ગરીબોની કસ્તુરી ફરી રડાવે છે લોકોને, ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને

Onion Price hike day by day but governemt not take any step

ગરીબોની કસ્તુરી ફરી રડાવે છે લોકોને, ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને.બે શાકભાજી કે જેના વિના ભારતીય ભોજનનો લુફ્ત ફિક્કો પડી જાય છે, જેમાં એક છે ડુંગળી અને બીજા છે ટમેટાં. ડુંગળીના ભાવ ફરી એકવખત આકાશને આંબી રહ્યાં છે અને વગર કાપ્યે લોકોને રડાવી રહી છે.

Divyabhaskar.com

Jan 30, 2021, 04:39 PM IST

નેશનલ ડેસ્કઃ બે શાકભાજી કે જેના વિના ભારતીય ભોજનનો લુફ્ત ફિક્કો પડી જાય છે, જેમાં એક છે ડુંગળી અને બીજા છે ટમેટાં. ડુંગળીના ભાવ ફરી એકવખત આકાશને આંબી રહ્યાં છે અને વગર કાપ્યે લોકોને રડાવી રહી છે. એક વખત ફરી ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ 50 રુપિયા કિલો ઉપર ચાલ્યાં ગયા છે. તો ટમેટાંએ પહેલાંથી જ લોકોનું બજેટ ખોરવી નાંખ્યુ છે.

ગમે તેટલાં પગલાં છતાં સામાન્ય લોકોને કોઈ રાહત નહીં

- દેશમાં ફરી એક વખત ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. જો કે આ કંઈ નવી વાત નથી. જેમ ઉત્સવપ્રિય આપણી જનતા દર વર્ષે નિર્ધારીત તિથિ અને તારીખે ઉત્સવ મનાવે છે તેવી જ રીતે જાણે કોઈ પરંપરા હોય તેમ દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ડુંગળીના વધુ ભાવો ચુકવે છે.

- કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ તૈયારીઓના દાવાઓ, જમાખોરી પર અંકુશ લગાવવાની રણનીતિ અને ડુંગળીને ઈમ્પોર્ટ કરવાની વાત કોઈ રાહત નથી આપતાં.

- 2-3 મહિના સુધી ડુંગળીના ભાવ લોકોને તૌબા કરાવ્યાં બાદ પાકની નવી આવક થતાં જ ભાવ લેવલ પર આવી જાય છે.

- સવાલ એ છે કે જ્યારે દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ડુંગળી મોંઘી બને થાય છે તો સરકાર ડુંગળીના ભાવ નિયંત્રિત રહે તે અંગે કેમ કોઈ પગલાં નથી ભરતી. તેના બદલે સરકારના મંત્રીઓને સવાલ કરવામાં આવતાં ડુંગળીના ભાવ વધે કે ઘટે તેમના હાથમાં નથી તેમ જણાવી રહ્યાં છે.

ભાવ પરના નિયંત્રણ અમારા હાથમાં નથી’

- કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાનને જ્યારે ડુંગળીના વધતાં ભાવ અંગે સવાલ કર્યાં તો તેઓએ હાથ ઊંચા કરી દીધા.

- રામવિલાસ પાસવાને કહ્યું કે, “ડુંગળીના ભાવની કિંમત ઓછી કરવી મારા હાથમાં નથી. મહારાષ્ટ્રમાંથી 10,000 ટન મોકલવાનું કહ્યું છે અને વિદેશથી ઈમ્પોર્ટ થતાં દોઢ માસ જેટલો સમય લાગી જાય છે. આ ઉપરાંત નિકાસમાં પણ ઘટાડો કરાયો છે.”

- પાસવાને વધુમાં કહ્યું કે, “રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડુંગળીની નવી આવક થતાં તેના ભાવમાં ઘટાડો આવી શકે છે.”

આગળ વાંચો કેમ વધે છું ડુંગળીના ભાવ અને તેમાં સ્થિરતા લાવવા માટે શું છે ઉપાય?

X
Onion Price hike day by day but governemt not take any step

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી