#UriAttack: 1990 બાદ સૌથી મોટો આતંકી હુમલો, 9 સવાલ-જવાબ થકી સમજો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ કાશ્મીરમાં અશાંતિના 26 વર્ષ બાદ કોઈ આર્મી બેઝ પર આટલો મોટો હુમલો થયો છે. રવિવારે ઉરીના આર્મી બ્રિગેડ હેડક્વાર્ટર્સ પર ઝેલમના રાસ્તે પીઓકેના સલામાબાદ નાળામાંથી આવેલા 4 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકીઓ તાર કાપીને કેમ્પસની અંદર આવ્યા હતા. આતંકીઓએ સવારે બેઝ પર જવાનોની ડ્યૂટી બદલવાના સમયનો લાભ ઉઠાવી હુમલો કર્યો હતો. આ હુમલો 1990 બાદનો સૌથી મોટો હુમલો એટલા માટે છે કારણ કે આ હુમલામાં 17 જવાન શહીદ થયા છે.
આ હુમલાને કારણે ઉઠ્યા આ સવાલો
1 - શા માટે ઉરી મહત્વપૂર્ણ?

- ઉરીએ લાઈન ઓફ કંટ્રોલથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલી લશ્કરી છાવણી છે.
- અહીં ડોંગરા રેડીમેન્ટ તૈનાત છે, આ 12 આર્મી યૂનિટનો બેઝ છે.
- અહીંની હિલચાલ પર પાકિસ્તાનની સેના દ્વારા હાઈ-એલ્ટિટ્યુડ પરથી નજર રાખી શકાય છે.
- અહીં ઓછામાં ઓછા 12-14 હજાર સૈનિકો તહેનાત હોય છે. આ એલઓસી પાસેનો સૌથી મોટો આર્મી બેઝ છે. અહીં ઘણા મહત્વપૂર્ણ હથિયારો રાખવામાં આવે છે.
- આજુબાજુમાં રહેણાક વિસ્તારો છે. જેમાંથી કેટલાક તત્વો પાક.ને સમર્થન આપતાં હોય તેમ જણાય છે.
- 2014માં પણ અહીં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં દસ જવાન માર્યા ગયા હતા.
- હુમલાખોરો સરહદ પરની નદીને પાર કરીને અહીં પહોંચી શકે છે. જેમને સ્થાનિકોનો આશરો મળી રહે છે.
2. આર્મી બેઝ સુધી કઈ રીતે પહોંચ્યા આતંકીઓ?

- મીડિયા અહેવાલો અનુસાર, બેઝ પર ઘુસેલા આતંકીઓએ 24-48 કલાક પહેલાજ ખીણ વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી.
- આતંકીઓ સવારે 3.30 કલાકે આર્મી બેઝ પર પહોંચ્યા હતા. તેમણે જવાનોની શિફ્ટ ચેન્જ થવાના સમયનો લાભ ઉઠાવ્યો. તે પછી આંતકીઓ બે ભાગમાં અલગ થઈ ગયા.
3.કેવી રીતે કર્યો હુમલો?

- બે ભાગમાં વહેંચાયા બાદ આતંકીઓએ સૌપ્રથમ કેમ્પની અંદર ગ્રેનેડ ફેંક્યો હતો.
- આતંકીઓના બીજા ગ્રુપે આર્મી બેઝ એડમિનિસ્ટ્રેટિવ બેરેકમાં પ્રવેશી ત્યાં ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા હતા.
(આગળની સ્લાઈડ્સમાં જાણો હુમાલામાં કેમ શહીદ થયા ભારતીય જવાનો....)
અન્ય સમાચારો પણ છે...