(તસવીર: લગ્ન બાદ ફુંગજાથંગ તોન્સિંગ દુલ્હન થૈંગગેશાંગ સાથે)
ઈમ્ફાલ: મણિપુરના 77 વર્ષીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ફુંગજાથંગ તોન્સિંગને 53 વર્ષ નાની નર્સ સાથે શુક્રવારે લગ્ન કર્યા. ઈમ્ફાલમાં યોજાયેલા લગ્નમાં મણિપુરના મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ સહિત અન્ય ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તોન્સિંગના બીજા લગ્ન છે. દુલ્હન થૈંગગેશાંગ મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના ન્યૂ લમ્કા વિસ્તારમાં વસતા ટી ખમજાદોની દિકરી છે. ગત વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશના 67 વર્ષીય રેલ મંત્રી મુજીબુલ હકે 29 વર્ષની હોનુફા અખ્તર સાથે લગ્ન કર્યા હતા. તે હકના પહેલા લગ્ન હતા.
આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો..