શિરડીના સાંઇ બાબાની મૂર્તિ પાછળ છૂપાયેલું છે આ રહસ્ય, વર્ષોથી છે અકબંધ

સાંઇ બાબાના મોટાભાગના મંદિરોમાં તેમની એક જ છબી ધરાવતી આરસની મૂર્તિ જોવા મળે છે

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 11:44 AM
facts behind the sitting statue of Sai Baba at Shirdi Temple

નેશનલ ડેસ્કઃ આજના સમયમાં સૌથી વધારે જેની પૂજા કરાઈ રહી છે તે છે સાંઇ બાબા. બાકી બધા ભગવાન હતા કે નહીં એ ચર્ચાનો વિષય છે પરંતુ સાંઇ બાબાનો જન્મ થયો, તે સામાન્ય લોકની વચ્ચે રહ્યા અને તેમણે સમાધી લીધી. તેમની પૂજા આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશવિદેશમાં તેમના ચમત્કારની ચર્ચા થાય છે.

સાંઇ બાબાના મોટાભાગના મંદિરોમાં તેમની એક જ છબી ધરાવતી આરસની મૂર્તિ જોવા મળે છે. કહેવાય છે કે, સાંઇના આ આસન વાળી મૂર્તિને શિરડીમાં બનાવવામાં આવી હતી જ્યાં તેમણે સમાધી લીધી હતી. આ મૂર્તિની પૂજા વર્ષ 1954થી સતત કરાઈ રહી છે, આવી મૂર્તિ પાછળ એક રહસ્ય જોડાયેલું છે.

આગળ વાંચોઃ આ રીતે બની સાંઈની આસન વાળી મૂર્તિ...

facts behind the sitting statue of Sai Baba at Shirdi Temple

ભક્તોના દુઃખ દૂર કરવા જાય છે સાંઈ 

એવું ઘણા લોકોનું માનવું છે કે, સાંઇ તેમના ભક્તોના દુઃખ દુર કરવા માટે જાતે જાય છે. એવું જ કંઈક થયું સાંઇની આસન વાળી મૂર્તિ બનાવનાર કલાકાર સાથે, જ્યારે તેણે મૂર્તિ બનાવવા માટે કહેવામાં આવ્યું તો તે સાંઇને યાદ કરવા લાગ્યો.

facts behind the sitting statue of Sai Baba at Shirdi Temple

આ રીતે બની આસન વાળી મૂર્તિ

વર્ષ 1954ની વાત છે, જ્યારે સાંઇ બાબાની મૂર્તિ બનાવવા માટે મુંબઈના બંદર પર ઈટાલીથી માર્બલ આવ્યો હતો. આ માર્બલને કોણે મોકલ્યો અને કયા સરનામે આવ્યો હતો એ વાત અંગે આજે પણ મતભેદ છે. બસ એ માર્બલ પર ઈટાલી લખેલું હતું તેના પરથી ખબર પડી કે તે ત્યાંથી આવ્યો છે. ત્યારબાદ સાંઇની મૂર્તિને બનાવવાનું કામ વસંત તાલીમને સોંપવામાં આવ્યું. મૂર્તિ બનાવતી વખતે જ્યારે તેણે કંઈ ખબર ન પડી તો તે નિરાશ થઈને બેસી ગયો અને કહેવા લાગ્યો કે બાબા મને એટલી શક્તિ આપો કે હું એવી મૂર્તિ બનાવું જે મનમોહક હોય. ત્યારબાદ બાબાએ જાતે દર્શન આપ્યા અને ત્યારબાદ તે આસન વાળી મૂર્તિ બની.

facts behind the sitting statue of Sai Baba at Shirdi Temple

આજે આ મૂર્તિને કરોડોની સંખ્યામાં લોકો પૂજે છે અને શિરડીમાં આજે પણ એ જ મૂર્તિ સ્થાપિત છે. જેમાં લાગે છે કે, સાંઇ બાબા આપણને જોઈ રહ્યા છે.

facts behind the sitting statue of Sai Baba at Shirdi Temple
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App