મણિપુરમાં 4 NPF એમએલએનો BJPને ટેકો, ગવર્નર સાથે કરી મુલાકાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈમ્ફાલ.  ગવર્નર નજમા હેપ્તુલ્લાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી દીધું છે, જે પછી બુધવારે શપથગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા છે. અગાઉ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના 4 એમએલએ દ્વારા મંગળવારે મણિપુરમાં સરકાર બનાવવાનો દાવો કરી રહેલી બીજેપીને સપોર્ટ આપવાની જાહેરાત કરવામાં આવી. તેમણે ગવર્નર નજમા હેપતુલ્લાને મળીને સમર્થન આપ્યું. આ પહેલાં નેશનલ પીપુલ્સ પાર્ટી  (NPP)ના 4 એમએલએ પણ બીજેપીને સપોર્ટ કરી ચૂક્યા છે.
 
મણિપુરમાં ભાજપને સરકાર રચવા આમંત્રણ
 
- ઉલ્લેખનીય છે કે 60 સીટોવાળી મણિપુર વિધાનસભામાં બહુમત માટે 31 સીટ જોઈએ. બીજેપીના સીએમ કેન્ડિડેટ બીરેન સિંહે સોમવારે ગવર્નરને મળીને 32 MLAsના સપોર્ટથી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
- મણિપુરમાં રાજ્યપાલ નજમા હેપ્તુલ્લાહે સરકાર રચવા માટે ભાજપને આમંત્રણ આપ્યું છે.
- સોમવારે મોડી સાંજે વર્તમાન મુખ્યપ્રધાન ઈબોબીસિંહે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આગામી સરકાર રચવાની કામગીરી હાથ ધરવી શક્ય બની હતી.
- ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ કેન્દ્રીય નિરીક્ષકો પિયુષ ગોયલ તથા વિનય સહસ્ત્રબદ્ધેની હાજરીમાં એન. બિરેનસિંહને પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા હતા.
- એન. બિરેનસિંહ અગાઉ કોંગ્રેસમાં હતા અને ઈબોબીસિંહ સાથે મતભેદ થતાં પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા.
- કેન્દ્રીય માનવ સંશાધન વિકાસપ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર હતા. જેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
 
બીજેપીને કોનો સપોર્ટ
 
બીજેપી લીડરશિપની સાથે તેના 21, NPP પ્રેસિડેન્ટ અને તેના ચાર એમએલએ, એક કોંગ્રેસ અને એક એલજેપી તથા એક ટીમએસના એમએલએ સપોર્ટ કર્યો છે. આ તમામ ગવર્નર સાથે મુલાકાત કરી ચૂક્યા છે. મંગળવારે NPFના 4 એમએલએ પણ ગવર્નરને મળ્યા.
 
મણિપુરનું રાજકીય ગણિત
 
60 ધારાસભ્યોની વિધાનસભામાં સરકાર રચવા માટે 31 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે 28 ધારાસભ્યો છે, અને બહુમત માટે ત્રણ ધારાસભ્યો ખૂટે છે. કોંગી ધારાસભ્યોએ ફરી એક વખત ઈકરોમ ઈબોબીસિંહને પોતાના નેતા ચૂંટ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...