નવી દિલ્હી: દેશના પાટનગર દિલ્હી-એનસીઆર અને ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 5.5 મપાઈ છે. જોકે દેશના પાટનગર દિલ્હીમાં તો 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાતે 8:49 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં 30 કિમી ઊંડે હતું. જોકે કોઈ જાનહાનિ કે નુકસાન થયાના સમાચારો મળ્યા નથી.
કયાં કયાં શહેરોમાં ભૂકંપ
ભૂકંપનું કેન્દ્ર રુદ્રપ્રયાગમાં હતો. જોકે તેના આંચકા દિલ્હી, ઉત્તરાખંડ, ચમોલી, દેહરાદૂન, ઋષિકેશ, બાગેશ્વર, ટિહરી, રામનગરમાં અનુભવાયા હતા. જ્યારે યુપીમાં મેરઠ, મથુરા, હરિદ્વાર અને સહારનપુરમાં પણ આંચકા અનુભવાયા હતા. ચંદીગઢમાં પણ હળવા આંચકા અનુભવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.