ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» 12મા ધોરણમાં ફેલ થયા બાદ ગૂગલને પૂછતો હતો- 'શું કરું?', બન્યો કરોડપતિ | After failing in 12th he asked Google that what to do now become millionaires

  12મા ધોરણમાં ફેલ થયા બાદ ગૂગલને પૂછતો હતો- 'શું કરું?', બન્યો કરોડપતિ

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 11:41 AM IST

  પિતાની જેમ સિવિલ એન્જીનિયરિંગમાં કેરિયર બનાવવા માંગતો હતો
  • 12મા ધોરણમાં ફેલ થયા બાદ ગૂગલને પૂછતો હતો- 'શું કરું?', બન્યો કરોડપતિ
   12મા ધોરણમાં ફેલ થયા બાદ ગૂગલને પૂછતો હતો- 'શું કરું?', બન્યો કરોડપતિ

   નેશનલ ડેસ્કઃ આજે અમે એક એવા યુવક વિશે જણાવી રહ્યા છે જેણે 12મું ધોરણ પાસ નથી કર્યું, પરંતુ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા 24 વર્ષની ઉંમરે તેણે એટલી સફળતા મેળવી છે જેને હાંસલ કરવામાં વર્ષો લાગી જાય છે. અમે વાત કરી રહ્યા છીએ ઋષભ લવાણિયાની. ઋષભની ઉંમર માત્ર 24 વર્ષ છે. તે હાલ સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યો છે.

   ઋષભ સામાન્ય પરિવારમાંથી છે


   ઋષભ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે તેના પિતાની જેમ સિવિલ એન્જીનિયરિંગમાં કેરિયર બનાવવા માંગતો હતો, પરંતુ 12મા ધોરણમાં ફેલ થયા બાદ તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. જ્યારે ઋષભ 17 વર્ષનો હતો તે સમયે તે તેનું પહેલું સ્ટાર્ટઅપ રેડ કાર્પેટ શરૂ કરી ચૂક્યો હતો અને અન્ય ક્ષેત્રમાં પણ કંઈક સારું કરવા વિશે વિચારી રહ્યો હતો. ઋષભે જણાવ્યું કે, 12મા ધોરણમાં ફેલ થયા બાદ મે ગૂગલની ઘણી મદદ લીધી. હંમેશા ગૂગલ પર '12મા ધોરણમાં ફેલ થયા બાદ શું સારો વિકલ્પ છે' સર્ચ કરતો રહેતો હતો.

   મીડિયા કંપનીનો ફાઉન્ડર અને સીઈઓ


   પોતાની સખત મહેનતના કારણે આજે ઋષભ Weetracker મીડિયા કંપનીનો ફાઉન્ડર અને સીઈઓ છે. Weetracker આફ્રિકન ટેક ઈકોસિસ્ટમને સમર્પિત એક વૈશ્વિક ટેક્નિકલ મીડિયા છે. તેનો હેતું મહાદ્વીપમાં જાણ કરવા, શિક્ષિત કરવા અને રોકાણ કરવા એમ ત્રણ રીતથી નવી શરૂઆત કરવાનો છે. ઋષભે જણાવ્યું, આફ્રિકા એક ટેક્નિકલ ક્રાંતિના યુગમાંથી પસાર થઈ રહ્યું છે. જેમ 1990ના દાયકાના ઉતરાર્ધમાં અને 2000ના દાયકાના શરૂઆતના દિવસોમાં ભારત હતું. આ યુગને પહોંચી વળવા માટે WeeTrackerની શરૂઆત કરાઈ છે.

   આજે ઋષભની બિઝનેસમેનમાં ગણતરી થાય છે


   ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં ઋષભ જ્યારે અમેરિકામાં હતો ત્યારે તેની મુલાકાત કેશૂ દુબે સાથે થઈ હતી. અહીંથી તેની એક રોકાણકાર તરીકેની મુસાફરી શરૂ થઈ. જ્યાંથી તેને ભારત, ચીન, અમેરિકા અને જાપાનમાં સ્ટાર્ટઅપ ઇકોલોજિકલ સિસ્ટમની સમજ આવી. ઋષભે WeeTrackerના પ્લાનિંગ વિશે જણાવતા કહ્યું કે, હાલ મારી પાસે 25થી 30 પ્રી-સીરીઝ એ અને સીરીઝ એના આફ્રિકન ઉદ્યોગસાહસિકની એક યાદી છે જે સાહસિકતા શીખવા માટે ભારત આવવામાં રસ રાખે છે. અમે ભારત, ચીન, અમેરિકા અને જાપાનમાં મેન્ટર, ઉદ્યોગ સાહસિકો અને પ્રોડક્ટ મેનેજરના નેટવર્કનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, આજે ઋષભની બિઝનેસમેનમાં ગણતરી થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 12મા ધોરણમાં ફેલ થયા બાદ ગૂગલને પૂછતો હતો- 'શું કરું?', બન્યો કરોડપતિ | After failing in 12th he asked Google that what to do now become millionaires
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `