તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈદના કારણે કાશ્મીરમાં 72 કલાક ઈન્ટરનેટ, મોબાઈલ બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીનગર: છેલ્લા બે મહિનાથી અશાંતિમાં જીવી રહેલા કાશ્મીરમાં 72 કલાક માટે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ રાખવામાં આવી છે. મંગળવારે ભારે સુરક્ષા અને કર્ફ્યૂની વચ્ચે બકરી ઈદની ઉજવણી થશે. હુલ્લડખોરો પર ડ્રોન તથા હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવશે. બકરી ઈદના દિવસે બંદીપુરામાં સુરક્ષાબળો પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીમાં એક શખ્સનું મોત થયું છે.

10 જિલ્લામાં સાવચેતીરૂપે કર્ફ્યૂ

મહેબૂબા સરકારે બકરી ઈદને ધ્યાનમાં રાખી સોમવારે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તે પછી બકરી ઈદ એટલે કે મંગળવારે તમામ 10 જિલ્લામાં કર્ફ્યૂ લાગુ કરવાનો તેમજ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ કરવાનો આદેશ અપાયો છે. કર્ફ્યૂ દરમિયાન સર્વેલન્સ માટે હેલિકોપ્ટર અને ડ્રોનથી નજર રાખવામાં આવશે. બીજી બાજુ, ભાગલાવાદીઓએ તા. 16મી સપ્ટેમ્બર સુધી બંધનું આહ્વાન કર્યું છે.

72 કલાક ઇન્ટરનેટ સેવા બંધ

ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પર પ્રતિબંધ સોમવારથી 72 કલાક માટે લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિબંધ શ્રીનગર, ગાંદરબલ, કુપવાડા, બારામુલા, બડગામ, શોપિયાં, કુલગામ, પુલવામા અને અનંતનાગમાં લાગુ કરાયો છે. આ માટે બીએસએનએલ અને પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.

મંગળવારે ફરી એન્કાઉન્ટર શરૂ

પૂંચમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે રવિવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર સોમવારે પણ ચાલુ રહ્યું હતું. સૈન્યએ એક ઘરમાં ઘૂસી બીજા આંતકીને ઠાર માર્યો હતો. દિવસે મિનિ સેક્રેટિરિએટથી સાંજે ચાર વાગ્યા સુધી ફાયરિંગ ચાલુ રહ્યું હતું. ડીઆઈજી રાજૌરી પૂંચ રેન્જ જાની વિલિયમે જણાવ્યું હતું કે, સૈન્યએ મોડી રાતે અભિયાન રોકી દીધુ હતું, પરંતુ સેક્રેટિરિએટમાંથી કોઈ મૃતદેહ મળ્યો નહોતો. આથી મંગળવારે સવારે ફરી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. પ્રદેશમાં બે દિવસમાં આઠ આતંકી ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે એક પોલીસ કર્મચારી શહીદ થયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો