ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» પૈસાની તંગીના કરણે પત્નીએ આપ્યા ડિવોર્સ, પતિની કિસ્મત બદલાઈ તો ઓડીમાં ફરવા લાગ્યો | Due to the shortage of money the wife left than changed luck and buy Audi

  પૈસાની તંગીના કરણે પત્નીએ આપ્યા ડિવોર્સ, પતિની કિસ્મત બદલાઈ તો ઓડીમાં ફરવા લાગ્યો

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 11:26 AM IST

  FB પર કાર સાથે તસવીર પોસ્ટ કરતો જેથી તેની પૂર્વ પત્નીને ખબર પડે કે તે કેવી સારી રીતે જિંદગી જીવી રહ્યો છે
  • પૈસાની તંગીના કરણે પત્નીએ આપ્યા ડિવોર્સ, પતિની કિસ્મત બદલાઈ તો ઓડીમાં ફરવા લાગ્યો
   પૈસાની તંગીના કરણે પત્નીએ આપ્યા ડિવોર્સ, પતિની કિસ્મત બદલાઈ તો ઓડીમાં ફરવા લાગ્યો

   નેશનલ ડેસ્કઃ દિલ્હીમાં રહેતા એક યુવકે તેની પૂર્વ પત્ની સામે વટ પાડવા માટે ઓડી કાર ચોરી. રસપ્રદ વાત એ છે કે, આ કાર એની જ હતી, જેને તેણે પૈસાની જરૂર પડતા વેચી દીધી હતી. પરંતુ તેનાથી રહેવાયું નહી અને જેને કાર વેચી હતી, તેના ઘરેથી જ એ કાર ચોરી લાવ્યો.

   જુગારમાં હારી ગયો મોટી રકમ


   26 વર્ષીય અમિત કુમારને ગત વર્ષે ઓડી કાર વેચવી પડી હતી કારણ કે તે જુગારમાં ઘણા પૈસા હારી ગયો હતો. ઓડી કાર ચોરી કરવા પાછળનું કારણ ઘણુ રસપ્રદ છે. તેની પાસે ઓડીની ડુપ્લીકેટ ચાવી હતી. તે તેને સરળતાથી ચોરી લાવ્યો. જોકે, પોલીસે ગત શનિવારે તેને દિલ્હીના દ્વારકાથી ગાડી સહિત પકડી લીધો છે. પોલીસને તેની પાસેથી ઓડી સાથે સાથે પિસ્તોલ અને કેટલીક ગોળીઓ પણ મળી છે.

   15 હજાર હતો તેનો પગાર


   જોકે, આ બધુ તેણે એટલા માટે કર્યું કારણ કે તે તેની પૂર્વ પત્નીને બતાવવા માંગતો હતો કે તે લૂઝર નથી. પોલીસે જણાવ્યું કે, અમિતની પત્નીએ તાજેતરમાં જ ડિવોર્સ આપ્યા છે. તે એક કોલ સેન્ટરમાં કામ કરતો હતો, જ્યાંથી તેને 15 હજાર રૂપિયા મહિને મળતા હતા. વર્ષ 2013માં તેના લગન થયા હતા, અને વધારે કમાણી ના હોવાના કારણે પત્નીએ તેને છોડી દીધો હતો.

   ઝડપથી પૈસા કમાવવા કરવા લાગ્યો ગુનાખોરી


   પત્નીએ ડિવોર્સ લીધા બાદ ધનવાન બનાવાની લાલસા અને પૂર્વ પત્ની સામે વટ પાડવા માટે તેણે ઘણા પ્રકારના ગુનાહિત કૃત્યોમાં સામેલ થઈ ગયો. ઝડપથી પૈસા કમાવવા માટે જમીનો પર કબ્જો, જુગાર, ક્રિકેટ પર સટ્ટો લગાવવા લાગ્યો. તેની કિસ્મતે પણ તેનો સાથ આપ્યો અને તે ઝડપથી કામોમાંથી પૈસા કમાવવા લાગ્યો.

   20 લાખ ભરી ખરીદી ઓડી એ4


   તેણે ઝડપથી 20 લાખ રૂપિયા રોકડા આપીને ઓડી એ4 ખરીદી લીધી. પરંતુ ગત વર્ષે તેની કિસ્મતે સાથ ના આપ્યો અને તે જુગારમાં ઘણો પૈસો હારી ગયો. દેવુ ચૂકવવા માટે તેણે તેની ઓડી કાર વેચી દીધી પરંતુ તે વધારે દિવસ તેના વગર રહી ના શક્યો અને કારની ડુપ્લીકેટ ચાવી હોવાના કારણે તેણે કાર ચોરી લીધી.

   ફેસબુક પર પોસ્ટ કરતો તસવીર


   પોલીસના જણાવ્યા પ્રમાણે, અમિતે તેમને જણાવ્યું કે, તે તેની પૂર્વ પત્નીને બતાવવા માંગતો હતો કે તે લૂઝર નથી. પોલીસે જણાવ્યું કે, અમિત ફેસબુક પર કારની સાથે તસવીર પોસ્ટ કરતો હતો જેથી તેની પૂર્વ પત્નીને ખબર પડી શકે કે, તે કેવી સારી રીતે જિંદગી જીવી રહ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પૈસાની તંગીના કરણે પત્નીએ આપ્યા ડિવોર્સ, પતિની કિસ્મત બદલાઈ તો ઓડીમાં ફરવા લાગ્યો | Due to the shortage of money the wife left than changed luck and buy Audi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `