જયપુરમાંથી રૂપિયા ૯૨ કરોડની આવક મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રીઅલ એસ્ટેટ અને જ્વેલરી વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં ૯૨ કરોડ રૂપિયાની બેનામી આવક બહાર આવી છે. આ ગ્રૂપ પાસેથી ૩.૨૨ કરોડ રૂપિયા રોકડા અને પ.૧પ કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. ગ્રૂપના ૨પ ઠેકાણાઓ પર ગુરુવારે એક સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમાંથી એક ઠેકાણું મુંબઈમાં છે.

કાર્યવાહી ગ્રૂપના મુખ્ય ઉપરાંત સાત સહયોગીઓ પર ફોકસ રાખીને કરવામાં આવી હતી. તેનું મુખ્ય કેન્દ્ર લાલબહાદુરનગર અને બરડિયા કોલોની રહ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પહેલી વખત સાઈબર ફોરેન્સિક એક્સપર્ટ બોલવવામાં આવ્યા હતા. તેઓ દિલ્હીથી આવ્યા હતા. તેમના દ્વારા રિસાઈકલબીનમાંથી પણ ડિલીટ કરવામાં આવેલા ડેટા લાવી ચકાસવામાં આવ્યા હતા. આ અગાઉ સ્થાનિક કમ્પ્યૂટર એન્જિનિયર્સની મદદ કરવામાં આવતી હતી.