આ છે ભારતની 10 સૌથી જૂની કંપનીઓ, જે આજે પણ કરે છે કરોડોની કમાણી

કંપનીઓ આજે પણ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે અને હજારો પરિવારને રોજગાર આપે છે

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 01:03 PM
10 oldest companies in India which still earning crores

નેશનલ ડેસ્કઃ આજે દેશમાં સ્ટાર્ટ અપ ઝડપથી શરૂ થઈ રહ્યા છે. લોકો આત્મનિર્ભર બનવા માંગે છે, પરંતુ શું તમે જાણો છો દેશની જૂની 10 કંપનીઓ કઈ છે. આ કંપનીઓ આજે પણ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે અને હજારો પરિવારને રોજગાર આપે છે. આજે અમે તમને એવી જ 10 કંપનીઓ વિશે જણાવી રહ્યા છીએ જેની આપણા દેશમાં સૌથી જૂની કંપનીઓમાં ગણતરી થાય છે

બ્રિટાનિયા

વર્ષ 1892માં કલકત્તામાં એક ગુપ્તા પરિવારે માત્ર 295 રૂપિયાના રોકાણથી બિસ્કિટ વેચતી આ દુકાનને શરૂ કરી હતી. દુકાન મોટી થઈ અને આ ભારતમાં મશીનથી બિસ્કિટ બનાવતી પહેલી કંપની બની ગઈ. બીજા વિશ્વ યુદ્ધમાં લડનારી સૈનાને આ કંપની બિસ્કિટ મોકલતી હતી જેનાથી તેને સારી કમાણી થઈ હતી. વાડિયા એન્ટરપ્રાઈઝની અંદર આવતી આ કંપનીમાં આજે 3 હજારથી વધારે લોકો કામ કરે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય 9 કંપનીઓ વિશે...

10 oldest companies in India which still earning crores

શાલીમાર પેઈન્ટ્સ

વર્ષ 1902માં બનેલી આ કંપની દક્ષિણ એશિયાની સૌથી જૂની પેઈન્ટ કંપની છે. આજે તમામ સરકારી ઈમારતો જેવી કે, રાષ્ટ્રપતિ ભવન, એનટીપીસી, ભારતીય રેલવે, બીપીસીએલ અને આઈઓસી તેના નિયમિત ગ્રાહક બનેલા છે. આજે આ કંપનીમાં ત્રણ હજારથી વધારે લોકો કામ કરી રહ્યા છે.

10 oldest companies in India which still earning crores

ડાબર

આયુર્વેદીક દવાઓને વેચનારી આ કંપનીને વર્ષ 1884માં શરૂ કરવામાં આવી હતી. તેના સંસ્થાપક એસકે બર્મન એક ડોક્ટર હતા. આ કંપનીને બજારમાં પોતાની ઓળકાણ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ વર્ષ 1990 બાદથી કંપનીના કામમાં ઝડપ આવી. આજે આ કંપની સાત હજાર કરતા વધારે લોકો કામ કરે છે.

10 oldest companies in India which still earning crores

ગોદરેજ

વર્ષ 1897માં આર્દેશર ગોદરેજ અને તેમના ભાઈ પિરોજશા ગોદરેજે આ કંપનીની સ્થાપના કરી હતી. આર્દેશર પ્રોડક્ટ્સમાં ક્રાતિ લાવવા માટે ફેમસ હતા. બિઝનેસને સમજવા માટે તેમણે વિદેશ યાત્રા અને ઘણી નવી ટેક્નિકને કંપનીમાં ઉપયોગ કર્યો. વર્ષ 1911માં જ્યારે કિંગ જોર્જ પંચમ અને તેની રાણી મેરી, દિલ્હીની યાત્રા પર આવ્યા તો તેમના કિંમતી સામાનોને ગોદરેજની તિજોરીમાં જ રાખવામાં આવ્યો હતો.

10 oldest companies in India which still earning crores

ટાટા સ્ટીલ લિમિટેડ

વર્ષ 1907માં જમશેદજી ટાટાએ આ કંપનીની શરૂઆત કરી હતી. કંપનીએ દેશની પહેલી પંચવર્ષીય યોજના હેઠળ થનારા નિર્માણ કાર્ય માટે સ્ટીલની આપૂર્તિ કરી હતી. આજે આ દુનિયાની 12માં સૌથી મોટી સ્ટીલ કંપની છે. ટાટા ગ્રુપ હેઠળ આવતી આ કંપનીમાં આજે 74 હજારથી વધારે લોકો કામ કરે છે.

10 oldest companies in India which still earning crores

ટીવીએસ

ટીવીએસ મોટર કંપની આજે દ્વિચક્રી વાહન બનાવતી ભારતની ત્રીજી સૌથી મોટી કંપની છે. પરંતુ જે સમયે તેને શરૂ કરવામાં આવી હતી તે સમયેમાં ઘોડાગાડી અને બગી પર ચાલતા જમીનદારને ગાડીઓ વેચવી સરળ નહોતી. આ કંપનીની સ્થાપના વર્ષ 1911માં ટીવી સુંદરમ અયંગરે કરી હતી. પરંતુ તેને સરખી રીતે વર્ષ 1912માં શરૂ કરી હતી. ટીવીએસ સુંદરમ સમુહની અંદર આવતી આ કંપનીનું ટર્ન ઓવર આજે 4 અબજથી પણ વધારે છે.

10 oldest companies in India which still earning crores

જેસોપ એન્ડ કંપની

બ્રિટિશ ઈન્જીનિયર વિલિયમ જેસોપે આ કંપનીની સ્થાપના 1788માં કરી હતી. પહેલા તે બ્રીન એન્ડ કંપની તરીકે ઓળખાતી હતી. કલકત્તાના હાવડા પુલ બનાવવાનો શ્રેય પણ આ કંપનીને જ જાય છે. જો કે, આજે આ કંપની રુઈયા ગ્રુપમાં સામેલ છે.

10 oldest companies in India which still earning crores

બોમ્બે ડાઈંગ કંપની

વર્ષ 1879માં કંપનીની સ્થાપના થઈ હતી. ડાયિંગ કારોબારમાં મોટું નુકશાન આવ્યા બાદ કંપનીએ પોતાને ટેક્ષટાઈલનો બિઝનેસ કરવા લાગી. આ એ સમય હતો જ્યારે ભારતીય કાપડ કંપનીઓએ ચીનના નિર્માતાઓ પાસેથી માલની નિકાસ કરવાની બંધ કરી દીધી હતી. અભિનેત્રી પ્રીતિ ઝિંટા સાથે અફેરના કારણે ચર્ચામાં આવેલા નેસ વાડિયાએ વર્ષ 2011 સુધી બોમ્બે ડાઈંગના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર પણ રહ્યા. 

10 oldest companies in India which still earning crores

કિર્લોસ્કર બ્રધર્સ

વર્ષ 1888માં લક્ષ્મણરાવ કિર્લોસ્કરે આ કંપનીનો પાયો નાખ્યો હતો. પહેલા આ માત્ર એક ટ્રેડિંક કંપની તરીકે સ્થાપિત થઈ હતી. પરંતુ આજે આ દેશમાં પંપ અને વાલ્વ બનાવતી 1.4 અબજ ડોલરની સૌથી મોટી કંપની છે. આજે કંપનીના ચેરમેન સંજર કિર્લોસ્કર છે.

10 oldest companies in India which still earning crores

સેન્ચ્યુરી ટેક્સટાઈલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

વર્ષ 1897માં નૌરોસજી એન વાડિયાએ આ કંપનીની શરૂઆત કરી હતી. નૌરોસજી, બોમ્બે ડાયિંગ કંપનીના માલિક નુસ્લી વાડિયાના દાદા હતા. અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન કોટનની વધતી જતી માંગને જોયા બાદ વાડિયાએ આ કંપની ઊભી કરી હતી. પરંતુ ત્રણ દાયકા બાદ બજારમાં તેના મુખ્ય પ્રતિસ્પર્ધી ચુન્નીલાલ મહેતાએ તેને ખરીદી લીધી અને મહેતા બાદ આરડી બિરલાએ તેને ખરીદી લીધી. ત્યારથી આ કંપની બિરલા ગ્રુપ પાસે છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App