તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વતંત્રતા દિવસઃ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ લહેરાવ્યો તિરંગો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: 70મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યા બાદ પોતાની સ્પીચ શરૂ કરતા જ દેશવાસીઓ અને દુનિયામાં રહેતા તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ કહ્યું હતું કે, જો હું બે વર્ષની સરકારની સિદ્ધીઓ ગણાવા બેસીસ તો અઠવાડિયાઓ સુધી બોલવું પડશે. મોંઘવારી વિશે પીએમએ કહ્યું હતું કે, દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ દેશમાં દાળ અને શાકભાજીના ભાવ વધારે નથી વધ્યા. ગરીબોની થાળી અમે મોંઘી નથી થવા દીધી. દોઢ કલાકના મોદીના ભાષણમાં તેમની સરકારે બે વર્ષમાં શરૂ કરેલી યોજનાઓ સહિત, આતંકવાદ અને ગરીબી જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરી લીધો હતો.
સૌથી લાંબી સ્પીચ આપીને મોદીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ
- મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી 94 મિનિટ લાંબી સ્પીચ આપી છે. તેમણે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર સૌથી લાંબી સ્પીચ આપી છે.
- તેમણે ગયા વર્ષે 86 મિનિટ 10 સેકન્ડ સુધીની સ્પીચ આપી હતી.
- તે વખતે તેમણે પંડિત જવાહરલાલ નેહરુની 72 મિનિટની સ્પીચનો રેકોર્ડ તોડ્યો હતો.
- 70માં સ્વતંત્રતા દિવસે મોદીએ તેમની સ્પીચ 7.34 મિનિટે શરૂ કરી હતી અને 9.08 મિનિટે પૂરી કરી હતી.
મોદીએ ફરી તોડ્યો પ્રોટોકોલ

- આ વર્ષે પણ પીએમ મોદી તેમની સ્પીચ પૂરી કરીને સ્કૂલના બાળકોને મળવા ગયા હતા. અહીં બાળકો તેમને મળવા અને પગે લાગવા માટે પડાપડી કરી હતી ત્યારે એક વખત તો પીએમ મોદી પણ લથડી ગયા હતા અને સુરક્ષાના જવાનોએ તેમને સાચવી લીધા હતા.
PM મોદીના ભાષણના વિવિધ અંશ
ફ્રિડમ ફાઈટર્સના પરિવારને રૂ. 30,000થી વધારાની સન્માન રકમ

- દેશમા સ્વતંત્રતા સેનાનીઓનું ઘણું યોગદાન રહ્યું છે. આજે મારા દરેક સ્વર્ગીય સ્વતંત્રતા સેનાનીઓને જે પેન્શનની રકમ મળે છે તેમાં અમે 20 ટકાનો વધારો કરીએ છીએ. આમ, હવે જેને મહિને રૂ. 25,000 મળે છે તેમને રૂ. 30,000ની રકમ મળશે. આ મારો એક નાનકડો પ્રયત્ન છે.
- અમને અનુભવ થયો છે કે, ગરીબીના ઘરમાં બીમારી આવે તો ઘણી મુશ્કેલીઓ તાય છે. તેથી અમે સંકલ્પ કર્યો છે કે, જો કોઈ ગરીબ વ્યક્તિ બીરમાર થશે તો તેમનો રૂ. એક લાખ સુધીનો ખર્ચ સરકાર ઉપાડશે.
લોકતંત્રમાં અંહકાર નથી ચાલતો, પાછલી સરકારના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા

- પહેલાની સરકારે જે કામ કર્યું છે તેની ખામી દૂર કરીએ અને આગળ વધુ કામ કરીએ. લોકતંત્રમાં અહંકાર નથી ચાલતો. તેથી જ અમે જૂની સરકારના કામને પણ એટલુ જ મહત્વ આપ્યું છે. હું જાતે જ દર મહિને કામનો રિવ્યુ કરુ છું. સાડા સાત કરોડ રૂપ્યાના 118 પ્રોજેક્ટ કોઈને કોઈ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. અમારી સરકાર તેમાં થોડુ ફંડ ઉમેરીને પણ તે પ્રોજેક્ટ પૂરા કરી રહી છે. યોજનાઓને અટકાવવી અને રૂપિયાને વેસ્ટ કરવા એક રીતે ક્રિમિનલ નેગ્લિજન્સ છે. રેલવે બ્રિજનું કામ હવે વધુમાં વધુ છ મહિનામાં થઈ રહ્યું છે.
સરકારની ઓળખ કરતા દેશની ઓળખ પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે

આપણાં દેશમાં એક પરંપરા બની ગઈ છે. સરકારે તેમની ઓળખ બનાવવા માટે ઘણું કર્યું છે. આપણાં દેશનો જે પ્રમાણેનો સ્વભાવ છે તે પ્રમાણે લોકરંજન- લોકભાવના, કામ કરી દો અને સરકારી ખજાનાને ખાલી કરી દો. મે આ મોહથી મારી જાતને બહુ દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ ટ્રાન્સપરન્સી સાથે ટ્રાન્સફોર્મનું કામ કર્યું છે. રિફોર્મ- પરફોર્મ-ટ્રાન્સફોર્મ પર રામ કર્યું છે. અમને સરકાર અને પક્ષની ઓળખ કરતા દેશની ઓળખમાં વધારે રસ છે. દેશની ઓળખ બનશે તો આવનારી પેઢી સુધી તેનો લાભ મળશે. અમે રેલવેમાં બાયોટોઈલેટની વાત કરીએ છીએ તો બુલેટ ટ્રેનની પણ વાત કરીએ છીએ.
વિદેશ નીતિ

આપણી વિદેશ નીતિથી તે ફાયદો થયો કે કતર સાથે સમજૂતી થઈ ગઈ. અશ્કય વાત શક્ય થઈ ગઈ. સરકારી ખજાનામાંથી રૂ. 20,000 વધ્યા. હવે ઈરાન-અફઘાનિસ્તાન- ભારત બધા મળીને તેનો વિકાસ કરશે. અશક્ય કામને શક્ય કરવામાં આવ્યું છે.
ગરીબીની થાળી મોંઘી નહીં થવા દઉં

- પહેલાં સરકારમાં મોંઘવારી દર 10 ટકા કરતા વધારે હતો. અમારા સતત પ્રયત્નોના કારણે તે રેટ 6 ટકા સુધી આવી ગયો છે. અમે આરબીઆઈ સાથે સમજૂતી કરી છે કોઈ પણ રીતે મોંઘવારી દરને કાબુમાં રાખવો. બે વર્ષની દુષ્કાળ જેવી સ્થિતિમાં દાળનું ઉત્પાદન ચિંતાનો વિષય તો બન્યો છે. પહેલાંની જેમ મોંઘવારી વધી હોત તો ખબર નહીં શું થાત. તેને રોકવા માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા છે. આ સરકાર અપેક્ષાઓની ઘેરાયેલી સરકાર નથી. હું તે અપેક્ષા પૂરી કરવાના સમગ્ર પ્રયત્નો કરીશે. ગરીબીની થાળી મોંઘી નહીં થવા દઈએ.
એલઈડી બલ્બ બચાવશે સવા લાખ કરોડ

- 350 રૂપિયાનો એલઈડી બલ્બ આજે અમે 50 રૂપિયામાં વેચી રહ્યા છીએ. હું નથી પૂછવા માગતો કે અત્યાર સુધી આ રૂપિયા ક્યાં જતા હતા. અત્યારસુધીમાં 13 કરોડ બલ્બની વહેંચણી કરી દેવામાં આવી છે. તમે પણ એલઈડી બલ્બ લગાવો અને વર્ષે 500 રૂપિયા બચાવો. જે દિવસે 77 કરોડ એલઈડી બલ્બ લાગશે તે દિવસે 20 હજાર મેગાવોટ વીજળી બચશે. તેના કારણે દેશના સવા લાખ કરોડ રૂપિયા બચી જશે. ત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ સાથે લડાઈ લડી શકીશું.
ગામડાઓમાં અશક્યને કર્યું શક્ય

અમે બે વર્ષમાં બે કરોડથી વધારે શૌચાલય બનાવી ચૂક્યા છીએ. 70 હજાર કરતા વધારે ગામડાઓ ખુલ્લામાં શૌચ જવાની સમસ્યામાંથી મુક્ત થઈ ગયા છે. ગયા વર્ષે મે આ જ લાલ કિલ્લા પરથી કહ્યું હતદું કે 1,000 દિવસમાં 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડીશું. અમે અશક્ય કામને શક્ય કર્યું છે. અત્યાર સુધીમાં 10,000 ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ છે. ઘણાં ગામ એવા છે જે આજે ટીવી પર આઝાદીની આ ઉજવણી જોઈ રહ્યા છે. દિલ્હીથી ત્રણ કલાકના અંતે હાથરસ વિસ્તારમાં નગલા ફટેલા ગામ છે. ત્યાં વીજળી પહોંચવામાં 70 વર્ષ થઈ ગયા છે.
પીએમ મોદીએ આ મુદ્દાઓને પણ ભાષણમાં આવરી લીધાં
- આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ જેની પાછળ મહાપુરુષોનું બલિદાન છે. ત્યાગ અને તપસ્યાની ગાથા છે.
- જવાનીમાં ફાંસીના ફંદાને ચૂમનારા વીરોની યાદ આવે છે.
- મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નહેરુ અસંખ્ય મહાપુરુષો જેઓએ દેશની આઝાદી માટે અવિરત સંઘર્ષ કર્યો.
- તેનું જ પરિણામ છે કે આજ આપણે સ્વરાજમાં આઝાદીનો શ્વાસ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
- આજે દેશને નવા સંકલ્પ સુધી લઈ જવાનો પર્વ છે.
- ભારત એક ચીર પુરાતન રાષ્ટ્ર છે.
- પંચાયતથી સંસદ સુધી દરેક વ્યક્તિ જવાબદારી નિભાવે.
- સ્વરાજને સુરાજમાં બદલવાનો દેશને સંકલ્પ.
- એક સમય હતો જ્યારે સરકારો આક્ષેપોથી ઘેરાયેલી રહેતી હતી. હવે આ સરકારથી અપેક્ષાઓ છે.
- શાસન સંવેદનશીલ હોવું જોઈએ.
- ભારત સામે લાખો સમસ્યાઓ છે તો સવ સો કરોડ મસ્તિષ્ક પણ છે.
- દેશમાં સમસ્યા છે તો સામર્થ્ય પણ છે.
- પોતાની જવાબદારી નિભાવવાથી જ સુરાજ અને શ્રેષ્ઠ ભારતનું સપનું પૂરું થશે.
- આજે સરકારની તમામ મોટી હોસ્પિટલોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે અને તમામ મેડિકલ રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ થાય છે.
- સુરાજ્ય માટે સુશાસન પણ જરૂરી છે. હવે ગ્રુપ સી અને ગ્રપ ડીના 9000 પદોના ઈન્ટરવ્યૂની પ્રક્રિયા નહીં થાય. ભલામણની પણ જરૂરત નહીં રહે.
- સામાન્ય વ્યક્તિ દેશની અર્થવ્યવસ્થાની મુખ્યધારાનો ભાગ નહોતો. અમે 21 કરોડ લોકોને જનધનથી જોડીને અસંભવને સંભવ કર્યો હતો.
સ્પીચ માટે મોદીએ લોકો પાસેથી માંગ્યા હતા મંતવ્યો
- આ વખતે મોદીને પોતાની સ્પીચ માટે દેશવાસીઓ પાસેથી મંતવ્યો માંગ્યા હતા. તેમાં 10 હજારથી વધુ મંતવ્યો આવ્યા હતા.
- ગયા વર્ષે 86 મિનિટ 10 સેકન્ડ સ્પીચ આપનારા મોદીને આરુણી ત્રિવેદી નામના શખ્સે આ વખતે માત્ર 30 મિનિટની અંદર સ્પીચ પૂરી કરવાની સલાહ આપી છે.
મોદીની સ્પીચ તથા બાળકો વચ્ચે કેવી રીતે લથડી પડ્યા મોદી તે જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો