Divya Bhaskar

Home » National News » In Depth » બેંગ્લોરઃ ઓફિસના છેલ્લા દિવસે ઘોડા પર સવાર થઈને ઓફિસ પહોંચ્યો યુવક | Bengaluru IT engineer riding horse for office on last day of job

બેંગ્લોરઃ નોકરીના છેલ્લા દિવસે ઘોડા પર સવાર થઈને ઓફિસ પહોંચ્યો યુવક

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 12:41 PM

ઘોડા પર યુવકે એક બોર્ડ પણ લગાવ્યું, જેના પર લખ્યું હતું, સોફ્ટવેર એન્જીનિયર તરીકે છેલ્લો દિવસ

  • બેંગ્લોરઃ ઓફિસના છેલ્લા દિવસે ઘોડા પર સવાર થઈને ઓફિસ પહોંચ્યો યુવક | Bengaluru IT engineer riding horse for office on last day of job
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ ઓફિસનો છેલ્લો દિવસ સહુ કોઈ યાદગાર બનાવવા માંગતુ હોય છે. એટલા માટે કોઈ ફેરવેલ રાખે છે. પરંતુ બેંગ્લોરના એક વ્યક્તિએ આ બધાને પાછળ રાખીને એવું કારનામું કર્યું છે જે કદાચ જ તમે વિચાર્યું હશે. અમે વાત કરી રહ્યા છીએ એક સોફ્ટવેર એન્જીનિયર રૂપેશ કુમાર વર્માની. જેણે ગુરુવારે તેની નોકરીના છેલ્લા દિવસે ઘોડા પર સવાર થઈને ઓફિસ પહોંચ્યો.

    રોડ પર લોકો તેની તસવીર લેવા લાગ્યા


    જી હાં, બાઈક, કાર, ટેક્સીથી તો સહુ કોઈ ઓફિસ જતા હોય છે પરંતુ આ વ્યક્તિ એન્જીનિયર છે એટલે જ્યાં સુધી તે કંઈક અલગ ના કરે ત્યાં સુધી તેને ચેન ના પડે. વરરાજાની જેમ ઘોડા પર સવાર રૂપેશે એક બોર્ડ પણ લગાવી રાખ્યું હતું, જેના પર લખેલું હતું કે, સોફ્ટવેર એન્જીનિયર તરીકે છેલ્લો દિવસ. તેણે બાકાયદા ઓફિસનો ફોર્મલ ડ્રેસ પહેર્યો હતો. લોકો તેની તસવીર લેવા લાવ્યા અને હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    બેંગ્લોરના ટ્રાફિકની સમસ્યાથી પરેશાન હતો


    જ્યારે તેની સાથે વાત કરવામાં આવી તે તેણે જણાવ્યું કે, બેંગ્લોરના ટ્રાફિકની સમસ્યાથી તે પરેશાન છે. એક જ જગ્યાએ ટ્રાફિકના કારણે કલાકો સુધી ઉભા રહેવું પડે છે. એટલા માટે ગાડી છોડીને ઘોડી પર જવાનો પ્લાન કર્યો. રૂપેશ રાજસ્થાનના પિલાનીનો રહેવાસી છે. પહેલા તે આર્મીમાં જવા માંગતો હતો, પરંતુ આઈટી એન્જીનિયર બની ગયો. તેમણે બાળપણમાં ઘોડેસવારી શીખી હતી. કહ્યું, ઘરેથી મારી ઓફિસ 10 કિલોમીટર દૂર છે. છેલ્લા દિવસે તે સાત વાગ્યે ઘરેથી ઘોડા પર સવાર થઈને ગયો અને 2 વાગ્યે ઓફિસ પહોંચ્યો.

    એક તીરથી સાધ્યા બે નિશાન


    રૂપેશે જણાવ્યું કે, ઓફિસમાં આ તેનો છેલ્લો દિનવસ હતો. હવે તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરશે. પણ છેલ્લા દિવસે તેમણે કંઈક ખાસ બનાવવા માટે વિચાર્યું. એટલા માટે તેણે ઘોડા પર ઓફિસ જવાનું વિચાર્યું. એક તીરથી બે નિશાન સાધી લીધા. એક તો ટ્રાફિકની સમસ્યા માટે મેસેજ આપ્યો અને બીજું એ કે તે પણ ચર્ચામાં આવી ગયો. ટ્રાફિક વિશે કહ્યું કે, આપણી પાસે આઈટી સંસાધનો છે. તેનો ઉપયોગ કરીને આપણે આ ટ્રાફિકનું સોલ્યૂશન કાઢવું જોઈએ.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • બેંગ્લોરઃ ઓફિસના છેલ્લા દિવસે ઘોડા પર સવાર થઈને ઓફિસ પહોંચ્યો યુવક | Bengaluru IT engineer riding horse for office on last day of job
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • બેંગ્લોરઃ ઓફિસના છેલ્લા દિવસે ઘોડા પર સવાર થઈને ઓફિસ પહોંચ્યો યુવક | Bengaluru IT engineer riding horse for office on last day of job
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • બેંગ્લોરઃ ઓફિસના છેલ્લા દિવસે ઘોડા પર સવાર થઈને ઓફિસ પહોંચ્યો યુવક | Bengaluru IT engineer riding horse for office on last day of job
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending