તામિલનાડુ : શેરીના 50 શ્વાનોને જીવતા સળગાવી દેવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નાઈ : તામિલનાડુના કાંચીપુરમમાં શ્વાનો સાથે ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં શેરીના 50 જેટલા રખડુ શ્વાનોને પેટ્રોલ નાખીને જીવતાં સળગાવી દેવામા આવ્યા હતા. પોલીસે આ સંદર્ભમાં ચાર શખ્સોની ધરપકડ કરી છે. શું છે ઘટના ?...

- કાંચિપુરમના કિઝામુર ગામના લોકો રવિવારે સવારે ઉઠ્યા ત્યારે એક ચોંકાવનારી ઘટના જોઈ હતી.
- જાહેર જગ્યામાં 50 જેટલા રખડતાં શ્વાનને સળગાવી દેવાયા હતા.
- જ્યારે અન્ય કેટલાક ઝેરી અસર હેઠળ હતા.
- આ અંગે એક ગ્રામિણે પશુ અધિકાર માટે કાર્યરત પી. આશ્વસ્થને જાણ કરી હતી.

પી. આશ્વસ્થે જોયો ચોંકાવનારો નજારો

- પી. આશ્વસ્થ તેમના બે મિત્રો પ્રવિણ કુમાર તથા સંજય યાદવ સાથે ગામ પહોંચ્યા હતા.
- ઘટનાને ચાર દિવસ થઈ ગયા હોવા છતાંય સળગી ગયેલા શ્વાનોના અસ્થિ પિંજર ત્યાં જ પડ્યા હતા.
- કોઈએ લાશો હટાવી ન હતી અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી.
- અનેક કાગડાઓ, બિલાડીઓ તથા પક્ષીઓ શ્વાનોની લાશો ચૂંથી રહ્યાં હતાં.
- સ્થાનિકોના કહેવા પ્રમાણે, સળગાવી દેવાયેલા કૂતરાંઓનું માંસ (જેમાં પેસ્ટિસાઈડ્સની પણ અસર હતી) ખાવાના કારણે વધુ કેટલાક શ્વાનોના મોત થયા હતા.
- જેમતેમ કરીને આ લોકોએ હાડકાં, અસ્થિપિંજર અને લાશોને ગુણીઓમાં ભર્યાં હતાં અને તેમને દાટ્યાં હતાં.
- બંનેને મદદ કરનાર મુરલી અને જીવા નામના અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.
ચાર શખ્સોની ધરપકડ. પશુઓ પર હુમલો કરવાના કારણે કૂતરાંઓની કરી હત્યા. વાચવા માટે ફોટોગ્રાફ્સ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...