તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 61 Day In Kashmir Restrictions Continue 60 Injured In Clashes One Death Due To Heartattack

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં 61મા દિવસે પણ હિંસક આંદોલન, 60 ઘાયલ, એકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીનગરઃ કાશ્મીરમાં61મા દિવસે પણ હિંસક દેખાવો થયા હતા. સૌથી વધારે હિંસા બબાલ પુલવામા, બિજબેહડા. કુલગામ અને કુપવાડામાં થઇ હતી. અહીં 60 કરતાં વધારે દેખાવકારો ઘવાયા હતા. કુલગામમાં એક વ્યક્તિનું હાર્ટએટેકના કારણે મોત થયું હતું.
રેલી અટકાવતા જોરદાર પથ્થરમારો
- રાજ્યભરમાં અલગતાવાદીઓ દ્વારા કાઢવામાં આવી રહેલી રેલીઓને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધી હતી.
- બુધવારે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આઝાદી માટે રેલીઓ કાઢવામાં આવી હતી.
- તેમાં સૌથી મોટી રેલી પુલવામા જિલ્લાના મુરાનમાં નીકળી હતી. સુરક્ષાદળોએ રેલીને અટકાવી તો ટોળાએ જોરદાર પથ્થરમારો કર્યો હતો.
- તે બાદ સુરક્ષાદળોને પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
હાર્ટ એટેકને કારણે મોત

- ચવલગામ વિસ્તારમાં અબ્દુલ ગની મીરનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
- તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, સુરક્ષાદળોએ દેખાવકારો પર ટિયર ગેસનો પ્રયોગ કર્યો હતો અને તેના અવાજને કારણે મીરનું મોત થયું છે.
- રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી.સ્કૂલ-કોલેજોમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી.
મોટી સંખ્યામાં સુરક્ષાદળોનો તહેનાત

- રસ્તા ઉપર વાહનોની અવર-જવર પણ ઓછી હતી.
- કાશ્મીર ખીણમાં લગભગ સર્વત્ર મોટી સંખ્યામાં સુરક્ષાદળો ખડકાયેલા છે.
- પરિસ્થિતિ તંગદીલી પૂર્ણ હોવા છતાં આંશિક રીતે નિયંત્રણમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો