જાન્યુ.થી ડિસે.સુધી 54 શુભ મુહૂર્ત, 14 ડિસે.થી એક માસનો વિરામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- મુહૂર્ત: દિવસ-રાતની ગણતરીમાં મુહૂર્ત ઓછાં થઈ શકે છે, 14 ડિસે.થી એક માસનો વિરામ

નાગદા: હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષ 2015માં કુલ 54 લગ્ન માટેનાં મુહૂર્ત નીકળે છે. ગત વર્ષની સરખામણીએ તેમાં 8 ટકાનો ઘટાડો થયો છે. સૌથી વધારે 12 મુહૂર્ત ફેબ્રુઆરી 2015માં આવશે. દેવઊઠી અગિયારસ 3 નવેમ્બર 2014ના રોજ છે. તે બાદ તમામ માંગલિક કાર્યો કરવાની શરૂઆત થશે. વર્ષ 2014 ના નવેમ્બર અને ડિસેમ્બરમાં (નવેમ્બર 17,19,24,26,27 અને ડિસેમ્બર 7, 8)માં કુલ 8 મુહૂર્ત છે. પં. યોગેશ શર્માના જણાવ્યા અનુસાર વિવિધ પંચાંગોનું અધ્યયન કર્યા બાદ વર્ષ 2015માં કુલ 54 દિવસનાં અને રાતનાં મુહૂર્તો નીકળ્યા છે. દિવસ અને રાતની ગણતરીએ આ મુહૂર્તમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે.

લગ્ન ઉપર ક્યારે વિરામ

14 ડિસેમ્બર 2014થી 15 જાન્યુઆરી 2015 સુધી માંગલિક કાર્યો નહીં કરી શકાય. લગ્નનાં મુહૂર્તો 8મી ડિસેમ્બર સુધી ચાલશે. પણ 14મી ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં આવતાં. એક માસ સુધી શુભ કાર્યોમાં વિરામ લેવો પડશે.
આગળ વાંચો, અસ્તના શુક્રની અસર રહેશે, 2010 બાદ મુહૂર્તો ઘટી રહ્યાં છે, વર્ષ 2015નાં લગ્ન મુહૂર્તો