૧૫ દિવસમાં ફોટોમેનિયામાં ૪૦ હજારથી વધુ એન્ટ્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર જુથ દ્વારા આયોજિત ફોટોગ્રાફી સ્પર્ધા ‘ફોટોમેનિયા’માં સતત હજારો એન્ટ્રીઓ આવી રહી છે. માત્ર ૧૫ દિવસમાં જ આ સ્પર્ધા માટે અંદાજે ૪૩ હજાર ફોટોગ્રાફ્સની એન્ટ્રી આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ આ સ્પર્ધા ભારે ચર્ચામાં આવી ગઈ છે. ફેસબુક પર ૧૦ લાખથી વધારે લોકો તેને જોઈ ચૂક્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ ૨૦ જુલાઈ છે.

ફોટોમેનિયાની ખાસ વાત એ છે કે, તેમાં ફોટોગ્રાફીમાં રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. તેમાં ફોટોગ્રાફ્સની ત્રણ કેટેગરીમાં એન્ટ્રી આપી શકાય છે જે હેપ્પીનેસ, નેચર અને અમેજિંગ ઈન્ડિયા છે. વિજેતાઓની પસંદગીનાં સ્તરો શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર એમ નક્કી કરવામાં આવ્યા છે. દેશના ખ્યાતનામ ફોટોગ્રાફરો, સોશિયલાઈટ અને ભાસ્કર જુથના એડિટરો વાળી જયુરી પેનલ વિજેતાઓની પસંદગી કરશે. ફોટોમેનિયાનો ઉદ્દેશ ફોટોગ્રાફીને પ્રોત્સાહન આપવાનો અને લોકોને મંચ પૂરુ પાડવાનો છે. સ્પર્ધામાં સામેલ થવા માટે Dainikbhaskar.com/fotomania અથવા Divyabhaskar.com/fotomania અથવા Divyamarathi.com/fotomania પર લોગઓન કરી શકાય છે.