ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» મહિલા કોન્સ્ટેબલે બિનવારસી નવજાતને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ | Bengaluru women constable breast feeds abandoned bewborn baby

  મહિલા કોન્સ્ટેબલે બિનવારસી નવજાતને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, થઈ રહ્યા છે ભરપૂર વખાણ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 05:39 PM IST

  કોન્સ્ટેબલે વાતને માત્ર બાળકની ભૂખ શાંત કરવાની એક સ્વાભાવિક રીત માની છે
  • મહિલા કોન્સ્ટેબલે બિનવારસી નવજાતને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, થઈ રહ્યા છે ભરપૂર વખાણ
   મહિલા કોન્સ્ટેબલે બિનવારસી નવજાતને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, થઈ રહ્યા છે ભરપૂર વખાણ

   નેશનલ ડેસ્કઃ ભૂખના કારણે ચોધાર આંસુએ રડી રહેલા બિનવારસી બાળકને બ્રેસ્ટફીડ કરાવતી બેંગ્લોરની કોન્સ્ટેબલ અર્ચનાનાં ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સ અર્ચનાને મમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવી રહ્યા છે. જ્યારે અમુક યુઝર્સ અન્ય પોલીસકર્મીને પણ મહિલા કોન્સ્ટેબલ જેવી ઉદારતા રાખવાની સલાહ આપી રહ્યા છે. જોકે, અર્ચનાએ આ વાતને માત્ર બાળકની ભૂખ શાંત કરવાની એક સ્વાભાવિક રીત માની છે.

   શું કહે છે અર્ચના?


   મીડિયા સાથેની વાતચીત દરમિયાન અર્ચનાએ કહ્યું, ''મને લાગે છે કે બાળકને શાંત કરાવવાની માત્ર આ એક રીત હતી.' વધુમાં તેણે કહ્યું, 'મને એમ લાગે છે કે બાળક થોડી મિનિટ્સ પહેલા જ જન્મ્યું હશે. જ્યારે મેં જોયું તો બાળક રડી રહ્યું હતું અને એક માતા હોવાના કારણે, મને લાગ્યું કે, તે ભૂખ્યું હશે. બાદમાં મેં તેને ખોળામાં લીધું અને બ્રેસ્ટ ફીડ કરાવ્યું. ત્યારબાદ બાળકે રડવાનું બંધ કરી દીધું.''

   5 મહિનાના બાળકની માતા


   અર્ચના પોતે પણ 5 મહિનાના બાળકની માતા છે અને તેણીએ તાજેતરમાં જ મેટરનીટી લિવ બાદ ફરી નોકરી જોઈન કરી છે. અર્ચના કહે છે, ''જ્યારે હું બાળકને ફીડિંગ કરાવી રહી હતી ત્યારે મને એમ લાગી રહ્યું હતું કે, જાણે એ મારો જ પુત્ર છે.'' 32 વર્ષીય અર્ચના છેલ્લા 5 વર્ષથી સોફ્ટવેર પાવર હાઉસ પાસે બનેલા ઈલેક્ટ્રોનિક્સ સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે.

   ચારેબાજુ થઈ રહી છે પ્રશંસા


   કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કોન્સ્ટેબલ અર્ચનાના વખાણ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આ અર્ચનાનું વખાણવા લાયક પગલું છે. આ ઉપરાંત કુમારસ્વામીએ અર્ચનાને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આટલું જ નહીં બાળકનું નામ પણ કુમારસ્વામી રાખવામાં આવ્યું છે. અર્ચનાના પતિ પણ તેના આ પગલાથી એકદમ ખુશ છે.

   ક્યાં મળ્યું હતું બાળક


   પ્રાપ્ત વિગતો અનુસાર, કન્સ્ટ્રક્શન સાઈટ પર કોઈ નવજાત બાળકને ત્યજીને જતું રહ્યું હતું. સ્થાનિક લોકોએ બિનવારસી પડેલા બાળકને જોયા બાદ પોલીસને માહિતી આપી. માહિતી મળતા પોલીસ પહોંચી તો બાળકની સ્થિતિ બહુ ખરાબ હતી. બાદમાં બાળકને હોસ્પિટલમાં લઈ જવાયું હતું. સારવાર બાદ બાળકને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં અર્ચનાએ તેને લીધો અને ફીડિંગ કરાવ્યું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહિલા કોન્સ્ટેબલે બિનવારસી નવજાતને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ | Bengaluru women constable breast feeds abandoned bewborn baby
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `