તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IRDAના નિર્દેશ બાદ વીમા પ્રીમિયમ ભરવાની મુદતમાં 30 દિવસનો વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વીમાનિયામક ઇરડાએ જીવન વીમા કંપનીઓને પોતાના ગ્રાહકોને પ્રીમિયમ ભરવાના સમયમાં 30 દિવસનો વધારાનો સમય આપવાના નિર્દેશ આપ્યા છે. સુવિધા એવા વીમાધારકોને મળશે જેમના વીમા પ્રીમિયમ ભરવાની તારીખ 8મી નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર દરમિયાન ભરવાની હતી. 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવ્યા પછી સર્જાયેલી રોકડની અછતથી લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

બેંકોમાં જૂની નોટોનું કાઉન્ટર એક્સચેન્જ પણ બંધ ગયું છે. આવી પરિસ્થિતિમાં લોકોને પોતાની લોન અને પ્રીમિયમના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને જીવન વીમા કાઉન્સિલે વીમા નિયામક પાસે લોકોને પ્રીમિયમ ભરવા માટે 30 દિવસનો વધુ સમય (ગ્રેસ પીરિયડ) આપવાની માગણી કરી હતી. ત્યાર પછી ઇરડાએ નિર્દેશ આપ્યા છે.

એરપોર્ટ પર ફ્રી કાર પાર્કિંગ આજ રાત્રિથી બંધ

લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે, તેથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં કુલ 75 એરપોર્ટ છે. એરપોર્ટ પર 28 ડિસેમ્બરની મધ્યરાત્રિથી ફ્રી પાર્કિંગ બંધ થઈ જશે. 29મી નવેમ્બરથી કારપાર્કિંગ ચાર્જની ડિજિટલ ચુકવણીની વ્યવસ્થા થઇ જશે. 29મી નવેમ્બરેથી ચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...