રીક્ષાચાલકે બાળકો માટે આજીવન FREEમાં ભણતરની કરી કમાણી, જાણો કેવી રીતે

રીક્ષાચાલક પોતાનું દેવું ચૂકવી શકતો હતો, પણ તેણે એમ ન કર્યું

divyabhaskar.com | Updated - Mar 12, 2018, 05:07 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નેશનલ ડેસ્કઃ જ્યાં 100-200 રૂપિયા માટે લોકો એકબીજાને નીચું બતાવવા અને માર મારતા કદાચ જ અચકાતા હોય ત્યાં 80 હજારની વાત હોય તો કોઈ શંકાની વાત નથી. પરંતુ મુંબઈના એક ઓટો ચાલકની ઈમાનદારી વખાણવા લાયક છે જેણે આ વાતને એકદમ ખોટી સાબિત કરી દીધી. તેમની રીક્ષામાં થોડા દિવસ પહેલા નોટોથી ભરેલી બેગ ભૂલીને પેસેન્જર ઉતરી ગયું પરંતુ રિક્ષા ચાલકે એ પૈસા પોતાના પાસે રાખવાના બદલે તેના માલિક સુધી પહોંચાડીને એ સાબિત કરી દીધું કે આ જમાનામાં પણ ક્યાંકને ક્યાંક સત્ય અને પ્રામાણિકતા યથાવત રહી છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો સમગ્ર ઘટના...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

મુંબઈમાં ઓટો ચલાવનાર અમિત ગુપ્તા ઈચ્છતા તો તેમને મળેલા 80 હજાર રૂપિયા પોતાની પાસે રાખીને દેવું ચૂકવી શકતા હતા, પરંતુ એવું કરવાના બદલે તેમણે નોટોની બેગ તેના માલિક સુધી પહોંચાડવાને પોતાની ફરજ માની. આ પર્સ ચેમ્બૂરમાં અરુણોદય ઈંગ્લિશ સ્કૂલ ચલાવનારી સરલા નંબૂદિરીનું હતું. તેમણે જણાવ્યું કે, બે મહિના પહેલા 21 ડિસેમ્બરના રોજ તેમણે રીક્ષા કરી હતી અને તેમાંથી ઉતરતી વખતે પોતાની બેગ રીક્ષામાં જ ભૂલી ગયા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રીક્ષામાંથી ઉતર્યા બાદ જ્યારે સરલાને બેગ યાદ આવી તો તે હેરાન પરેશાન થઈ ગઈ કારણ કે, બેગમાં 80 હજાર રૂપિયા સિવાય ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિગ લાયસન્સ, પાન કાર્ડ, ગાડીનાં ડોક્યુમેન્ટ્સ, બે મોબાઈલ ફોન સાથે ઘર અને લોકરની ચાવીઓ પણ હતી. 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સરલાએ જણાવ્યું કે, મને ખબર નથી પડતી કે હું શું કરું? હું શાળાએ ગઈ અને પટ્ટાવાળાને કહ્યું કે, તે રીક્ષાવાળાને શોધે. એક પટ્ટાવાળીએ જાણ્યું કે, એ રીક્ષા ચાલકનું નામ અમિત ગુપ્તા છે. આ દરમિયાન ઓટો ચાલક અમિત ગુપ્તા જાતે જ બેગ પછી આપવા માટે સરલા પાસે સ્કૂલ આવ્યો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ત્યારબાદ સરલા અમિતનો આભાર વ્યક્ત કરવા માંગતી હતી એટલા માટે અમિતના પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિને જોતા તેના બાળકોને ફ્રિમાં શિક્ષણ આપવાની જવાબદારી ઉઠાવી અને ઈનામ રૂપે 10 હજાર રૂપિયા અમિતને આપ્યા.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App