Home » National News » In Depth » 30 thousand divorced bride whose husband were married only for honeymoon

પંજાબમાં છે એવી 30 હજાર દુલ્હનો, જેની સાથે હનીમૂનમાં મોજમસ્તી કરવા કરાયા હતા લગ્ન

Divyabhaskar.com | Updated - May 11, 2018, 03:37 PM

ભાગેડુ વરરાજા પીડિતાની મજાક ઉડાવે છે, સોશિયલ મીડિયા પર કહે છે 'હનીમૂન બ્રાઈડ'

 • 30 thousand divorced bride whose husband were married only for honeymoon
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  નેશનલ ડેસ્કઃ પંજાબના તરણતારણમાં રહેતી બલવિંદર કૌર(બદલેલું નામ)ના લગ્ન 3 વર્ષ પહેલા હરપ્રીત(બદલેલું નામ) સાથે થયા હતા. લગ્નના 2 મહિના બાદ હરપ્રીત પૈસા કમાવા માટે કેનેડા જતો રહ્યો. થોડા દિવસ સુધી બન્નેની ફોન પર વાત થઈ જતી હતી પરંતુ આ સિલસિલો વધારે દિવસ ના ચાલ્યો. હરપ્રીતે ઘરના બધા લોકો સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું. એક પરિચિત સાથે તેણે ઘરે કહેડાવ્યું કે, તે હવે ઘરે નહીં આવી શકે, બલવિંદર અને બધા પરિવારજનો તેમની વ્યવસ્થા કરી લે.

  પહેલેથી જ હતી 30 હજાર ફરિયાદો


  બલવિંદરને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. તેણે પંજાબ પોલીસની NRI સેલમાં ફરિયાદ દાખલ કરાવી. પરંતુ તે એકલી આવી પીડિત નહોતી. NRI સેલ પાસે આવી લગભગ 30 હજાર ફરિયાદો પહેલથી છે. જેમાં લગ્ન બાદ વરરાજા કેનેડા, ઓસ્ટ્રેલિયા કે આરબ દેશોમાં જતા રહ્યા છે. તેમની પત્નીઓ સાથે સંબંધ ખતમ કરી ચૂક્યા છે. લગ્નના કોઈને એક વર્ષ થયું તો કોઈને 20 વર્ષ. પંજાબ સરકારે NRI લોકો માટે અલગ એક NRI મંત્રાલય બનાવ્યું છે. પોલીસે પણ અલગ એક NRI સેલ બનાવ્યું છે. તેઓનું કામ NRI લોકો સાથે સંબંધિત ફરિયાદોને ઉકેલવાનું છે પરંતુ હાલ સૌથી વધારે ફરિયાદ NRI લોકો વિરુદ્ધ જ આવી રહી છે.

  ભાગેડુ વરરાજા સામે ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય


  9 મેના રોજ દિલ્હી સિખ ગુરૂદ્વારા પ્રબંધન કમિટી(એસજીપીસી)એ એક બેઠક કરી. આ બેઠકમાં આવા ભાગેડુ વરરાજા સામે ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કમિટીના અધ્યક્ષ મંજીત સિંહે શ્રી અકાલ તખ્ત સાહિબના જઠેદારને પત્ર લખીને અપીલ કરી છે જેમાં કોઈ પણ NRI વરરાજાના લગ્ન કરાવતા પહેલા બેકગ્રાઉન્ડ ચેક કરીને સુનિશ્ચિત કરે કે, ભવિષ્યમાં તેમની સાથે આવું ના થાય.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, દર આઠ કલાકે એક મહિલા સાથે બને છે આવી ઘટના

 • 30 thousand divorced bride whose husband were married only for honeymoon
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  આ કારણે છોડીને જતા રહે છે પતિ


  એસજીપીસીના પ્રવક્ત પરમિંદર પાલ સિંહે જણાવ્યું કે, વિદેશ જવા માટે વીઝા એપ્લાય કરતા અવિવાહિત છોકરાને વીઝા મળવામાં મુશ્કેલી આવે છે. પરંતુ વિવાહિત લોકોને સરળતાથી વર્ક વીઝા મળી જાય છે. એટલા માટે છોકરા માત્ર વીઝા માટે લગ્ન કરે છે અને વિદેશ ભાગી જાય છે. ત્યાંથી પાછા ના આવતા ત્યાં જ વસી જાય છે અને પત્ની સાથે સંબંધિ ખતમ કરી નાખે છે. આવી છોકરીઓનું ભવિષ્ય લટકી જાય છે. મોટાભાગના કેસોમાં તે આમતેમ ભટકવા માટે મજબૂર બની જાય છે. સાસરિયાવાળા તેને ઘરમાં નથી રહેવા દેતા અને તેનો પતિ વિદેશમાં મોજ કરતો હોય છે. 

 • 30 thousand divorced bride whose husband were married only for honeymoon
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  આ માલમે શું કરે છે કેન્દ્ર સરકાર?


  કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં આ પ્રકારના ઘટનાઓ માટે સીઆરપીસીમાં ફેરફાર કરવાની વાત કહી હતી. પરંતુ આ હજુ સુધી થઈ શક્યું નથી. કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, આવા મામલામાં કોર્ટના ત્રણ સમન્સ બાદ વરરાજાને ભાગેડુ જાહેર કરી દેવામાં આવશે અને વિદેશ મંત્રાલય દ્વારા પણ તેને ભાગેડૂ જાહેર કરી દેવામાં આવશે. આવા ભાગેડુ તરફ તેમના પરિવારની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. 

   

 • 30 thousand divorced bride whose husband were married only for honeymoon
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  દર આઠ કલાકે એક મહિલા સાથે બને છે આવી ઘટના


  ઉલ્લેખનીય છે કે, સરકારના એક અહેવાલ પ્રમાણે, દર આઠ કલાકે એક મહિલા સાથે આ પ્રકારની ઘટના સામે આવે છે. આ જાન્યુઆરી 2015થી લઈને 30 નવેમ્બર 2017ની વચ્ચે વિદેશ મંત્રાલયને આવી 3328 ફરિયાદો મળી છે. તેને રોકવા માટે એસજીપીસીએ રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને પંજાબ સીએમ અરમિંદર સિંહને પત્ર લખીને આવા મામલે કડક કાર્યવાહીની માંગણી કરી છે. 

 • 30 thousand divorced bride whose husband were married only for honeymoon
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  આ મહિલાઓને કહેવાય છે 'હનીમૂન બ્રાઈડ'


  આ ભાગેડુ વરરાજા પીડિતોની મજાક ઉડાવવાનું નથી ચૂકતા. સોશિયલ મીડિયા પર આ પીડિતોને આ ભાગેડુ હનીમૂન બ્રાઈડ કહે છે. આવા ખરાબ કૃત્ય પછી પણ તેઓ કાયદાની પકડમાંથી બહાર રહે છે. આવી મહિલાઓની મદદ માટે હવે અમુક એનજીઓ પણ આગળ આવી છે. જે એવી મહિલાઓને સામાજિક સુરક્ષા અને ન્યાય અપાવવાના પ્રયાસો કરી રહી છે. 

 • 30 thousand divorced bride whose husband were married only for honeymoon
  પ્રતિકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ