• Gujarati News
  • 2G Spectrum Issuing, Summons Accused As Sunal Mittal

ટુજી સ્પેક્ટ્રમ કેસમાં આરોપી તરીકે સુનિલ મિત્તલને સમન્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીની એક અદાલતે એનડીએના શાસન દરમિયાન એરટેલ અને વોડાફોનને વધારાના સ્પેક્ટ્રમની ફાળવણીમાં આચરવામાં આવેલી ગેરરીતિઓ સંબંધિત કેસમાં ભારતી સેલ્યુલર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુનિલ મિત્તલ, એસ્સાર ગ્રુપના પ્રમોટર રવિ રૂઇયા અને અન્ય પાંચ સામે આરોપી તરીકે સમન્સ જારી કર્યા છે. સુનિલ મિત્તલ સહિ‌ત બધાને ૧૧મી એપ્રિલે ર્કોટમાં ઉપસ્થિત રહેવું પડશે. સુનિલ મિત્તલ અને રૂઇયા ઉપરાંત ર્કોટે અસિમ ઘોષ અને ભૂતપૂર્વ ટેલિકોમ સચિવ શ્યામલ ઘોષને પણ સમન્સ પાઠવ્યા છે. અસિમ ઘોષ તે વખતે આરોપી કંપની હચિસન મેક્સ ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હતા.