Home » National News » In Depth » લેપટોપ ચાર્જિંગમા મૂકીને ના સૂતા, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આ વ્યક્તિ જેવી ઘટના | battery explodes on mans face while using laptop during charging at night

લેપટોપ ચાર્જિંગમા મૂકીને ના સૂતા, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આ વ્યક્તિ જેવી ભયંકર દુર્ઘટના

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 12:19 PM

ઘટનાના 6 મહિના બાદ પણ હજુ વ્યક્તિ બેડ અને વ્હીલચેર પર, અત્યાર સુધી ચહેરાના 30થી વધારે ઓપરેશન થયા અને 40 લાખનો ખર્ચ

 • લેપટોપ ચાર્જિંગમા મૂકીને ના સૂતા, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આ વ્યક્તિ જેવી ઘટના | battery explodes on mans face while using laptop during charging at night
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  નિશાંત કેડીયા તેના પરિવાર સાથે

  નેશનલ ડેસ્કઃ રાત્રે લેપટોપ અને મોબાઈલ ચાર્જિંગમાં લગાવીને ઉંઘવું આપણી રોજિંદી આદતોમાં સામેલ છે. આપણી નાની એવી ભૂલ કેટલી મોટી સજા બની શકે છે એ વાતનો અંદાજો તમે આ વ્યક્તિની સ્ટોરી વાંચીને લગાવી શકો છો. આ ભૂલે 40 વર્ષની ઉંમરમાં હસતા રમતા પરિવાર અને સારી નોકરી સાથે સુખમય જીવન પસાર કરી રહેલા નિશાંત કેડિયાની જિંદગી બદલી નાખી.

  માતાપિતાનો એક માત્ર સંતાન


  માતાપિતાનો એક માત્ર સંતાન નિશાંત કેડિયા સિમેન્ટનો બિઝનેસ કરતા હતા. ઓફિસમાં કામ પૂર્ણ કર્યા બાદ મોડી રાત સુધી ઘરે તેમણે લેપટોપની મદદથી બિઝનેસનું કામ પૂર્ણ કરવું પડતું હતું. 9 ડિસેમ્બર, 2017ના રોજ નિશાંતના માતાપિતા કોઈ લગ્નમાં ગયા હતા. ઘરે નિશાંત, તેની પત્ની અને બન્ને બાળકો હતા. રાત્રે લગભગ 1 વાગીને 11 મિનિટે નિશાંત લેપટોપ પર કામ કરી રહ્યો હતો અને પત્નીને બીજા રૂમમાં ઉંઘી જવા માટે કહ્યું. કામ કરતા કરતા નિશાંતને ક્યારે ઉંઘ આવી ગઈ તેને ખબર ના પડી. લેપટોપ ચાલુ રાખીને તે સુઈ ગયો.

  જોતજોતામાં આખો રૂમ આગમાં હોમાયો


  રાત્રે લગભગ 2 વાગ્યે નિશાંતના રૂમમાં જોરદાર ઘમાકાનો અવાજ આવ્યો. બાજુના રૂમમાં સૂતેલી તેની પત્ની દોડીને પહોંચી તો રૂમનો દરવાજો નહોતો ખુલી રહ્યો. પાડોશીની મદદથી કોઈ રીતે દરવાજો ખોલવામાં આવ્યો. અંદનો માહોલ જોઈને બધા ચોંકી ગયા, આખો રૂમ ભીષણ આગમાં હોમાઈ ગયો હતો અને ધુમાડો ધુમાડો થઈ ગયો હતો. બેડ, ટીવી, એસી, બ્લેન્કેટ સહિત આસપાસનો બધો સામાન સળગી ચૂક્યો હતો. નિશાંત બાથરૂમમાં સોવરની નીચે બેભાન પડ્યો હતો. હકીકતમાં જ્યારે લેપટોપ ગરમ થઈને ફાટ્યું ત્યારે નિશાંતની ઉંઘ ઉડી ગઈ. તે દરવાજા તરફ દોડ્યો, પરંતુ દરવાજો ના ખુલ્યો તો તેણે શરીરની બળતરા ઓછી કરવા માટે બાથરૂમમાં પહોંચ્યો અને સોવર ચાલુ કરીને તેની નીચે બેસી ગયો.

  આગળ વાંચો, ઘટનાની વધુ વિગતો...

 • લેપટોપ ચાર્જિંગમા મૂકીને ના સૂતા, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આ વ્યક્તિ જેવી ઘટના | battery explodes on mans face while using laptop during charging at night
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  નિશાંત કેડીયા

  આ કારણે ફેલાઈ આગ


  નિશાંતના બિઝનેસ પાર્ટનર અને તેના પિતરાઈ ભાઈ પ્રદીપ કેડિયા પ્રમાણે, લેપટોપ બ્લાસ્ટ થવાનું સૌથી મોટું કારણ હતું તેને ચાર્જિંગમાં રાખવાનું. નિશાંત ઉંઘી ગયા બાદ લેપટોપ બ્લેન્કેટ નીચે જતું રહ્યું. બેડનની નીચે પણ પ્લાસ્ટિક લગાવેલું હતું કારણ કે, નિશાંતના બાળકો પણ એ બેડ પર જ સૂતા હતા. પ્લાસ્ટિક અને સિન્થેટિક બ્લેન્કેટ હોવાના કારણે લેપટોપ ગરમ થઈ ગયું અને ફાટી ગયું.

 • લેપટોપ ચાર્જિંગમા મૂકીને ના સૂતા, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આ વ્યક્તિ જેવી ઘટના | battery explodes on mans face while using laptop during charging at night
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નિશાંત કેડીયા

  11 દિવસ સુધી ના જોવા મળ્યો કોઈ સુધારો


  પાડોશીઓની મદદથી કોઈ પણ રીતે નિશાંતને રાંચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. 11 દિવસો સુધી સતત સારવાર બાદ સ્થિતિમાં સુધારો ના થતો જોઈને પરિવારજનો 20 જાન્યુઆરીના રોજ મુંબઈ લઈ ગયા. મુંબઈમાં નિશાંતના ચહેરાનાં 30થી વધારે ઓપરેશન થયા. પાંચ મહિના સુધી સતત નિશાંતની સારવાર થતી રહી. ધમાકાની અસર નિશાંતના આખા શરીર પર પડી. તેના આખા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. હાથ અને પગે કામ કરવાનું બંધ કરી દીધું.

   

 • લેપટોપ ચાર્જિંગમા મૂકીને ના સૂતા, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આ વ્યક્તિ જેવી ઘટના | battery explodes on mans face while using laptop during charging at night
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  પેરાલિસિસનો શિકાર થયો


  12 માર્ચના રોજ નિશાંત પેરાલિસિસનો શિકાર થઈ ગયો. નિશાંતનાં શરીરનો ડાબો ભાગ સંપૂર્ણ રીતે કામ કરતો બંધ થઈ ગયો. નિશાંત ધીમે ધીમે જીવવાની આશા છોડી ચૂક્યો હતો, પરંતુ ડોક્ટર્સની ટીમે કોઈ પણ રીતે તેને બચાવી લીધો. 28 મેના રોજ મુંબઈથી રાંચી પાછા આવી ગયા, પરંતુ હજુ પણ નિશાંત બેડ અને વ્હીલચેર પર જિંદગી અને મોતની જંગ લડી રહ્યો છે.

   

 • લેપટોપ ચાર્જિંગમા મૂકીને ના સૂતા, નહીં તો તમારી સાથે પણ બની શકે છે આ વ્યક્તિ જેવી ઘટના | battery explodes on mans face while using laptop during charging at night
  પ્રતિકાત્મક તસવીર

  અત્યાર સુધી 40 લાખથી વધારેનો ખર્ચ થયો


  નિશાંતની ઘટનાથી પરિવારજનોએ એવી શીખ લીધી કે હવે રાત્રે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ પણ ચાર્જમાં લગાવીને નથી સૂતા. ઓફિસમાં જે લેપટોપ વાપરે છે તે નીચે ફેન પ્લેટનો ઉપયોદ કરવાનું નથી ભુલતા. નિશાંતની ઓફિસ આજે પણ ખાલી છે અને દરરોજે તે સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે. સારવારમાં અત્યાર સુધી 40 લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ થઈ ચૂક્યો છે. નિશાંતના નાના ભાઈનું મોત સાત વર્ષ પહેલા કરંટ લાગવાથી થઈ ગયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ