તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીમાં આવ્યો ભૂકંપ: 4.1ની તીવ્રતાથી ધ્રૂજ્યા હરિયાણાના શહેરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યુ દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસ શનિવાર રાતના 4.1ની તીવ્રતાથી ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળ્યું. ભૂકંપનું કેન્દ્ર હરીયાણાથી 10 કિં.મી નીચે ઇજ્જર હોવાનું જાણવા મળ્યું. મળતી માહિતી મુજબ દિલ્લી, એનસીઆર સહિત હરીયાણાના ઘણા શહેરો જેવા કે ગુડગાંવ, રોહતક, ભિવાણી, ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો. 22 ઓગસ્ટના રોજ દિલ્લીમાં આવ્યો હતો ભૂકંપ....
- આ પહેલા પણ 22 ઓગસ્ટના રોજ દિલ્હી અને હરીયાણામાં ભૂકંપના આંચકા મહેસુસ થયા હતા
- તે સમયે 3.5 રીએક્ટરની તીવ્રતા હતી.
- 24 ઓગસ્ટના રોજ મ્યાંમારમાં 6.8 રીએક્ટરની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો
- ભૂકંપનું કેન્દ્ર મ્યાંમારથી 190 કિ.મી દૂર સાઉથ-વેસ્ટમાં હતું. તેની અસર ભારતના 11થી વધુ રાજ્યોમાં જોવા મળ્યો હતો.
- મ્યાંમારમાં આવેલ ભૂકંપની અસર બંગાળ, ઓડિશા, ઝારખંડ, આસામ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ, નાગાલેન્ડ, મણીપુર અને સિક્કીમમાં જોવા મળી.
- બંગાળમાં કલકત્તા સીવાય માલ્દા, ખડગપુર, જલપાઇગુડી, સિલીગુડીમાં ભૂકંપની અસર જોવા મળી.
- ઓડિશાના 10 જિલ્લાઓમાં ભૂકંપ મહેસૂસ થયો હતો.
- કલકત્તા, પટના, રાંચી, ગુવાહાટીમાં લગભગ 10 સેકન્ડ સુધી આંચકાઓ મહેસૂસ થયા હતા.
ભૂકંપની બીજા દેશોમાં અસર
- મ્યાંમાર-ભારત સહિત બાંગ્લાદેશ, થાઇલેન્ડ, વિયેતનામ અને ચીનમાં ભૂકંપની અસર જોવા મળી
ભૂકંપ આવવાનું કારણ
- પૃથ્વીની અંદર 7 પ્લેટ આવેલી છે જે સતત ફર્યા કરે છે.
- જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તે ફોલ્ટ લાઇન જગ્યા કહેવાય છે, સતત અથડાવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે.
- જ્યારે વધુ દબાવ હોય ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. નીચે રહેલી શક્તિ ઉપર આવવાનો રસ્તો શોધ છે.
ભૂકંપમાં થતું નુકસાન- રિએક્ટર સ્કેલ અસર
- 0 થી 1.9 ફક્ત સીજ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
- 2થી 2.9 હળની કંપન
- 3થી 3.9 કોઇ ટ્રક બાજુમાંથી પસાર થાય તેવી અસર
- 4થી 4.9 બારીઓ તૂટી શકે છે.
- 5થી 5.9 ફર્નીચર હલી શકે છે
- 6થી 6.9 ઇમારતોના પાયાને અસર થઇ શકે છે.
- 7થી 7.9 ઇમારતો ધરાશાયી થઇ જાય છે. જમીનમાં રહેલા પાઇપો ફાટી જાય છે
- 8થી 8.9 ઇમારત સહિત મોટા પુલો પણ પડી જાય છે. સુનામીનો ખતરો
- 9 અને તેની ઉપર તબાહી. કોઇ મેદાનમાં ઉભુ હોય તો જમીન હલતી દેખાય છે. સુનામીનો ખતરો.
- ભૂકંપમાં રિએક્ટર માપણીનો દરેક સ્કેલ પાછલા સ્કેલની તુલનાએ 10 ગણો તાકાતવર હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો