તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય પરિવારમાંથી આવતા BTech સ્ટુડન્ટને સૌથી મોટી પ્રયોગશાળાએ આપ્યું 98 લાખનું પેકેજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ બિરલા સંસ્થામાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાંથી બીટેક કરી રહેલા ચોથા વર્ષના વિદ્યાર્થી મુનીર ખાનને મોટી ઉપલબ્ધિ હાથ લાગી છે. જેનેવા સ્થિતિ યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ(સર્ન)એ 98 લાખના પેકેજ પર મુનીરનું પ્લેસમેન્ટ કર્યું છે. દાવો છે કે, આ પેકેજ આ વર્ષે કોઈ ભારતીયને આપવામાં આવેલું સૌથી મોટું પેકેજ છે.

 

ભારત સરકાર દ્વારા કરાઈ ચૂક્યો છે સન્માનિત


સર્ન દુનિયાની સૌથી મોટી કણ ભૌતિકી પ્રયોગશાળા છે. સંસ્થામાં અભ્યાસ દરમિયાન જ મુનીર ખાન લિયોજોન્સ યુનિવર્સિટી ફ્રાન્સ, હોમ્સ સ્ટેટ યૂનિવર્સિટી રશિયા, ડીઆરડીઓ દહેરાદૂન તથા એનઆઈટી કાલીકટના ઈલેક્ટ્રોનિક્સ તથા કોમ્પ્યુટર સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપી ચૂક્યો છે. તેને ભારત સરકારે વિજ્ઞાત તેમજ ટેક્નિકલ વિભાગના યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત પણ કર્યો છે.

 

સામાન્ય પરિવારમાંથી આવે છે મુનીર


સંસ્થાના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગના અધ્યક્ષ અને બે વખત શોધ માટે સર્ન જઈ ચૂકેલા ડો. હેમ પાંડેએ જણાવ્યું કે મુનીર ખાનને અભ્યાસ દરમિયાન જ બોસ્ટ યુનિવર્સિટીમાં પીએચડી માટે ફેલોશિપ માટે પસંદ કરાઈ ચૂક્યો છે. લખનઉના સમાન્ય પરિવાર સાથે સંબંધ રાખનાર મુનીર ખાને તેની આ ઉપલબ્ધિ માટે સંસ્થાના નિદેશક પ્રો. બીએસ બિષ્ઠ, વિભાગાધ્યક્ષ પ્રો. હેમ પાંડે, તમામ શિક્ષકો તથા પરિવારજનોનો આભાર માન્યો છે. આ વિશ્વસ્તરીય ઉપલબ્ધિ પર સંસ્થાના નિદેશક, વિભાગાધ્યક્ષ, ડો. નીરજ પાંડેએ મુનીરને અભિનંદર પાઠવ્યા છે.

 

સર્ન વિશે જાણો


પાર્ટીકલ ફિઝિક્સની વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા સર્ન છે. આ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની સરહદ પર જિનેવાના ઉત્તર-પશ્ચિમ ઉપનગરિય વિસ્તારમાં છે. આ સંસ્થામાં 20 યુરોપીય સભ્ય દેશો છે. વર્તમાનમાં લગભગ 2600 સ્થાયી કર્મચારી તથા દુનિયાભરમાં કોઈ 500 યુનિવર્સિટી તેમજ 80 રાષ્ટ્રોના લગભગ 7930 વૈજ્ઞાનિક તેમજ એન્જીનીયર્સ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...