીય છે કે, ચૂંટણી પરિણામ બાદ જ્યાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ધારાસભ્ય હોસ્ટેલમાં રહે છે જ્યારે ત્રણ પૂર્વ મંત્રી પાછા પોતાના ગામે જતા રહ્યા છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

 • former chief minister now living in two room flat with wife
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી છે માણિક સરકાર


  માણિક સરકાર 1998થી ત્રિપુરાના મુખ્યપ્રધાન હતા. તેમની પાસે 1520 રૂ. કેશ ઇન હેન્ડ અને 2410 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં છે. સીએમની સેલરી તરીકે તેમને 25,000 મળતા હતા પણ તે આ રકમ માકપાના નિયમો હેઠળ પાર્ટીને આપી દે છે, તેમાંથી તેમને 9 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે મળતા હતા. માણિક સરકાર પાસે પોતાનો ન તો મોબાઇલ છે, ન ઘર છે અને ન તો કોઇ કાર છે. તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતા નથી. તે દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ખાનગી સંપત્તિ સતત ઘટી છે. માણિક 25 વર્ષથી રાજ્યમાં સીએમ હતા. મુખ્યમંત્રી હોવા છતા ખુદની પાસે કાર નહોતી અને તે પોતાની ઓફિસ પણ ચાલીને જતા હતા. તેમની પત્ની પાસે પણ કોઇ સિક્યુરિટી ગાર્ડ નથી અને તે રિક્ષામાં સફર કરે છે. 

 • former chief minister now living in two room flat with wife
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  મિડલ ક્લાસ ફેમિલીમાં થયો જન્મ


  માણિક સરકારનો જન્મ રાધાકિશેરપુર, ત્રિપુરામાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. તે એક ભારતીય કોમ્યુનિસ્ટ રાજકારણી છે, તેમના પિતા અમૂલ્ય સરકાર દરજી હતા જ્યારે તેમની માતા અંજલી સરકારી કર્મચારી હતા.માણિક પોતાના સ્કૂલના દિવસોમાં જ આંદોલનમાં સક્રિય થઇ ગયા અને 1968માં 19 વર્ષની ઉંમરમાં જ ભારતના મુખ્ય રાજકીય પક્ષ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા હતા. માણિક સરકાર એમબીબી કોલેજમાં તેમના શૈક્ષણિક જીવનમાં વિદ્યાર્થી સંઘના ઉમેદવાર હતા, જ્યાં તેમને બીકોમ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતું.

 • former chief minister now living in two room flat with wife
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  કોલેજ દરમિયાન ચલાવ્યુ આંદોલન


  1967ના ખાદ્ય આંદોલનના અશાંત સમય, ત્રિપુરાની તત્કાલીન કોંગ્રેસ સરકારની નીતિ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યુ અને સરકારે ઝુંકવુ પડ્યુ હતું. આ જન આંદોલનમાં તેમની જોરદાર ભૂમિકાએ તેમને કોમ્યુનિસ્ટોમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યા. પોતાના શરૂઆતના રાજકીય સમ્પ્રેષણને કારણે, તે એમબીબી કોલેજ સ્ટૂડન્ટ્સ યૂનિયનના મહાસચિવ પણ બન્યા અને વિદ્યાર્થી સંઘના ઉપરાષ્ટ્રપતિ પણ બનાવવામાં આવ્યા. 1972માં 23 વર્ષની ઉંમરમાં તે કોમ્યુનિસ્ટ (માર્ક્સવાદી) પાર્ટીની સ્ટેટ કમિટીમાં સામેલ થઇ ગયા.

 • former chief minister now living in two room flat with wife
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  રાજકીય કારકિર્દી


  સીપીઆઇ (એમ) સ્ટેટ કમિટીમાં પસંદગી પામ્યાના છ વર્ષ પછી વર્ષ 1978માં પાર્ટી રાજ્ય સચિવાલમાં સામેલ કરવામાં આવ્યા હતા.1980માં 31 વર્ષની ઉંમરમાં તે આગરતલા વિદ્યાનસભાના સભ્યના રૂપમાં પસંદ થયા હતા. આ તેમના રાજ્યમાં માણિક સરકારના નેતૃત્વની શરૂઆત હતી. સૌથી મોટી સફળતા 1998માં માણિક સરકાર પાસે આવી હતી. 49 વર્ષની ઉંમરમાં તે સીપીઆઇ (એમ) પોલિત બ્યૂરોના સભ્ય બન્યા. જે કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પ્રમુખ નીતિ-નિર્માણ અને કાર્યકારી સમિતી છે. આ વર્ષે જ તે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 

 • former chief minister now living in two room flat with wife
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  વ્યક્તિગત જીવન


  માણિક સરકારના પંચાલી ભટ્ટાચાર્ય સાથે લગ્ન થયા છે, જે કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડથી 2011માં સેવા નિવૃત થયા છે. સરકાર અને તેમની પત્ની ઘણુ સરળ જીવન જીવે છે. તે ભારતના એકમાત્ર મુખ્યમંત્રી હતા જેમના નામે કોઇ ઘર કે કાર નથી.

 • former chief minister now living in two room flat with wife
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • former chief minister now living in two room flat with wife
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ