પોતાને ગમતા નેતા મુખ્યમંત્રી બને, એટલા માટે યુવકે જીભ કાપીને મંદિરમાં ચડાવી દીધી

divyabhaskar.com

Dec 08, 2018, 06:03 PM IST
લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
જીભ કાપીને મંદિરની હુંડીમાં નાખી દીધી હતી
જીભ કાપીને મંદિરની હુંડીમાં નાખી દીધી હતી

નેશનલ ડેસ્ક: તેલંગણામાં 7 ડિસેમ્બરના રોજ વિધાનસભાની 119 સીટ માટે મતદાન થવાનું છે. બુધવારે ચૂંટણી પ્રચાર શાંત થયા બાજ લોકો પોતાની પસંદના ઉમેદવારની જીત માટે મંદિરોમાં પ્રાર્થના, પૂજા-પાઠ અને હવન કરી રહ્યા છે, પરંતુ હૈદરાબાદના એક મંદિરમાં આંધ્ર પ્રદેશના યુવકે તેની જીભ કાપીને ભગવાન વેંકટેશ્વરને ચડાવી દીધી. તે ઈચ્છે છે કે, તેને ગમતા બે મોટા નેતા જ આંધ્ર અને તેલંગણાના મુખ્યમંત્રી બને. જોકે, હાલ આ નેતાઓના નામ સામે આવ્યા નથી.

યુવકે આંધ્રમાં મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી


પોલીસ પ્રમાણે, જીભ કાપનાર યુવકની ઓળખ મહેશ કુમાર તરીકે થઈ છે. તે આંધ્ર પ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લાનો રહેવાસી છે. ઈન્સ્પેક્ટર ગોવિંદ રેડ્ડીએ જણાવ્યું કે, યુવકની પાસેથી મળેલી ચીઠ્ઠીમાં લખ્યું છે કે, તે બે નેતાઓને આંધ્ર અને તેલંગણાના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. સાથે જ તેણે આંધ્ર કેબિનેટમાં મંત્રી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો


મીડિયા અહેવાલો પ્રમાણે, મહેશા બુધવારે બંજાર હિલ્સ સ્થિત શ્રી વેંકટેશ્વર મંદિર આવ્યો હતો. અહીંયા ભગવાનને ખુશ કરવા માટે તેણે તેની જીભ કાપીને મંદિરની હુંડીમાં નાખી દીધી. જાણકારી મળ્યા બાદ પોલીસે તેને લોહીથી લથબથ હાલતમાં સ્થાનિક ઉસ્માનિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હવે મહેશની હાલત સ્થિર જણાવાઈ રહી છે.

2009માં પણ કાપી હતી જીભ


પોલીસને શંકા છે કે, મહેશે 2009માં પણ પોતાની જીભનો અમુક ભાગ કાપીને આ મંદિરમાં ચડાવ્યો હતો. ત્યારે તેણે પોતાને આંધ્ર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીનું સમર્થન જણાવ્યું હતું. તે તેના મનગમતા નેતાની ચૂંટણી જીતવાની પ્રાર્થના કરી રહ્યો હતો. આ પહેલા તે 2004માં પણ ચૂંટણી દરમિયાન આવો જ પ્રયાસ કરી ચૂક્યો છે.

કેસીઆર સીએમ બને, એટલા માટે યુવકે લગાવી હતી ફાંસી


19 નવેમ્બરના રોજ હૈદરાબાદના ટી ગુરુવપ્પા(42)એ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે કે. ચંદ્રશેખર રાવ(કેસીઆર)ની પાર્ટી ટીઆરએસનો કાર્યકર્તા હતો. તેણે સુસાઈડ નોટમાં કેસીઆરને બીજીવાર મુખ્યમંત્રી બનાવવા અને વિસ્તારના ધારાસભ્ય વિવેકાનંદને જીતાડવાની અપીલ કરી હતી. ગુરુવપ્પાએ તેલંગણા રાજ્ય માટે થયેલા પ્રદર્શનમાં પણ જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો - કેજરીવાલ પર મરચું ફેંકવા પર ખુલાસો, આરોપીએ જણાવ્યું- કોણે ફેંકાવ્યું હતું મરચું, પરંતું કેજરીવાલ માટે ઊભી થઈ ગઈ મુશ્કેલી

X
લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ ખસેડાયોલોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
જીભ કાપીને મંદિરની હુંડીમાં નાખી દીધી હતીજીભ કાપીને મંદિરની હુંડીમાં નાખી દીધી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી