તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાણા: આંબેડકરની પ્રતિમા હટાવાતાં અથડામણ, 29ને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરીદાબાદ: હરિયાણાના દૌલતાબાદ ગામમાં શનિવારે સવારે 6 વાગ્યે ગામવાસીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઇ. પોલીસ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવા પહોંચી હતી, જેના પગલે ઉશ્કેરાયેલા ગામવાસીઓએ પથ્થરમારો કર્યો. તેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. અથડામણમાં 24 પોલીસકર્મી અને 5 ગામવાસી ઘાયલ થયા છે.
પોલીસે 40 લોકોની અટકાયત કરી હતી. પોલીસ કાર્યવાહીના વિરોધમાં ગામના 400થી વધુ લોકોએ શર્ટ કાઢીને પ્રદર્શન કરવા સાથે દિલ્હી સંસદ ભવન તરફ કૂચ કરી દીધી. જોકે, તેમને દિલ્હીના આલી ગામ નજીક પોલીસે અટકાવી દીધા હતા. લગભગ પોણો કલાક સુધી હિંસક અથડામણ ચાલી.
પોલીસે ઘરમાં ઘૂસીને માર્યા

ગામવાસીઓનો આક્ષેપ છે કે પોલીસે ઘરોમાં ઘૂસીને મહિલાઓ, બાળકો, યુવકો અને પુરુષોને લાકડીઓથી માર્યા છે અને ઘરોના બારી-દરવાજા, વાહનો અને સામાનની તોડફોડ પણ કરી છે.
અન્ય સમાચારો પણ છે...