આકાશ અંબાણીના ગમે છે સુખડી ખાવી, આવા છે તેની લાઈફના રસપ્રદ ફેક્ટ્સ

આકાશ અંબાણીની ભાવિ પત્ની શ્લોકા મેહતા ડાયમંડ ઈન્ડસ્ટ્રીના મોટા બિઝનેસમેન એવા રસેલ મેહતાની દીકરી છે

divyabhaskar.com | Updated - Mar 25, 2018, 01:47 PM
આકાશ અંબાણી.
આકાશ અંબાણી.

મુંબઈઃ ગોવાના તાજ એક્જોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ સમયે બંનેએ ફોટોશૂટ પણ કરાવ્યો હતો. ભારતના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની ભાવિ પત્ની શ્લોકા મેહતા ડાયમંડ ઈન્ડસ્ટ્રીના મોટા બિઝનેસમેન એવા રસેલ મેહતાની દીકરી છે. divyabhaskar.com આકાશ અંબાણીની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલા રસપ્રેદ ફેક્ટ્સ અહીં જણાવી રહ્યું છે.

અંબાણી પરિવારના વારસદાર...


- આકાશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર, 1991ના મુંબઈમાં થયો હતો. આકાશ જીયો કંપનીમાં ચીફ સ્ટ્રેટેજીસ્ટ છે. પિતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડમાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર છે. જ્યારે કે, આકાશની માતા નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે.
- આકાશને એક ભાઈ અને બહેન પણ છે. આકાશની બહેન-ઈશા અંબાણી છે. જે જીયો અને રિલાયન્સ રિટેલની કો-ઓનર છે. નાનો ભાઈ અનંત અંબાણી આઈપીએલ ફ્રેન્ચાઈઝ મુંબઈ ઈન્ડિયન્સનો કો-ઓનર છે.

ટેક્નો સેવી છે આકાશ અંબાણી...


- એક ઈન્ટરવ્યૂમાં આકાશે જણાવ્યું હતું કે, તેનો જન્મ જે વાતાવરણમાં થયો છે, ત્યાં કામ પ્રત્યે ઝનૂન ધરાવતા લોકો ઘણા છે. દાદા ધીરુભાઈ અંબાણી, પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણી તેના માટે આઈડલ છે.
- તે અમેરિકામાં લિબરલ આર્ટ્સનો અભ્યાસ કરતો હતો ત્યારથી ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ રહ્યું છે. તે વર્ષોથી ટેક્નો-સેવી છે. આકાશ માને છે કે, આ જ કારણે પિતાએ તેને જીયો જેવી જવાબદારી સોંપી છે.
- પ્રારંભના 11 વર્ષ આકાશે દાદા ધીરુભાઈ અંબાણી સાથે પસાર કર્યા હતા. બંનેની કોમન ફેવરિટ વાનગી સુખડી રહી છે. દર રવિવારે તેઓને અને કઝિન્સને દાદા ફરવા લઈ જતા હતા.
- આકાશે જણાવ્યું કે, દાદાએ રાતે સંપૂર્ણ પરિવારને સાથે ડિનર કરવાની પરંપરા શરૂ કરાવી હતી. આજેપણ તે જ રીતે પરિવાર ચાલે છે.

(આગળની સ્લાઈડ્સમાં જાણો, આકાશ અંબાણીના જીવનના અન્ય રસપ્રદ ફેક્ટ્સ....)

આકાશ અંબાણી.
આકાશ અંબાણી.

ફૂટબોલ પ્રેમી છે આકાશ...


- આકાશને સ્પોર્ટ્સ ઘણું ગમે છે, તે ફૂટબોલ પ્રત્યે ક્રેઝી છે, તે ફૂટબોલ સૌથી સારુ રમી શકે છે. આર્સેનલ તેની ફેવરિટ ટીમ છે.
- આકાશે જણાવ્યું હતું કે, તે ફૂટબોલ મેચ જોવે છે ત્યારે એકદમ ક્રેઝી થઈ જાય છે, તેની અંદર 90 મિનિટમાં બધા ઈમોશન જોવા મળી જાય છે.
- આકાશ પોતાને ઈમોશનલ પ્રકારનો વ્યક્તિ માને છે. તેને ક્રિકેટ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ગમે છે. અંબાની પરિવાર વર્ષમાં 3 વાર આફ્રિકા જાય છે.
- આકાશ 6 વર્ષથી ફોટોગ્રાફી કરે છે. 

આકાશ અંબાણી અને શ્લોકા મે
આકાશ અંબાણી અને શ્લોકા મે

ભાઈ-બહેન સાથે છે આવો સંબંધ


- આકાશે પોતાના ભાઈ અનંત અને બહેન ઈશા અંગે જણાવ્યું કે, તેઓ ત્રણેય જ્યારે અલગ-અલગ રહે છે ત્યારે ઈમોશનલી અને વર્ચ્યુઅલી સંપર્કમાં રહે છે. બહને ઈશા સાથે તેનો ખાસ સંબંધ છે.
- આકાશ તેને સિક્સ્થ સેન્સ બોન્ડિંગ કહે છે. આ જ કારણ આકાશ ક્યારેય પોતાની બહેનથી કોઈ સિક્રેટ છુપાવી શકતો નથી.
- ફેમિલીમાં સૌથી નજીક તેનો ભાઈ અનંત છે. અનંત આકાશ કરતા 4 વર્ષ નાનો છે પરંતુ મોટાભાઈને સારી રીતે સમજે છે. તે પોતાના તમામ વાત ભાઈ સાથે શેર કરે છે.

ભાવિ પુત્રવધૂને કેક ખવડાવતા મુકેશ અંબાણી.
ભાવિ પુત્રવધૂને કેક ખવડાવતા મુકેશ અંબાણી.

ગેજેટ્સ અને અન્ય વાતો


- આકાશને ગેજેટ્સમાં આઈફોન ગમે છે. તેને પિતાની સાથે ફિલ્મ્સ જોવી ગમે છે. તે પોતાની નબળાઈ ઈમોશનલ સ્વભાવને ગણાવે છે. 

અંબાણી પરિવાર - ફાઈલ તસવીર.
અંબાણી પરિવાર - ફાઈલ તસવીર.

- શ્લોકા મેહતાનું પુરું નામ શ્લોકા રસેલ મેહતા છે. તે રોઝ બ્લૂ ડાયમંડ કંપનીની માલિક રસેલ મેહતાની નાની દીકરી છે. શ્લોકા અને આકાશ એકબીજાને બાળપણથી જ જાણે છે. શ્લોકા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલથી ભણી છે, આકાશ અંબાણીએ પણ આ સ્કૂલથી જ અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

X
આકાશ અંબાણી.આકાશ અંબાણી.
આકાશ અંબાણી.આકાશ અંબાણી.
આકાશ અંબાણી અને શ્લોકા મેઆકાશ અંબાણી અને શ્લોકા મે
ભાવિ પુત્રવધૂને કેક ખવડાવતા મુકેશ અંબાણી.ભાવિ પુત્રવધૂને કેક ખવડાવતા મુકેશ અંબાણી.
અંબાણી પરિવાર - ફાઈલ તસવીર.અંબાણી પરિવાર - ફાઈલ તસવીર.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App