Home » National News » Latest News » National » ઈન્દિરા ગાંધીને કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ?| Why did Indira Gandhi have to give order of Operation Bluestar

ઈન્દિરાએ કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં 'ઓપરેશન બ્લૂ સ્ટાર'નો આદેશ?

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 02:13 PM

1970ના દાયકામાં ભારત વિરોધી તાકતોએ શિખોના મનમાં એ વાત બેસાડી દિધી કે હિંદુઓ તેમનું શોષણ કરી રહ્યા છે

 • ઈન્દિરા ગાંધીને કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ?| Why did Indira Gandhi have to give order of Operation Bluestar
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પંજાબમાં 80ના દાયકામાં હિંસા શરૂ થવા લાગી હતી

  નેશનલ ડેસ્કઃ ઓપરેશન બ્લૂ સ્ટાર ઓપરેશન ભારતીય સેના દ્વારા અમૃતસર સ્થિત સ્વર્ણ મંદિરને ખાલિસ્તાન સમર્થક જનરૈલ સિંહ ભિંડરાવાલે અને તેના સમર્થકોથી મુક્ત કરાવવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં મશીનગન, હળવી તોપો, રોકેટ અને અંતમાં ટેન્કનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. ઓપરેશન બ્લૂ સ્ટાર 3થી 6 જૂન 1984 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 83 સેનાકર્મી અને 492 આતંકી કે નાગરિક માર્યા ગયા હતા. ઓપરેશનના આદેશ તત્કાલીન PM ઈન્દિરા ગાંધીએ આપ્યા હતા. આ એક એવી ઘટના છે જેના કારણે ઈન્દિરા ગાંધીની હત્યાની પટકથા લખવામાં આવી હતી. આ ઓપરેશન કરવાના આદેશ જ તેમના મૃત્યુનું કારણ બન્યું હતું. આજે આ ઓપરેશન બ્લૂ સ્ટારને 34 વર્ષ પૂરા થઈ ગયા છે.

  કેવી રીતે શરૂ થયો વિવાદ?

  પંજાબમાં સમસ્યાની શરૂઆત 1970ના દાયકાથી અકાળી રાજનીતિમાં ખેંચતાણ અને અકાળીઓની પંજાબ સંબંધિત માગણીથી શરૂ થઈ હતી. 1973 અને 1978માં અકાળી દળે 'આનંદપુર સાહિબ પ્રસ્તાવ' પસાર કર્યો હતો. મૂળ પ્રસ્તાવમાં સૂચન આપવામાં આવ્યું હતું કે, ભારતની કેન્દ્ર સરકારને માત્ર રક્ષા, વિદેશ નીતિ, સંચાર અને મુદ્રા પર અધિકાર હોય જ્યારે અન્ય વિષયો પર રાજ્યને પૂર્ણ અધિકારી આપવા જોઈએ. તેઓ ભારતના ઉત્તરી ક્ષેત્રમાં સ્વાયત્તતા ઈચ્છતા હતા.

  શું હતી પંજાબની માગ?

  પંજાબની માગણી હતી કે ચંદીગઢ માત્ર પંજાબનું પાટનગર હોય. પંજાબી ભાષા માત્ર પંજાબી રાજ્યમાં સામેલ કરવામાં આવે. નદીઓના પાણીના મુદ્દે સુપ્રીમ કોર્ટની સલાહ લેવામાં આવે. નહેરનું હેડક્વાટર્સ અને હાઈડ્રો ઈલેક્ટ્રોસિટી બનાવવાનું મૂળભૂત મેનેજમેન્ટ પંજાબ પાસે જ હોય. સેનામાં ભરતી ક્ષમતા પ્રમાણે કરવામાં આવે અને તેમાં સિખો પર લગાવવામાં આવેલા કથિત પ્રતિબંધને હટાવવામાં આવે. તે ઉપરાંત અખિલ ભારતીય ગુરુદ્વારા કાયદો બનાવવો જોઈએ.

  અકાળીઓનું સમર્થન અને પ્રભાવ વધવા લાગ્યો હતો. આ દરમિયાન અમૃતસરમાં 13 એપ્રિલ 1978ના રોજ અકાળી કાર્યકર્તાઓ અને નિરંકાપિયો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં 13 અકાળીદળના લોકોના મોત થયા હતા. રોષ દિવસમાં સિખ ધર્મ પ્રચારની સંસ્થાના પ્રમુખ જરનૈલ સિંહ ભિંડારવાલેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના સુપરવાઈઝર આ ઘટનાને પંજાબમાં ચરમપંથીની શરૂઆતના રુપમાં જોતા હતા.

  આગળની સ્લાઈડમાં વાંચો: કેમ સળગ્યું હતું પંજાબ

 • ઈન્દિરા ગાંધીને કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ?| Why did Indira Gandhi have to give order of Operation Bluestar
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  અમૃતસરમાં 13 એપ્રિલ 1978ના રોજ અકાળી કાર્યકર્તાઓ અને નિરંકાપિયો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી

  આ કારણથી સળગ્યુ હતુ પંજાબ 
   
  આતંકવાદની શરૂઆતઃ 1970ના દાયકામાં ભારત વિરોધી તાકતોએ શિખોના મનમાં એ વાત બેસાડી દિધી કે હિંદુઓ તેમનું શોષણ કરી રહ્યા છે. શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીનું રાજનૈતિક સંગઠન અકાલી દળ શીખો માટે ભારત સરકાર પાસેથી ખાસ સુવિધાઓ ઈચ્છતુ હતુ. તેના માટે વર્ષ 1973 પછી 1978માં આનંદપુર સાહિબ પ્રસ્તાવ પસાર કરાયો હતો.
   
  રાજનીતિના કારણે વધી સમસ્યાઃ

   

  કહેવાઈ રહ્યુ છે કે અકાલીઓના આ વલણ પર અંકુશ લગાવવા માટે તત્કાલિન ઈંદિરા ગાંધી સરકારે શીખોના ધાર્મિક સમુહ દમદમી ટકસાલના પ્રમુખ જરનૈલસિંહ ભિંડરાંવાલેનું પરોક્ષ રીતે સમર્થન કર્યુ. પરંતુ ધીરે ધીરે જરનૈલસિંહની રાજનૈતિક મહત્વાકાંક્ષા વધવા લાગી તો સરકારે તેના માથા પરથી છત્રછાયા હટાવી લીધી.

   

  આગળની સ્લાઈડમાં વાંચો કોણ હતો ભિંડરાંવાલે

 • ઈન્દિરા ગાંધીને કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ?| Why did Indira Gandhi have to give order of Operation Bluestar
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભિંડરવાલે પર હિંસા ફેલાવાનો આરોપ લાગ્યો હતો

  કોણ હતો ભિંડરાંવાલે?
   
  જરનૈલસિંહ ભિંડરાંવાલે શીખોની ધાર્મિક સંસ્થા દમદલી ટકસાલનો સભ્ય હતો. તેની કટ્ટર વિચારધારાએ લોકોના માનસ પર ઉંડી અસર કરવાનું શરૂ કરી દિધુ હતુ. એટલે તેને સંસ્થાની કમાન સોંપી દેવાઈ હતી.
   
  ભિંડરાંવાલેનું થવાનું હતું અપહરણઃ

   

  જાન્યુઆરી 2014માં એક રાષ્ટ્રીય મેગેઝે બ્રિટનના કેટલાક ગુપ્ત દસ્તાવેજોની હકીકતના આધાર પર ખુલાસો કર્યો હતો કે ઓપરેશન બ્લુ સ્ટારથી લગભગ એક વર્ષ પહેલા ભિંડરાંવાલેના અપહરણ માટે ઓપરેશન સનડાઉનની યોજના બનાવાઈ હતી. પરંતુ મોટી જાનહાનિ થવાની આશંકાને કારણે તેને એપ્રિલ 1984ના પરત લઈ લેવાયું.

   

  ભિંડારવાલાને મળવા લાગ્યું સમર્થન

   

  ભિંડારવાલા વિવાદાસ્પદ રાજકીય મુદ્દાઓ, ધર્મ અને તેમની મર્યાદાઓ પર નિયમિત રીતે ભાષણ આપવા લાગ્યા હતા. તેમને સમર્થન પણ મળવા લાગ્યું હતું. પંજાબમાં હિંસક ઘટનાઓ થવા લાગી હતી. સપ્ટેમ્બર 1981માં હિન્દી ન્યૂઝ પેપર પંજાબ કેસરીના એડિટર લાલા જગત નારાયણની હત્યા કરી દેવામાં આવી હતી. જલંધર, તરન તારન, અમૃતસર, ફરીદકોટ અને ગુરદાસપુરમાં હિંસક ઘટનાઓ થવા લાગી હતી.

   

  ભિંડરવાલે પર હિંસા ફેલાવાનો આરોપ લાગ્યો હતો. પરંતુ પોલીસ પૂરતા પુરાવા ન હોવાનું કહીને કોઈ જ પ્રકારની કાર્યવાહી કરતી નહતી.

  સપ્ટેમ્બર 1981માં ભિંડરાવાલાની મહેતા ચૌક ગુરુદ્વારાની સામે ધરપકડ કરી લેવામાં આવી હતી. આ દરમિયાન એક મોટા ટોળા અને પોલીસ વચ્ચે ગોળીબાર પણ થયો હતો. પંજાબમાં હિંસાની શરૂઆત થઈ ગઈ હતી અને તેના થોડા દિવસ પછી જ સિખ વિદ્યાર્થી સંઘના સભ્યોએ એર ઈન્ડિયાના વિમાનનું અપહરણ કરી લીધું હતું.

   

  ભિંડારવાલાને જનસમર્થન મળતું જોઈને અકાળી દળના એક નેતા પણ તેમના સમર્થનમાં નિવેદન આપવા લાગ્યા હતા. 1982માં ભિંડારવાલા ચૌક મહતા ગુરુદ્વારા છોડીને પહેલાં સ્વર્ણ મંદિર પરિસરમાં ગુરુ નાનક નિવાસ અને તેના થોડા મહિના પછી સિખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાળ તખ્તથી તેમના વિચાર વ્યક્ત કરવા લાગ્યા હતા.

   

  આગળની સ્લાઈડમાં વાંચો આ દરમિયાન કયા કયા અભિયાન શરૂ કરાયા

 • ઈન્દિરા ગાંધીને કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ?| Why did Indira Gandhi have to give order of Operation Bluestar
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભિંડારાવાલાને મળવા લાગ્યું હતું સમર્થન

  શરૂ થયા વિવિધ અભિયાન

   

  અકાળી દળે સતલજ-યમુના લિંક નહેર બનાવવા વિરુદ્ધ જુલાઈ 1982માં 'નહેર રોકો આંદોલન' શરૂ કરી દીધું હતું. તેના અંતર્ગત અકાળી કાર્યકર્તાઓની સતત ધરપકરડ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સ્વર્ણ મંદિર પરિસરથી ભિંડારવાલાએ તેમના સાથિ અખિલ ભારતીય સિખ વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ અમરીક સિંહને છોડાવવા માટે એક નવા અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી હતી. અકાળીઓએ તેમના અભિયાનને ભિંડારવાલાના અભિયાનમાં મર્જ કરી દીધું અને ધર્મ યુદ્ધ અભિયાન અંતર્ગત જેલભરો આંદોલન શરૂ કરી દીધું હતું.

   

  હિંસક ઘટનાઓ વધારે વધવા લાગી હતી. પટિયાલાના પોલીસ ડેપ્યૂટી ઈન્સપેક્ટર જનરલની ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. પંજાબના તે સમયના મુખ્યમંત્રી દરબાર સિંહ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એપ્રિલ 1983માં પંજાબ પોલીસ ડેપ્યૂટી ઈન્સપેક્ટર જનરલ એ.એસ અટવાલને ધોળા દિવસે હરિમંદિર સાહબ પરિસરમાં ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસનું મનોબળ ટૂટવા લાગ્યુ હતું. થોડા મહિના પછી પંજાબ રોડવેઝમાં એક બસમાં ઘુસેલા બંદૂકધારીઓએ જલંધર પાસે ઘણાં હિંદુઓને મારી દીધા હતા. 

   

  આગળની સ્લાઈડમાં વાંચો ઈન્દિરા ગાંધીને કેમ આપવો પડ્યો ઓપરેશન બ્લૂ સ્ટારનો આદેશ

 • ઈન્દિરા ગાંધીને કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ?| Why did Indira Gandhi have to give order of Operation Bluestar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  લોકસભાની ચૂંટણી આવતા અને પંજાબની પરિસ્થિતિ બગડતા ઈન્દિરા ગાંધીએ લેવા પડ્યા આખરા પગલાં

  પરિસ્થિતિ બગડતાં ઈન્દિરા

   

  ગાંધીએ લેવા પડ્યાં કડક પગલા

  ઈન્દિરા ગાંધી સરકારે પંજાબમાં દરબાર સિંહની કોંગ્રેસ સરકારને સસ્પેન્ડ કરી દીધી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું. પરંતુ પંજાબની સ્થિતિ બગડવા લાગી હતી. માર્ચ 1984 સુધી વિવિધ હિંસક ઘટનાઓમાં કુલ 298 લોકોના મોત થયા હતા. ઈન્દિરા ગાંધી સરકારની અકાળીના નેતાઓ સાથે ત્રણ વાર વાતચીત થઈ હતી. છેલ્લા તબક્કાની વાતચીત ફેબ્રુઆરી 1984માં ત્યારે ટૂટી ગઈ જ્યારે હરિયાણામાં સિખ વિરુદ્ધ હિંસા થઈ હતી. 1 જૂનના રોજ પણ સ્વર્ણ મંદિર પરિસર અને તેની બહાર તહેનાત કેન્દ્રીય રિઝર્વ આરક્ષી બળ વચ્ચે ગોળીબાર થયો હતો.

   

  સંત જરનૈલ સિંહ, કોર્ટ માર્શલ કરવામાં આવેલા મેજર જનરલ સુભેગ સિંહ અને સિખ સ્ટૂડન્ટ્સ ફેડરેશને સ્વર્ણ મંદિર પરિસરની ચારેય બાજુ મોર્ચાબંઘી કરી લીધી હતી. તેમણે મોટી માત્રામાં હથિયાર અને ગોળા-બારુદ પણ ભેગા કરી લીધા હતા. 1985માં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં ઈન્દિરા ગાંધી આ સમસ્યાનો ઉકેલ લાવવા માગતા હતા. અંતે તેમણે સિખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડીને પણ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો હતો અને તેમણે સેનાને ઓપરેશન બ્લૂ સ્ટારનો આદેશ આપ્યો હતો. 

   

  આગળની સ્લાઈડમાં વાંચો શું હતું ઓપરેશન બ્લૂ સ્ટાર

 • ઈન્દિરા ગાંધીને કેમ આપ્યો હતો સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ?| Why did Indira Gandhi have to give order of Operation Bluestar
  પંજાબમાં 80ના દાયકામાં શરૂ થયા વિવિધ અભિયાન

  ઓપરેશન બ્લુ સ્ટારની શરૂઆત
   
  03 જૂન 1984 : હરમિંદર સાહિબ આસપાસ તૈનાત કરાયેલા કેન્દ્રિય રિઝર્વ ફોર્સના જવાનો સાથે શિરોમણી ગુરૂદ્વારા બંધક કમિટીના કેટલાક સેવાદારોની ઝડપ થઈ. ત્યારબાદ આ વિસ્તારમાં તણાવ ખુબ વધી ગયો. 
  તેને જોતા સાંજ સુધી પુરા વિસ્તારમાં કર્ફ્યુ લાગી ગયો. પેરા મિલિટ્રી ફોર્સના જવાનોએ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઠેક-ઠેકાણે ફ્લેગ માર્ચ કરી.
   
  04 જૂન 1984 : 5 જૂનના ગુરૂ અર્જૂન દેવનો શહીદી દિવસ હતો, એટલે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ જમા થવા લાગી હતી. સેના હરમિંદર સાહિબને આતંકવાદીઓથી મુક્ત કરાવવા ઈચ્છતી હતી.

   

  05 જૂન 1984 : કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ કુલદિપસિંહ બરારએ સાંજે પોતાના કમાન્ડોઝને મંદિરમાં પ્રવેશ કરાવવાનો આદેશ આપી દિધો. પરંતુ આતંકીઓએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરી દિધુ. આ હુમલામાં સેનાના 20થી વધુ જવાનો શહિદ થઈ ગયા. મજબૂરીમાં સેનાને ટેંકનો ઉપયોગ કરવો પડ્યો.
   
  06 જૂન 1984 : સવારે થયેલા જોરદાર ધમાકામાં અકાલ તખ્તને ખુબ નુકસાન થયુ. અકાલ તખ્તમાં જરનૈલસિંહ ભિંડરાંવાલે, તેના સહયોગી જનરલ શાહબેગસિંહ અને તેના લગભગ 40 સાથીઓ મૃત મળી આવ્યા. લગભગ 200 આતંકીઓએ સમર્પણ કરી દિધુ. આ રીતે સુવર્ણ મંદિર આતંકીઓથી આઝાદ થઈ ગયુ.
   
  ઓપરેશન બ્લુ સ્ટારમાં 492 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાં સેનાના 4 ઓફિસર સહિત 83 જવાનો શહીદ થયા હતા. આ સત્તાવાર આંકડો છે. જો કે બિનસત્તાવાર ખબરોમાં કહેવાય છે કે આમાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા.
   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ