મહાકુંભમાં ૨૧મા દિવસે પાંચ લાખ લોકોએ કર્યું સ્નાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધર્મસંસદની તડામાર તૈયારીઓ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાનારી ધર્મ સંસદની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ૬ તારીખે વિહપિની કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક મળશે અને ૭મી તારીખે ધર્મસંસદ યોજાશે.

- શાહીસ્નાન માટે છ હજાર બસ

૧૦ ફેબ્રુઆરીએ મૌની અમાવસ્યા અને ૧૫ ફેબ્રુઆરીએ વસંત પંચમીના મુખ્ય સ્નાન પર્વ નિમિત્તે ઉત્તર પ્રદેશ રાજ્ય પરિવહન નિગમે છ હજાર વિશેષ બસ દોડાવવાની વ્યવસ્થા કરી છે. મૌની અમાવસ્યા પર ત્રણ કરોડ લોકો સ્નાન કરશે તેવો અંદાજ છે.

- વીઆઈપી પહેલા આવે કે પછી

વહીવટીતંત્રએ ફિલ્મ કે રાજનીતિ સાથે જોડાયેલા વીઆઈપી લોકોને કુંભ મેળામાં મુખ્ય સ્નાનના એક દિવસ પહેલાં કે એક દિવસ પછી આવવાની અપીલ કરી છે, જેથી તેમની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થઈ શકે.