અંબાણીનો દીકરો બન્યો પાલનપુરનો જમાઈ, જાણો કેટલા કરોડના છે માલિક

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ પણ અબજોપતિ પરિવારમાંથી જ આવે છે

divyabhaskar.com | Updated - Mar 25, 2018, 05:40 PM
વીરજ મેહતા(ડાબે), મોના મેહતા, રસેલ મેહતા, શ્લેકા મેહતા અને તેની બહેન દિવ્યા જાટિયા (સૌથી જમણે) તથા અન્ય.
વીરજ મેહતા(ડાબે), મોના મેહતા, રસેલ મેહતા, શ્લેકા મેહતા અને તેની બહેન દિવ્યા જાટિયા (સૌથી જમણે) તથા અન્ય.

મુંબઈઃ ભારતના સૌથી ધનિક બિઝનેસમેન એવા મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની હાલ ચર્ચામાં છે. આ ઈવેન્ટ ગોવાના એક રિસોર્ટમાં શનિવારે યોજાઈ હતી. અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ પણ અબજોપતિ પરિવારમાંથી જ આવે છે. આકાશ અંબાણી શ્લોકા મહેતા સાથે આ વર્ષે જ લગ્ન કરે તેવી ચર્ચા છે. શ્લોકા રોઝી બ્લૂ ડાયમંડના માલિક રસેલ મહેતાની નાની દીકરી છે. રસેલ મહેતા હીરા બિઝનેસમાં જાણીતું નામ છે. સ્લોકાનો પરિવાર મૂળ ગુજરાતના પાલનપુર સાથે સંબંધ ધરાવે છે.

હીરા વેપારી રસેલ મેહતા પણ છે અબજોપતિ....


- હીરા વેપારી રસેલ મેહતા બેલજીયમ બેઝડ રોઝી બ્લૂ ડાયમંડના માલિક છે, મેહતાની આ કંપની વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપનીમાં સ્થાન ધરાવે છે અને તેની પોતાની રિટેલ બ્રાન્ડ ‘ઓરા’ પણ ઘણી જાણીતી.
- રસેલ મેહતાનો પરિવાર સાઉથ મુંબઈમાં રહે છે. તેમની કંપની ભારતની ટોપ 6 ડાયમંડ કંપનીમાં સ્થાન ધરાવે છે.
- રસેલ મેહતા અરુણ કુમાર રમણિકલાલના દીકરા છે જેમણે 1960માં મુંબઈના ઓપેરા હાઉસ ખાતે બી.અરુણકુમાર એન્ડ કં.ની શરુઆત કરી હતી, જેમાં દીલિપ મેહતાએ મદદ કરી હતી. જેને પછીથી રોઝી બ્લૂ ડાયમંડ તરીકે ઓળખવામાં આવવા લાગી.
- રોઝી બ્લૂ ડાયમંડ કંપનીએ ધીમે-ધીમે વૈશ્વિક સ્તરે હીરાના ડિસ્ટ્રીબ્યૂશન અને સોર્સિંગની શરુઆત કરી. હાલ રોઝી બ્લૂ બે ભાગમાં કાર્યરત છે. રોઝી બ્લૂ (India) અને બીજી વિશ્વના અન્ય દેશોમાં વેપાર માટે. રોઝી બ્લૂ ડાયમંડ તમામ કાર્યો રોઝી બ્લૂ ટ્રેડના ટાઈટલ હેઠળ જ થાય છે.
- રસેલ મેહતાના આ બિઝનેસની નેટવર્થની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર, 2011-12માં તેમની નેટવર્થ 4000 કરોડ રૂપિયાની હતી. જે હવે ઘણી બમણા જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- મેહતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘રોઝી બ્લૂએ એક ફેમિલી કોર્પોરેશન છે, જેની હેઠળ વિવિધ ડાયમંડ કંપનીઝને એક કોર ફેમિલીમાં ભેગી કરવામાં આવી છે. અમે પ્રોફેશનલ્સને ડાયમંડ ટ્રેડિંગ સંબંધિત જે ટ્રેનિંગ આપીએ છીએ કદાચ કોઈ કંપની નહીં આપતી હોય.’
- રોઝી બ્લૂની રિટેલ બ્રાન્ડ ઓરાની 2011માં ભારતમાં 30થી વધુ સ્ટોર હતા. રોઝી બ્લૂ ડાયમંડ ભારતના જ્વેલરી કાઉન્સીલમાં સભ્ય પણ છે.

આ કારણે ચર્ચામાં છે આકાશની સાસુ.....


- આકાશ અંબાણીના કથિત ભાવિ સાસુ અને શ્લોકાની માતા મોના મેહતા હાલ અન્ય કારણે ચર્ચામાં છે.
- 3 બાળકોની માતા મોના મેહતા પીએનબી કૌભાંડના આરોપી એવા નિરવ મોદીની સંબંધિ હોવાની ચર્ચા છે. દીકરીની આકાશ અંબાણી સાથેના સગાઈની વાત સામે આવવાની સાથે મોનાના નિરવ મોદી સાથેના સંબંધ પર પણ ચર્ચા થવા લાગી છે.
- શ્લોકાની બહેન દિવ્યા મેહતાના લગ્ન આયુષ જાટિયા (હાર્ડકેસ્ટલ રેસ્ટોરાંના માલિક અમિત જાટિયાના દીકરા) સાથે થયા હતા.
- આ ઉપરાંત મોના અને રસેલનો એક દીકરો પણ છે, જેનું નામ વીરજ મેહતા છે.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)

શ્લોકા મેહતા અને દિવ્યા જાટિયા.
શ્લોકા મેહતા અને દિવ્યા જાટિયા.

- ડાયમંડ કિંગ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે આકાશની સગાઈ થશે તેવી ચર્ચા અગાઉ જ્યારે સામે આવી હતી ત્યારે બંને પરિવારે આ વાતને રદિયો આપ્યો હતો, જોકે નિક્ટના સંબંધીઓ ટૂંક સમયમાં જાહેરાત થવાની વાત હતી.

શ્લોકા મેહતા, દિવ્યા જાટિયા અને મોના મેહતા.
શ્લોકા મેહતા, દિવ્યા જાટિયા અને મોના મેહતા.

- શ્લોકા અને દિવ્યાની માતા હાલ નિરવ મોદી સાથેના કનેક્શનને કારણે વધુ ચર્ચામાં છે.

X
વીરજ મેહતા(ડાબે), મોના મેહતા, રસેલ મેહતા, શ્લેકા મેહતા અને તેની બહેન દિવ્યા જાટિયા (સૌથી જમણે) તથા અન્ય.વીરજ મેહતા(ડાબે), મોના મેહતા, રસેલ મેહતા, શ્લેકા મેહતા અને તેની બહેન દિવ્યા જાટિયા (સૌથી જમણે) તથા અન્ય.
શ્લોકા મેહતા અને દિવ્યા જાટિયા.શ્લોકા મેહતા અને દિવ્યા જાટિયા.
શ્લોકા મેહતા, દિવ્યા જાટિયા અને મોના મેહતા.શ્લોકા મેહતા, દિવ્યા જાટિયા અને મોના મેહતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App