લગ્નના 4 વર્ષ બાદ પત્નીએ લગાવી ફાંસી, દીકરાએ આ રીતે વર્ણવી પિતાની કરતુત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુધિયાણા. પંજાબના માનકવાલમાં રહેતી હરસિમરન કૌર દ્વારા સુસાઈડ કરવાના મુદ્દે છોકરીના પરિવારજનોએ પોલીસ પર ઢીલી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ઘટના સમયે હરસિમરનનો 3 વર્ષનો દીકરો જસનૂર ઘટના સ્થળ પર હાજર હતો. બાળક જસનુરના કહેવા મુજબ, પપ્પાએ મમ્મીને ગળું દબાવીને મારી નાંખી હતી. તેમ છતાં પોલીસે સુસાઈડ કરવા મજબૂર કરવાના આરોપનો કેસ દાખલ કર્યો છે. મૃતક હરસિમરન કૌરના પિયરિયાના આરોપ છે કે તેમની દીકરીને પતિ જસવીર સિંહ, સાસુ ચરણજીત કૌર, દીયર હરશરણ સિંહ તથા નણંદ અમનદીપ કૌરે મારી નાંખી છે.
 
દહેજ લઈ કરતા હતા હેરાન
 
- માનકલાલની રહેવાસી હરસિમરન કૌરે દહેજની માંગથી દુઃખી થઈ સુસાઈડ કરી લીધી હતી. ઘટના સમયે તે ઘરમાં એકલી હતી.
- પોલીસે તપાસના આદેશ આપ્યા બાદ મૃતકના પિતા ત્રિલોક સિંહના નિવેદન પર આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં મામલો નોંધાવી દીધો છે.
- પોલીસને આપેલા નિવેદનમાં ત્રિલોકે જણાવ્યું કે તેમની દીકરીના લગ્ન 2013માં થયા હતા. લગ્ન બાદ આરોપીઓએ દહેજની માંગ કરી તેને પરેશાન કરતા હતા.
- અનેક વખત આરોપીઓની માંગ પૂરી કરવામાં આવી હતી, તેમ છતાં તેઓ તેને પરેશાન કરતા રહેતા હતા.
 
આરોપીઓ સામે કડક કાર્યવાહીના માંગ
 
-આરોપીએ કાવતરા અંતર્ગત જ ઘટનાને અંજામ આપ્યો છે. કાવતરાના કારણે ઘટના બાદ બાળકને લઈ દાદી જતી રહી હતી અને બાદમાં પરત આવી હતી. આ વાતને ધ્યાનમાં રાખી આરોપીએ સામે કડક કાર્યવાહીની માંગ પરિવારજનોએ કરી છે.
- પોલીસે આ અંગે કાર્યવાહી કરીને પતિ જસવીર સિંહ, દીયર હરશરણ સિંહની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધા છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે બાળકના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ પણ ભાસ્કર પાસે છે.
અન્ય સમાચારો પણ છે...