તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'PM અંકલ, સ્વચ્છ ભારત મિશન પર અધિકારીઓ ધ્યાન નથી આપતા'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપૂરથલા: પંજાબના કપૂરથલામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી અંશિકાએ રવિવારે પીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરી હતી કે, ‘પ્રાઇમ મિનિસ્ટરજી, અમારે ત્યાં સ્વચ્છ ભારત અભિયાનની કોઇ અસર થઇ રહી નથી. પ્લીઝ અધિકારીઓને સ્વચ્છતા માટે કહેવામાં આવે.’ 24 કલાકમાં જિલ્લા પ્રશાસનને સ્વચ્છતાના આદેશ આપવામાં આવ્યા અને રવિવારે અંશિકાની કોલોનીમાં સફાઇ કરવામાં આવી. કર્મચારીઓ કચરાપેટી મૂકવાનું કહી ગયા હતા પરંતુ સોમવાર સુધી પછી તે આવ્યા નહોતા.
અંશિકાએ લખ્યું હતું- મોદી અંકલ, મેં છ માસ પહેલાં કોલોનીને સારી બનાવવા માટે અભ્યાસમાંથી સમય કાઢીને 60 છોડ રોપ્યા હતા. પક્ષીઓ માટે કુંડા મૂક્યાં. નગરપાલિકાએ કોલોનીમાં એક કચરાપેટી રાખી હતી જે તેઓ લઇ ગયા. લોકો જ્યાં ત્યાં કચરો નાખવા લાગ્યા અને મારી મહેનત પર પાણી ફરી વળ્યું. સ્વચ્છ ભારત અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ કોઇ સફાઇ થઇ રહી નથી. અંશિકાની ફરિયાદની અસર થઇ પરંતુ હાલત ફરીથી એવી થઇ ગઇ. એક વખત સફાઇ કર્યા પછી નગરપાલિકા ફરીથી ન દેખાયું. તેણીએ ફરીથી પીએમઓને ફરિયાદ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો