ભાગલપુર (પટના): લોદીપુરના જિચ્છો ગામમાં એક વિવાહિત મહિલા તેનાથી 17 વર્ષ નાના યુવક સાથે અડધી રાત્રે આપત્તિજનક હાલતમાં પકડાતા હંગામો મચી ગયો હતો. ગામલોકોની મદદથી પરિવારે યુવકને આખી રાત થાંભલા સાથે બાંધીને માર માર્યો જેમાં તેનું માથું ફૂટી ગયું હતું. દરમિયાન મહિલાની પણ પીટાઇ થઇ હતી. ત્યારબાદ પોલીસ આવી અને યુવકને છોડાવ્યો. મહિલાના પરિવારે યુવક પર રેપનો આરોપ લગાવી કેસ કર્યો છે.
- યુવકના જણાવ્યા અનુસાર, 36 વર્ષીય મહિલા સાથે તેનું 3 માસથી અફેર ચાલે છે. યુવની ઉંમર 18 વર્ષ છે. મહિલાના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા અને તેને 4 બાળકો છે.
- યુવકનું નામ રાજ કુમાર તાતી છે. તેના લગ્ન થયા નથી.
મહિલાએ ફોન કરી બોલાવ્યો હતો
- આરોપી યુવક ડીજેનું કામ કરે છે. તેનું કહેવું છે કે ગીત ડાઉનલોડીંગ કરવા બાબતે મહિલાને મારો નંબર મળ્યો. અમે ફોન પર વાતો કરતા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો.
- યુવકના જણાવ્યા અનુસાર મહિલાનો પતિ તેને મારતો હતો અને તેની સારવાર પણ કરાવતો ન હતો. મને ફોન કરી મહિલાએ કહ્યું હતું કે સારવાર માટે પાંચ હજાર રૂપિયાની જરૂર છે તેથી હું તે પૈસા દેવા ગયો હતો.
- આ દરમિયાન મહિલાના સસરાએ બંનેને જોઇ લીધા. યુવકે મહિલાનો પતિ, સસરા તેમજ અન્ય ગ્રામીણો પર થાંભલા સાથે બાંધી મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
યુવક સાથે પ્રેમ છે પરંતુ બાળકોને કારણે લગ્ન નથી કરી શકતી
- મહિલાનું કહેવું છે કે તે રાજકુમારને પ્રેમ કરે છે પરંતુ ચાર બાળકોને કારણે લગ્ન નથી કરી શકતી. જ્યારે યુવક મહિલા સાથે લગ્ન કરવા તૈયાર છે.
- મહિલા જણાવે છે કે સાસરામાં તેને મારવામાં આવે છે.
- મહિલાની માતાએ જણાવ્યું કે દીકરી અને યુવક વચ્ચેના પ્રેમની જાણ અમને હતી. થોડા દિવસો પહેલા દીકરી પિયર આવી હતી ત્યારે યુવક પણ તેની પાછળ પહોંચી ગયો હતો.
આગળ સંબંધિત તસવીરો...