તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરળઃ લગ્ન છોડી પૂર પીડિતોની સારવાર કરવા પહોંચ્યો ડોક્ટર, દરરોજ 100-150 લોકોની ફ્રીમાં કરે છે સારવાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ કેરળ સ્થિત કોટ્ટાયમના મડાપલ્લીમાં એક ફેમિલી હેલ્થ સેન્ટર પર આસિસ્ટન્ટ સર્જન કરુણ સી દાસના લગ્ન 19 ઓગસ્ટના રોજ હતા. તેમણે save the date કેપ્શન સાથે પોતાની મંગેતરની સાથે તસવીર પોસ્ટ કરી હતી, પરંતુ હાલ આવું ના થઈ શક્યું. પૂરના કારણે અરુણે લગ્ન ટાળી દીધા છે. હવે તસવીર બીજી છે. એક રાહત શિબિરમાં બેસેલો અરુણ, પૂર પીડિતોની સારવાર કરી રહ્યો છે.

 

દરરોજે 100 દર્દીઓનો કરે છે ઈલાજ


ચંગાનસેરી સ્થિત એક રાહત શિબિરમાં અરુણ પ્રતિદિન 100થી વધારે દર્દીઓનો ઈલાજ કરી રહ્યો છે. કોટ્ટાયમ સ્થિત તેનો અને વયાનાડ સ્થિત તેની મંગેતરનું ઘર પૂરની ઝપેટમાં આવી ગયું છે. તેના સગા રાહત શિબિરોમાં પહોંચ્યા છે. અરુણ પણ તેની ટીમ સાથે રાહત શિબિર પહોંચી ગયો છે. રાહત શિબિરમાં અરુણની ટીમમાં 4 ડોક્ટર છે.

 

શિફ્ટમાં કામ કરતા ડોક્ટર્સ આખો દિવસ કામ કરે છે


30 વર્ષીય અરુણે કહ્યું કે, જો હું અહીંયા ના રહેતો તો તેનો અર્થ એ હતો કે માત્ર 2 લોકો રહી જાત એવામાં ભારે મુશ્કેલી આવી જાત પછી મેં પણ આવવાનો નિર્ણય લીધો. આ ડોક્ટર જે હંમેશા શિફ્ટમાં કામ કરે છે, તે આખો દિવસ કામ કરી રહ્યા છે. એક પછી એક કોઈને કોઈ ડોક્ટર રાહત શિબિરમાં હાજર રહે છે. અરુણે કહ્યું કે, તે દરરોજે 100થી 150 લોકોને જોવે છે જેમની પાસે દવાની ચીઠ્ઠી નથી અથવા તે પોતાની દવા વિશે નથી જાણતા.

 

આ પણ વાંચો - કેરળ પૂરઃ પીડિતોને બચાવવા પાણીમાં સૂતો NDRF જવાન, પીઠ પર પગ મૂકી બોટમાં ચડી મહિલાઓ

અન્ય સમાચારો પણ છે...