Divya Bhaskar

Home » National News » In Depth » શાહે કર્ણાટકમાં ભગવો લહેરાવવા ઘડી હતી આ રણનીતિ, 34 દિવસમાં પાડ્યો 'ખેલ' | BJP achieved karnatka fort through bjp president amit shah valour

શાહે કર્ણાટકમાં ભગવો લહેરાવવા ઘડી હતી આ રણનીતિ, 34 દિવસમાં પાડ્યો 'ખેલ'

Divyabhaskar.com | Updated - May 17, 2018, 11:24 AM

PM મોદીએ સખત મહેનત અને સમર્પણ મામલે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ઉદાહરણ આપ્યું હતું

  • શાહે કર્ણાટકમાં ભગવો લહેરાવવા ઘડી હતી આ રણનીતિ, 34 દિવસમાં પાડ્યો 'ખેલ' | BJP achieved karnatka fort through bjp president amit shah valour
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ મંગળવાર(15 મે)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાજપ કાર્યકર્તાઓને સખત મહેનત અને સમર્પણ મામલે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ઉદાહરણ આપ્યું હતું. તે સમયે અમિત શાહ કર્ણાટક ચૂંટણીના પરિણામોને ભાજપ પક્ષ તરફી લાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યા હતા. શાહે કર્ણાટક ચૂંટણી દરમિયાન રાજ્યમાં 34 દિવસ પસાર કર્યા. પાર્ટી સૂત્રો પ્રમાણે આ દરમિયાન તેમણે 28 જિલ્લામાં 57135 કિલોમીટરની મુસાફરી કરી.

    59 જનસભા અને 25થી વધારે રોડ શો


    બીજેપી અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પહેલા જ પાર્ટી માટે કાર્યકર્તાઓનું નેટવર્ક તૈયાર કરી લીધું હતું. ચૂંટણી સાથે જોડાયેલી દરેક સંભવિત તૈયારીઓ અમિત શાહ બે મહિના પહેલા જ કરી ચૂક્યા હતા. તેમણે પ્રચાર વખતે માત્ર પ્રચાર જ કર્યો. માત્ર 59 જનસભાઓ કરી અને 25થી વધારે રોડ શો કર્યા. ભાજપ સૂત્રોનું કહેવું છે કે, અમિત શાહની હાજરીના કારણે કાર્યકર્તા ગત વર્ષ થયેલી બે પેટા ચૂંટણી હારવાની વાતનો અફસોસ ભૂલી ગયા.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો કેવી રીતે પહોંચ્યા લોકો સુધી...

  • શાહે કર્ણાટકમાં ભગવો લહેરાવવા ઘડી હતી આ રણનીતિ, 34 દિવસમાં પાડ્યો 'ખેલ' | BJP achieved karnatka fort through bjp president amit shah valour
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મોદી સરકારના કામોને પહોંચાડ્યા લોકો સુધી

     

    શાહે ચૂંટણી પહેલા જ નક્કી કરી લીધુ હતું કે, દરેક વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાના નેતા કોણ હશે. શાહની નજર બૂથ લેવલના કાર્યકર્તાઓ પર પણ રહી. શાહ બૂથ લેવલ કાર્યકર્તાઓના સમ્મેલનમાં પણ સામેલ થયા. તેમણે કાર્યકર્તાઓને મતદાતા સુધી પહોંચવા અને મોદી સરકારના કામોને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી આપી. તેના માટે શાહે બૂથ લેવલથી લઈને જિલ્લા લેવલની બેઠકોમાં પણ ભાગ લીધો.

     

  • શાહે કર્ણાટકમાં ભગવો લહેરાવવા ઘડી હતી આ રણનીતિ, 34 દિવસમાં પાડ્યો 'ખેલ' | BJP achieved karnatka fort through bjp president amit shah valour
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્રચારની કમાન એપ્રિલથી લીધી હતી હાથમાં

     

    લિંગાયત મતદારોને પોતાના પક્ષમાં લેવા માટે શાહે ઘણા મઠોની યાત્રા પણ કરી. તે સમયે સ્થાનિક નેતા હમેશા તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના મંત્રીઓ પર શાબ્દિક હુમલા નહોતા કરી રહ્યા. પરંતુ જેવા અમિત શાહે સિદ્ધારમૈયા સરકાર પર હુમલો કરવાનું શરૂ કર્યું કે સિદ્ધારમૈયા સરકાર દલિત નથી, તે હિન્દૂ વિરોધી છે. તેમણે લિંગાયત મતદારોને બીજેપી સાથે જોડાયેલા રાખવા માટે સતત મહેનત કરી. સમુદાયોનું સમર્થન મેળવવા માટે તેમણે સતત રેલીઓ કરી. શાહ આ દરમિયા ક્યારેય પણ મુખ્યમંત્રી ઉમેદવાર અને લિંગાયત સમુદાયથી આવતા બીએ યેદિયુરપ્પાના ભરોસે ના દેખાયા. શાહે આખા પ્રદેશમાં પ્રચારની કમાન એપ્રિલના પહેલા સપ્તાહથી પોતાના હાથમાં લઈ લીધી હતી.

  • શાહે કર્ણાટકમાં ભગવો લહેરાવવા ઘડી હતી આ રણનીતિ, 34 દિવસમાં પાડ્યો 'ખેલ' | BJP achieved karnatka fort through bjp president amit shah valour
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending