75ની ઉંમરે થયો પ્રેમ, એક સપ્તાહ લિવ ઈનમાં રહ્યા પછી હવે કરશે લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જશપુર: કહેવાય છે કે પ્રેમમાં કોઈ બંધન નથી હોતું, જોડી ઉપરથી બનીને આવતી હોય છે. આજ વાત બગીચા બ્લોકના બગડોલના આશ્રિત ગ્રામ ઝગરપુરમાં સાબીત થઈ છે. અહીં 75 વર્ષના પહાડી કોરવા રતિયા રામની મુલાકાત 70 વર્ષના જિમનાબરી બાઈ સાથે થી હતી. ત્યારપછી બંનેમાં ખૂબ સારી મિત્રતા થઈ ગઈ અને તે મિત્રતા પ્રેમમાં પરિવત્ન થતા વાર ન લાગી. હવે બંનેએ એક બીજાના જીવનસાથી બનવાનો નિર્ણય લીધો છે. તેમના લગ્ન 16 ઓગસ્ટના રોજ ધુમધામથી થવાના છે. છેલ્લા એક સપ્તાહથી બંને લીવ-ઈનમાં રહે છે. 
 
જાણો સમગ્ર ઘટના
 
- અંદાજે છેલ્લા 20વર્ષથી બંને એકલા જીવન જીવી રહ્યા હતા. બંનેને આ ઉંમરે એકલતા લાગતી હતી.
- રતિયા રામની પત્નીનું નિધન 20 વર્ષ પહેલાં થઈ ગયું હતું. તેમને બે દીકરીઓ છે જે બંનેના લગ્ન થઈ ગયા છે. પત્નીના મૃત્યુ પછીથી રતિયા રામ છેલ્લા 20 વર્ષથી ગામમાં એકલા રહે છે.
- એકલતાના કારણે તેઓ તેમની દીકરીના સાસરે ઝિક્કી ગયા હતા. ત્યાં તેમની મુલાકાત જિમનીબરી બાઈ સાથે થઈ હતી.
- જિમનીબરીના પતિનું મૃત્યુ પણ અંદાજે 20 વર્ષ પહેલાં થઈ ગયું હતું અને તેઓ ઝિક્કીમાં એક સંબંધીના ત્યાં રહેતા હતા.
- બંનેના જીવનની સ્ટોરી એક જેવી જ હતી. બંને વચ્ચે મેળ થયો તેનું આ પહેલું કારણ હતું. મુલાકાત પછી રતિયા રામ અને જિમનીબરીએ એકબીજાના જીવનસાથી બનવાનું નક્કી કર્યું છે.
- બંને વૃદ્ધ લોકોનું જીવન વૃદ્ધા પેન્શનના આધારે ચાલે છે. ઝિક્કીથી રતિયા રામ હવે તેમની પ્રેમિકા જિમનીબરીને તેમના ઘરે લઈ આવ્યા છે.
- શુક્રવારે બંનેએ પંચાયતના સરપંચ લલિત નાગેશ સાથે મુલાકાતકરી છે અને તેમના લગ્ન માટે મદદ માગી છે. જિલ્લા સરપંચે આ વાત સહર્ષ સ્વીકારી લીધી છે. 
 
16 ઓગસ્ટે થશે લગ્ન

- બગડોલના સરપંચ લલિત નાગેશેએ 16 ઓગસ્ટના રોજ તેમના લગ્ન ધૂમધામથી કરાવવાની વાત કરી છે.
- ત્યારપછીથી પંચાયતના લોકો રતિયા અને જિમનીબરી બાઈના લગ્નની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. 
- પંચાયત દ્વારા આ કપલના ભરણ પોષણમાં પણ મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિવાહમાં સરપંચ સહિત સમગ્ર પંચાયતના લોકો હાજર રહેશે.
 
આ રીતે થયો પ્રેમ

- રતિયા અને જિમનીબરી બાઈનું કહેવું છે કે, તેઓ અંદાજે છેલ્લા 20 વર્ષથી એકલતાવાળું જીવન જીવી રહ્યા છે.
- જ્યારે તેમની પહેલી મુલાકાત થઈ ત્યારે બંનેએ એક બીજા સાથે તેમનું દુખ શેર કર્યું હતું.
- બંનેએ એક બીજાને ખૂબ સારી રીતે સમજ્યાં. તેમની વચ્ચે પ્રેમની લાગણી વધતચા હવે તેમણે એકબીજાના જીવનસાથી બનવાનો નિર્ણય લીધો છે.
- આ ઉંમરે બંનેને જીવનસાથી મળતા તેઓ ખૂબ ખુશ છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ બંનેની ખાસ તસવીરો
 
 
અન્ય સમાચારો પણ છે...