તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનના મેવાત ગામની અનોખી હકીકત: દરેક ગોવાળ મુસ્લિમ, ઘરોમાં 100 જેટલી ગાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલવર: રાજસ્થાનનો મેવાત પ્રદેશ. અહીંનાં આશરે એક ડઝન ગામની 95 ટકા વસતી મુસ્લિમ છે. આ ગામોનાં દરેક ઘરમાં 50થી માંડીને 100 સુધી ગાય છે. પહાડો પર સવારે એક સાથે ગાયોનું ધણ જતું હોય એવું લાગે છે. તિજારા વિસ્તારમાં ફેલાયેલા મેવાતના મિલકપુર તુર્ક, ભલેસર, શાદીપુર, આદીપુર, ઢાકપુરી, દમદમા, બાઘોર, નીમલી, ફુલ્હાબાસ, મુસેપુર, ગોલ કે જેરોલી ગામોમાં દરેક ગોવાળ મુસ્લિમ છે. અરવલ્લીના પહાડો વચ્ચે હરિયાણા બોર્ડર સુધી વસેલાં આ ગામોમાં જંગલ અને પહાડીઓ પર સેંકડોની સંખ્યામાં ગાયોનાં ધણ ચરતાં દેખાય છે. આ ગાયો ચરાવનારા ગોવાળ મુસ્લિમ હતા.
ઢાકપુરીના જુમ્મા ખાને જણાવ્યું કે તેની પાસે 60 ગાય, 110 બકરી અને 20 ભેંસ છે. તેઓ ત્રણ ભાઇ છે અને પરિવારની સંપૂર્ણ આજીવિકા પશુપાલનથી ચાલે છે. ગાયોનું તેઓ માતાની જેમ સન્માન કરે છે. ભલેસરના મુકીન ખાને જણાવ્યું કે ઘરમાં બાળપણથી ગાયો રહી છે. તેણે ગામમાં પરચૂરણ વસ્તુઓની દુકાન શરૂ કરી પરંતુ ગુજારો ન થયો. હવે તેની પાસે 20 ગાય છે અને આખા પરિવારનો આરામથી ખર્ચ ઉઠાવે છે. મુસેપુરના સાજિદ ખાન પાસે 50થી વધુ ગાય છે. તેમનું કહેવું છે કે જંગલમાં જો કોઇ શંકાસ્પદ લોકો ગાયોને હરિયાણા લઇ જતા દેખાય છે તો તેમને ગામવાળા જ પકડી લે છે. ગામવાળાઓની મદદથી ઘણી વાર ગાયોને ગૌતસ્કરો પાસેથી મુક્ત કરાવી છે.
દૂધ નહીં આપનારી ગાયોને વેચવાની પરંપરા નથી

ગ્રામીણો કહે છે કે દૂધ નહીં આપનારી ગાયોને તેઓ વેચતા નથી. દૂધાળી ગાયોને પણ ગ્રામીણ પરસ્પર ખરીદ-વેચાણ કરે છે. જે લોકોને જાણતા નથી તેમને તેઓ ગાયો વેચતા નથી. ગાયોને પાળવા માટે પણ તેમને કોઇ ખાસ ખર્ચ કરવો પડતો નથી. ગાયો સાંજે ચારીને આવી જાય છે.
મેવાત ભાઇચારાનું પ્રતીક રહ્યું

હરિયાણાના ફરિદાબાદ, પલવલ, નૂંહ ફિરોઝપુર ઝિરકા અને રાજસ્થાનના નૌગાંવા, રામગઢ, તિજારા, ટપુકડા, સીકરી, ગોપાલગઢ, કામા પહાડી સુધી ફેલાયેલા મેવાતને ભાઇચારાનું પ્રતીક માનવામાં આવે છે. બંને પ્રદેશોમાં ફેલાયેલા મેવાતનો આ વિસ્તાર સરહદથી જોડાયેલો નથી. અહીં 36 કોમના લોકો હળીમળીને રહે છે.

ગૌહત્યાની વિરુદ્ધમાં છે પંચાયત

જિલ્લા મેવ પંચાયતના સંરક્ષક શેર મોહમ્મદ કહે છે કે ગૌહત્યા કરનારાઓની સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ. ગૌહત્યામાં સંડોવાયેલા 1 કે 2 ટકા લોકોને કારણે આખી કોમ બદનામ થાય છે. તેમણે જણાવ્યું કે ઇસ્લામમાં સ્પષ્ટ લખેલું છે કે આપણે અન્ય લોકોના ધર્મનો આદર કરવો જોઇએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો