• Home
  • National News
  • In Depth
  • 2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life

2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી, હવે દર મહિને કરી રહ્યો છે 1 લાખની કમાણી

હવે એગ્રીકલ્ચરમાં કેરિયર માત્ર ખેતી-વાડી સુધી સિમિત નથી રહ્યું

divyabhaskar.com | Updated - Apr 17, 2018, 12:56 PM
2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life

નેશનલ ડેસ્કઃ હવે એગ્રીકલ્ચરમાં કેરિયર માત્ર ખેતી-વાડી સુધી સિમિત નથી રહ્યું. એગ્રીકલ્ચર સેક્ટરના બદલાયેલા માહોલનું પરિણામ છે કે, અન્ય સેક્ટર્સની જેમ અગ્રીકલ્ચર સેક્ટર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યા છે. ખેડૂતોની આવક વધારવા અને એગ્રીકલ્ચરને એક કેરિયરના રૂપમાં વધારવા માટે સરકાર અમુક કોર્સ પણ કરાવે છે જેનો ફાયદો ઉત્તર પ્રદેશના શામલીમાં રહેતા ધન પ્રકાશ શર્માએ પણ ઉઠાવ્યો છે. એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યા બાદ તેણે સરકાર દ્વારા કરાવવામાં આવી રહેલા કોર્સ કર્યા અને આજે તે દરમહિને 1 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

2 મહિનાના કોર્સે બદલી જિંદગી


ધન પ્રકાશ શર્માએ Bhaskar.com સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે. એગ્રીકલ્ચરમાં ડિગ્રી લીધા બાદ એક પ્રાઈવેટ કંપનીમાં માર્કેટિંગની નોકરી લાગ્યા. નોકરીમાં તેમનું મન ના લાગ્યું અને એક એગ્રીકલ્ચરમાં પોતાનું કંઈક કરવાનો વિચાર આવ્યો. તેમાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા એગ્રી ક્લિનિક એગ્રી બિઝનેસ સેન્ટરે તેમની મદદ કરી. તેમણે બે મહિનાનો કોર્સ કર્યો ત્યારબાદ તેમની જિંદગી બદલાઈ ગઈ.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life

15 હજારની નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ


તેમણે જણાવ્યું કે, માર્કેટિંગ જોબ હોવાના કારણે તેમને ગામેગામ ફરવાની તક મળી. આ દરમિયાન તે ખેડૂતોની સમસ્યાને જાણવા અને તેમના નિદાન માટે કંઈક કરવાનું મન બનાવ્યું. તે કહે છે કે, તેમણે 12 વર્ષની નોકરી. 15 હજારની નોકરી છોડી તેમણે લો કોસ્ટ ફાર્મ મશીનરીની શરૂઆત કરી.

 

21.5 લાખ રૂપિયાની લોન લીધી


શર્માએ લો કોસ્ટ મશીનરીની શરૂઆત કરવા માટે 21.5 લાખ રૂપિયા યુનાઈટેડ બેંકમાંથી લોન લીધી. ત્યારબાદ તેમણે 'નૈપસૈક સ્પેયર'ની મેન્યુફેક્ચરિંગ શરૂ. આ એક સ્પ્રે મશીન છે, જેના દ્વારા ખેડૂત માટે કેમિકલ્સને છાંટવામાં બહુ મદદગાર છે.

2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life

3 મહિના 5.5 લાખનું થયું નેટ પ્રોફિટ


3 મહિનામાં 5.5 લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ આ વાતનો પુરાવો છે કે, તેના નૈપસૈક સ્પ્રે ખેડૂતો માટે મદદગાર પુરવાર થયો. તે ખેડૂતના કામને સરળ બનાવવા માટે સ્પ્રેને રિડિઝાઈન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તે બેટરીથી ચાલતા સ્પ્રે પણ બનાવે છે જે ખેડૂતોની મહેનતને ઓછી કરે છે.

 

3 વર્ષમાં ઊભો કર્યો 1 કરોડનો બિઝનેસ


ધન પ્રકાશે 2015માં પશુપતિ એગ્રોટેકની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષમાં તેમની કંપનીનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા થઈ ગયું. તેમાંથી 10-12 ટકાનો પ્રોફિટ થઈ જાય છે. તેમનો બિઝનેસ 3-4 રાજ્યોમાં ફેલાયેલો છે અને તેમણે પોતાને ત્યાં 6 લોકોને રોજગાર આપ્યો છે.

2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life

હજાર રૂપિયાથી શરૂ થાય છે પ્રોડક્ટ


તેની પ્રોડક્ટ્સની કિંમત 1 હજાર રૂપિયાથી શરૂ થઈને 3 હજાર રૂપિયા સુધીની હોય છે. તેમણે એક સ્પ્રે ડેવલપ કર્યું છે જો ટ્રેક્ટર સાથે કામ કરે છે જેની કિંમત 36 હજાર રૂપિયા છે

 

બિઝનેસ વધારવાનો પ્લાન


ધન પ્રકાશ તેના બિઝનેસને વધારવા માંગે છે. તેમના જણાવ્યા પ્રમાણે, તે સીડ્સ અને પેસ્ટિસાઈડ્સના ફિલ્ડમાં પગ મૂકવા માંગે છે. આ સિવાય લો કોસ્ટ અને એનર્જી એફિશન્યલી સોલર ડ્રાયર, સીડ્સ ડ્રિલ, મલ્ટીપર્સપસ સિકલર્સ, પ્લાંટર્સ મેન્યુફેક્ચરિંગ પર ફોકસ વધ્યું છે.

X
2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life
2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life
2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life
2 મહિનાના કોર્સથી બદલાઈ જિંદગી | 2 months course changed life
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App