તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70મો સ્વતંત્રતા દિવસ, દિલ્હી સૈન્ય છાવણીમાં ફેરવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીના લાલ કિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં બહુસ્તરીય ઘેરો લગાવવામાં આવ્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી ખાસ સુરક્ષા ટીમ અને સંરક્ષણ મંત્રાલયની છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આયોજનના સ્થળે વિદેશી હસ્તીઓ અને સામાન્ય નાગરિકોના આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના 5,000 કર્મચારીઓ સહિત 8,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને સુરક્ષા નિશ્ચિત કરવાની જવાબદારી સોપવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે એનએસજી સ્નાઇપર્સ અને કમાન્ડોની એક ખાસ ટીમ સુરક્ષા ઘેરાની અંદરના સ્તરનું નિર્માણ કરશે. ડ્રોન અને પ્રોજેક્ટાઇલ જેવી કોઇ પણ હવાઇ ઘૂસણખોરી રોકવા માટે વિમાન વિરોધી તોપો તૈનાત કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં સર્વેક્ષણ કરી રહી છે અને આ વિસ્તારમાં રહેતા 9,000થી વધુ લોકોની વિસ્તૃત માહિતી એકત્રિત કરી છે. લાલ કિલ્લા સામેની ઇમારતોને પોલીસ અને અર્ધ-સૈનિક દળોથી સુરક્ષિત કરવામાં આવશે.
ઓચિંતી સ્થિતિ માટે ખાસ ઉપાય

આયોજન સ્થળે જો ઓચિંતી સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે ખાસ ઉપયા કરવામાં આવશે. નોંધનીય છે કે, વડાપ્રધાન અગાઉ પણ આવું બે વાર કરી ચુક્યા છે.
રાષ્ટ્રપતિ ભવન ફરતે હાઇ એલર્ટ જાહેર

રાષ્ટ્રપતિ ભવન સંકૂલની બહાર શંકાસ્પદ બેગ વિશે મળેલી બાતમીને પગલે દિલ્હી પોલીસે રવિવારે હાઇ સિક્યુરિટી એલર્ટ જાહેર કરીને રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 1 ની બહાર શંકાસ્પદ બેગ પડેલી હોવા વિશે કોઇ અજ્ઞાત વ્યક્તિએ દિલ્હી પોલીસને કોલ કરી એલર્ટ કર્યું હતું.

ભારત-નેપાળ સરહદી ચોકીઓ પર સંયુક્ત પેટ્રોલિંગ

નેપાળ સરહદેથી આતંકીઓની ભારતમાં ઘૂસણખોરીની આશંકા સંબંધિત સુરક્ષા એજન્સીઓની સૂચના પછી ભારત-નેપાળ સરહદે આવેલી બધી ચોકીઓને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સંયુક્ત પેટ્રોલિંગ શરૂ કરાયું છે. નેપાળ સરહદે ડોગ સ્ક્વોડને પણ તૈનાત કરાઇ છે.

રાજધાની દિલ્હીના મેટ્રો સ્ટેશનોને બંધ રખાશે

લાલ કિલ્લામાં સ્વતંત્રતા દિવસના આયોજન પર ચાંપતી નજર રાખવા માટે સૈન્ય અને એનએસજી અધિકારી એક ખાસ સંચાર અને કમાન સેન્ટર ચલાવશે. અધિકારીઓએ જણાવ્યું કે આયોજન સ્થળે વડાપ્રધાન ઉપસ્થિત રહે ત્યાં સુધી તેની આસપાસના મેટ્રો સ્ટેશનોને બંધ રાખવામાં આવશે.
PMના માર્ગમાં સેંકડો સીસીટીવી
7 આરસીઆરથી લાલ કિલ્લા સુધી વડાપ્રધાનના કાફલાના આવવાના માર્ગમાં સેંકડો સીસીટીવી કેમરાની મદદથી દેખરેખ રાખવામાં આવશે. દિલ્હી પોલીસે પહેલાથી જ પેરા-ગ્લાઇડિંગ, યુએવી અને હોટ એર બ્લૂનોના ઉડ્ડયન સહિત હવાઇ પ્રવૃત્તિઓને 10મી ઓક્ટોબર સુધી પ્રતિબંધિત કરી દીધું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો