તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિઠ્ઠીબાબાની કહાની: એટલા પત્રો લખ્યા કે, ગામમાં પાણી, વીજળી અને રોડ લઇ આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાવતભાટા: 78 વર્ષીય કંવરલાલ. ચિઠ્ઠીબાબાના નામે પ્રસિદ્ધ છે. માત્ર આઠ પાસ છે. કંવરલાલ એક જ કામ કરે છે બસ પત્ર લખી આપવાનું. 12 વર્ષમાં ધારાસભ્ય, સાંસદથી માંડી રાષ્ટ્રપતિને પણ ચાર હજારથી વધારે પત્રો લખી ચૂક્યા છે. તેમના પ્રયાસોને કારણે જ રાવતભાટાના ખાતીખેડા બાડિયા ગામમાં પાણી આવી ગયું છે, હવે વીજળી અને માર્ગની સુવિધા પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. રાવતભાટાથી 32 કિમી આગળ અને મુખ્ય માર્ગથી 7 કિમી કાચા માર્ગે ખાતીખેડા બાડિયા ગામ આવેલું છે.

રાણાપ્રતાપ સાગર બંધના વિસ્થાપિતો માટે વસેલા આ ગામમાં 2004 સુધી લોકો 7 કિમી સુધી ચાલીને પાણી ભરી લાવતા હતા. 60 લાખ રૂ.ની યોજના મંજૂર થઇ. તેમણે ગામને મહેસૂલી ગ્રામ જાહેર કરાવ્યો જેથી ગામને બજેટનો સીધો લાભ મળી શકે. અધિકારીઓ ધુત્કારે તો આ ટોચના અધિકારી સુધી પહોંચી જતા. અધિકારીઓએ હાર સ્વીકારી તેમનું કામ કરવું પડે

પ્રથમ કિસ્સો : જ્યારે પાણીની અછત હતી ત્યારે કંવરલાલે તત્કાલીન એસડીએમ દેવીલાલ સાથે મુલાકાત કરી. દેવીલાલે એમ કહી ધુત્કાર્યો કે, તમે ગામ માટે મોકલેલું પાણી પશુઓને પીવડાવી દો છો, ટેન્કરોની સંખ્યા નહીં વધે. પછીથી એસડીએમએ નમવું જ પડ્યું.

બીજો કિસ્સો : એકવાર તત્કાલીન ઉપપ્રધાન ઓમપ્રકાશ ગુપ્તા પાસે પાણીની સમસ્યા લઇને પહોંચી ગયા. ગુપ્તાએ કહ્યું મારા ઘરમાં લગ્ન છે, કઇં જ નહીં કરી શકું. અધિકારીઓને ફોન કરવા અંગે પણ ના પાડી દીધી. કંવરલાલ આ ફરિયાદ સાથે કલેક્ટર સુધી પહોંચી ગયા. ગ્રામજનો તેમના પત્રો/આવેદન પર સહી કરતા ખચકાટ અનુભવતા હતા, હવે કહે છે કે, ગામમાં જે પણ સુવિધાઓ છે તે કંવરલાલને કારણે જ છે.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો