તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police Investigation Says Agra School Girl Was Set On Fire By Cousin Brother Who Also Committed Suicide

10મા ધોરણમાં ભણતી બહેનને એકતરફી પ્રેમ કરવા લાગ્યો, યુવતીએ ઈગ્નોર કરતા ભાઈ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક/આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રાના મલપુરાના ગામ લાલઉમાં દલિત યુવતીને જીવતી સળગાવવાના કાંડમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ પ્રમાણે, છોકરીની હત્યા કોઈ બહારના નહીં, પરંતુ તેના જ સગાએ કરી હતી. એકતરફી પ્રેમમાં છોકરીના પિતરાઈ ભાઈ યોગેશે જ આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું અને ઘટનાને અંજામ આપ્યો. બાદમાં યોગેશે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. છોકરી અશરફી દેવી ઈન્ટર કોલેજમાં 10મા ધોરણની વિદ્યાર્થી છે. પોલીસે 168 કલાકમાં દિવસ-રાત કામ કર્યા બાદ મંગળવારે મીડિયાની સામે હત્યાકાંડનો ખુલાસો કર્યો.

 

આ છે સમગ્ર ઘટના


આગ્રામાં 10મા ધોરણમાં ભણતી સંજલિ નામની વિદ્યાર્થીને 18 ડિસેમ્બરના રોજ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. છોકરી ત્યારે સ્કૂલેથી પાછી ફરી રહી હતી. સાથે સહેલીઓ પણ હતી, પરંતુ સંજલિ કોઈ કામેથી એક દુકાન પર રોકાઈ ગઈ હતી, જેનાથી સહેલીઓ આગળ નીકળી ગઈ. ત્યારે તકનો લાભ લઈને યોગેશ અને તેના 2 મિત્રોએ છોકરી સાથે આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા એક સ્કૂલ બસના ડ્રાઈવરે છોકરીને જોઈ અને આગ ઓલવવાના યંત્રથી આગલ ઓલવી, પરંતુ ત્યાં સુધી તે 80 ટકા બળી ચૂકી હતી. છોકરીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી જ્યાં, 19 ડિસેમ્બરના રોજ તેણે દમ તોડ્યો.

 

એક તરફી પ્રેમમાં યોગેશે પણ પીધું ઝેર


યોગેશ સંજલિના દૂરના એક સગાનો દીકરો હતો. ભાઈ-બહેનનો સંબંધ ગોવા છતાં પણ તે તેને પ્રેમ કરતો હતો. ઘટનાના થોડા દિવસ બાદ તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળેથી ઝેર મળી આવ્યું હતું. આ મામલે પોલીસને લવ લેટર અને વોટ્સએપ ચેટના પુરાવા મળ્યા હતા. યોગેશ 6 મહિનાથી આ હત્યાકાંડનું કાવતરું ઘડી રહ્યો હતો. છોકરી ઘણીવાર તેને ના પાડી ચૂકી હતી, તને શરમ આવવી જોઈએ- આવું પણ ઘણીવાર મૃતકાએ યોગેશને કહ્યું હતું, પરંતુ તે ના માન્યો.

 

યોગેશે ઘડ્યું હતું કાવતરું


પકડાયેલા બન્ને છોકરાઓએ જણાવ્યું કે, યોગેશે જ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઘટના વખતે બન્ને આરોપી બાઈક પર સવાર થઈને ગયા હતા. તેમણે હેલ્મેટ પહેરી રાખ્યું હતું. યોગેશ પણ પાછળ પાછળ ચાલી રહ્યો હતો. પકડાયેલા છોકરાઓના આધારે પોલીસે ઘટનામાં વપરાયેલી બાઈક પણ જપ્ત કરી લીધી છે. તેમાં એક અપાચે અને એક પેશન બાઈક છે. આ સિવાય ઘટનામાં એક લાઈટર, અમુક કપડા, ગ્લવ્સ અને અન્ય સામાનનો પણ ઉપયોગ થયો છે, જેને પોલીસ જપ્ત કરી લીધો છે.

 

આ પણ વાંચો - વીડિયો: પિતાએ જ કરી દીધી આબરૂ વગરની, દીકરીએ કહ્યું- 9મા ધોરણમાં હતી ત્યારથી પિતા કરતા આવ્યા છે આવું બધું, બીજીએ કહ્યું- મા અને મોટી બહેન પણ આપ્યો પિતાનો સાથ

અન્ય સમાચારો પણ છે...