તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 IPS: કો'ક જંગલોમાં નીડરતાથી ફરે છે AK47 લઈને તો અમુકથી ફફડે છે માફિયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/પાણીપતઃ દેશમાં મહિલા પોલીસ ઓફિસરોની કુલ સંખ્યા 6.11 ટકા છે. ભલે તેમની સંખ્યા ઓછી હોય, પરંતુ તેમનો જુસ્સો કંઈ ઓછો નથી. ઘણા મામલે મહિલા પોલીસ ઓફિસરોની પ્રામાણિકતા અને ઝડપ જગજાહેર થઈ છે. તે પછી દેશની પહેલી મહિલા IPS કિરણ બેદી હોય કે આસામમાં બોડો ઉગ્રવાદીઓ સામે લડત આપી રહેલા સંજુક્તા પારાશર, દરેક એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. મળો દેશની બહાદુર 10 લેડી IPS ઓફિસરોને...
સંજુક્તા પારાશર

- આસામની પહેલી મહિલા IPS ઓફિસર સંજુક્તા પરાશર બહાદુરીનું બીજુ નામ માનવામાં આવે છે.
- હાલ તે રાજ્યનાં સોનિતપુરમાં SP તરીકે તૈનાત છે.
- આસામનાં જંગલોમાં પારાશર રાત્રે પણ એકે-47 લઈને નીડરતાથી ફરે છે.
- સંજુક્તાએ દિલ્હીનાં જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટીથી પીએચડી કર્યું છે.
- તે વર્ષ 2006 બેચની IPS ઓફિસર છે.
- તેની નિયુક્તિ આસામની પ્રથમ મહિલા IPS ઓફિસર તરીકે થઈ હતી. સંજુક્તાને એક પુત્ર પણ છે.
- એન્ટી બોડો આતંકવાદી ઓપરેશન દરમિયાન તે ચર્ચામાં આવી હતી.
- નોંધનીય છે કે, ઓપરેશનમાં તેણે 16 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે 64 આતંકવાદીઓની ધરપકડ કરી છે.
(8 માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડે છે. આ અવસર પર divyabhaskar.com કેટલીક પસંદ કરેલી મહિલા IPS વિશે જાણકારી આપી રહ્યું છે, જેનાથી અપરાધીઓ ફફડે છે.)
આગળની સ્લાઈડ્સમાં વાંચો દેશની અન્ય IPS ઓફિસરો વિશે...
અન્ય સમાચારો પણ છે...