રાજસ્થાન ચૂંટણી વખતે ફરજ દરમિયાન મહિલા કોન્સ્ટેબલે આ રીતે બજાવી માની ફરજ

divyabhaskar.com

Dec 07, 2018, 04:45 PM IST
female constable has acted like a mother on duty during Rajasthan elections
female constable has acted like a mother on duty during Rajasthan elections

નેશનલ ડેસ્ક/જેસલમેર: રાજસ્થાન વિધાનસભાની 199 સીટો પર આજે(શુક્રવાર) સવારથી મતદાન થઈ રહ્યું છે. રાજ્યની કુલ 200માંથી 199 સીટ્સ પર એક જ ચરણમાં સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરાઈ રહ્યું છે. આ દરમિયાન જેસલમેરના ભણિયાણાની એક મહિલા કોન્સ્ટેબલ ચર્ચાનો વિષય બની છે. જોકે, આ મહિલા તેના દૂધ પીતા બાળક સાથે ફરજ બજાવવા પહોંચી છે.

ફરજ જ સૌથી પહેલા અને સૌથી ઉપર છે- મહિલા કોન્સ્ટેબલ


દૂધ પીતા બાળક સાથે ફરજ પૂરી કરી રહેલી મહિલા કોન્સ્ટેબલ મતદાન કરવા આવેલા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. બાળક સાથે પણ પૂરી વફાદારીથી ફરજ બજાવી રહેલી આ મહિલા કોન્સ્ટેબલની મતદાતાઓએ ભરપૂર વખાણ કર્યા. ત્યારે ફરજ કરી રહેલી કોન્સ્ટેબલ મીનાએ કહ્યું કે, ફરજ જ સૌથી પહેલા અને સૌથી ઉપર છે.

ચૂંટણી પંચના અધિકારી પણ મીનો પૂરો સાથ આપી રહ્યા છે


ફરજ કરી રહેલી મીનાએ એમ પણ કહ્યું કે, તે તેના બાળકને લઈને કોઈ અન્ય વ્યક્તિ પર વિશ્વાસ નથી કરી શકતી, એટલા માટે તેને પોતાની સાથે લાવી છે. તેમણે કહ્યું, મારી માટે બન્ને વસ્તુ મહત્વપૂર્ણ છે, એટલા માટે હું બાળક સાથે ફરજ બજાવી રહી છું. ત્યારે ચૂંટણી પંચના અન્ય અધિકારીઓ પણ મીનાને પૂરો સાથ આપી રહ્યા છે.

મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને બીજેપી વચ્ચે


ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની 200 વિધાનસભા સીટોમાંથી 199 પર મતદાન થઈ રહ્યું છે. બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહના નિધનના કારણે અલવર જિલ્લાના રામગઢ મતદારક્ષેત્રમાં મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે. મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને બીજેપી વચ્ચે છે. અંદાજે 4.74 કરોડ લોકો, 2274 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. આ 2274 ઉમેદવારોમાંથી 189 મહિલાઓ છે.

આ પણ વાંચો - પોતાને ગમતા નેતા મુખ્યમંત્રી બને, એટલા માટે યુવકે જીભ કાપીને મંદિરમાં ચડાવી દીધી

X
female constable has acted like a mother on duty during Rajasthan elections
female constable has acted like a mother on duty during Rajasthan elections
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી