મુંબઈ: મુંબઈના દાદર વિસ્તારમાં એક સગીરા સાથે બે કોલેજના વિદ્યાર્થીઓએ બળાત્કાર કર્યો હોવાની અને ત્રીજા વિદ્યાર્થીએ વીડિયો બનાવી હોવાની ઘટના સામે આવી છે. છોકરીના
પરિવારજનો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓના નામ કૃણાલ વાઘેલા, કરમ રુમ્દે અને સેબેસ્ટિયન અલફોસો જાણવા
મળ્યા છે.
પીડિતાએ શું કહ્યું ફરિયાદમાં
પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું છે કે, ઓગસ્ટ 2014માં તે તેના બાળપણના એક મિત્રને મળવા માટે મહાલક્ષ્મી વિસ્તારની એક કોલેજમાં ગઈ હતી. બે દિવસ પછી તેના પર એક ફોન આવ્યો અને ફોન કરનારે તેનું નામ કૃણાલ કહ્યું. કૃણાલે તેને કહ્યું કે તે તેની સાથે મિત્રતા કરવા માગે છે. ત્યારપછી બંનેની ફોન પર વાત થવા લાગી. સપ્ટેમ્બર 2014માં કૃણાલે તેને મળવા માટે એક હોટલમાં બોલાવી અને કહ્યું કે તે આ છોકરીને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છે. ત્યારપછી તે જ હોટલમાં કૃણાલે તે છોકરી સાથે બળાત્કાર કર્યો. ત્યારપછી ઓક્ટોબરમાં કૃણાલે છોકરીને તેના ઘરે બોલાવી અને ફરી તેના પર બળાત્કાર કર્યો. તે દરમિયાન કરણ નામના છોકરાએ તેનો ચુપચાપ વીડિયો બનાવી દીધો.
બે મહિના પછી કરમે તેને ફોન કરીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. કરણે પણ તે છોકરી સાથે બ્લેકમેલિંગ કરીને બળાત્કાર કર્યો અને તે સમયે સેબેસ્ટિન નામના છોકરાએ તેનો વીડિયો બનાવી દીધો. હવે જ્યારે સેબેસ્ટિયને પણ છોકરી પર સેક્સ કરવા માટે પ્રેશર કર્યું તો છોકરીએ સમગ્ર વાત તેની માતાને કહિ અને ત્યારપછી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ વીડિયો અને ફોટોઝ તેના ફોનમાંથી હટાવી દીધો છે પરંતુ ફોરેન્સિક તપાસ પછી તેને મેળવી લેવાશે.